તમારા માટેે ફાયદાની વાત: જો તમે LICના આ એન્યૂટી પ્લાનમાં રોકાણ કરશો તો મળશે જોરદાર રિટર્ન, જાણો આ પોલીસી વિશે A TO Z માહિતી

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ભારત દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપનીઓ માંથી એક માનવામાં આવે છે. જો
આપ પેન્શન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોવ અને તેના માટે કોઈ સુરક્ષિત રોકાણ કરવાની તક શોધી રહ્યા હોવ તો LIC ની ‘જીવન અક્ષય’
પોલિસીમાં આપે રોકાણ કરવું જોઈએ. ભારત સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવતી આ પોલિસીમાં રોકાણ કરી લીધાના તરત પછી જ
પોલિસીધારક વ્યક્તિને પેન્શન પ્રાપ્ત કરી શકે છે.

LIC કંપનીનો પોપ્યુલર પ્લાન:

image source

LIC કંપનીના અત્યાર સુધીના તમામ પ્લાનમાં આ પેન્શન પ્લાન સૌથી વધારે પોપ્યુલર એન્યુટી પ્લાન છે અને આ પ્લાનમાં સંપૂર્ણ રોકાણ
કરી લીધા પછી આપ લાભ પ્રાપ્ત કરી શકો છો. LIC ના આ એન્યુટી પ્લાનમાં રોકાણ કરનાર પોલિસીધારકને આજીવન પેન્શન પ્રાપ્ત થાય છે
તેમજ જો આપ આપના માટે કે પછી આપના પરિવાર માટે પણ પેન્શનની વ્યવસ્થા કરવા ઈચ્છતા હોવ તો આ પોલિસીમાં રોકાણ કરીને
આપ તેનો લાભ પ્રાપ્ત કરી શકો છો.

LIC ની જીવન અક્ષય પોલીસીની કેટલીક શરતો.:

image source

LIC ની જીવન અક્ષય પોલીસીની શરતો વિષે વાત કરીએ તો પોલિસીધારકને પેન્શનની સુવિધા વાર્ષિક, અર્ધ વાર્ષિક, ત્રિમાસિક અને પ્રતિ
માસના આધારે પ્રાપ્ત કરવાના વિકલ્પ આપવામાં આવે છે. LIC ની આ પોલિસીમાં ભારત દેશનો કોઈપણ નાગરિક રોકાણ કરવાને પાત્ર છે,પરંતુ તે વ્યક્તિની ઉમર ૩૦ વર્ષથી લઈને ૮૫ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

image source

પોલીસીધારકને મળતા પેન્શન પર ઇન્કમ ટેક્સના ૮૦સી હેઠળ ટેક્સ અને ૩ માસ (પોલિસી લાગુ કર્યાની તારીખથી) પછી પોલીસીધારકને
લોનની સુવિધા પણ LIC તરફથી આપવામાં આવે છે. આ પોલીસીની શરતોની વિષે જાણીએ તો પોલિસીધારકે ઓછામાં ઓછું ૧ લાખ
રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે અને ઓછામાં ઓછું વાર્ષિક પેન્શન રૂપિયા ૧૨ હજાર આપવામાં આવે છે. એક જ ફેમિલીના કોઈપણ બે
સભ્યો આ પોલિસીમાં જોઈન્ટ એન્યુટીનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

પેન્શન પ્રાપ્ત કરવા માટે આ છે વિકલ્પ.

image source

LIC કંપનીની આ પોલિસી લેનાર વ્યક્તિને પેન્શન મેળવવા માટે ૧૦ અલગ અલગ વિકલ્પ આપવામાં આવે છે. Annuity payable ફોર
life at a uniform rate (પ્રતિ માસ પેન્શન વિકલ્પ A) ને પસંદ કરો છો તો આપને દર મહીને પેન્શન આપવાની વ્યવસ્થા કરવામાં આવે
છે. આ પોલિસીમાં રોકાણ કરીને આપ પ્રતિ માસ આવી રીતે ૪ હજાર રૂપિયાનું પેન્શન પ્રાપ્ત કરી શકો છો.

-ઉમર: ૩૮

-સમ અશ્યોર્ડ: ૯ લાખ.

-સંપૂર્ણ પ્રીમિયમ: ૦૧૬૨૦૦

પેન્શન

-વાર્ષિક: ૫૩૮૬૫

-અર્ધવાર્ષિક: ૨૬૪૮૩

-ત્રિમાસિક: ૧૩૧૧૮

-પ્રતિ માસ: ૪૩૪૬

image source

ઉપરોક્ત ઉદાહરણમાં જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની ૩૮ વર્ષની ઉમરે ૯ લાખના સમ અશ્યોર્ડ પસંદ કરે છે તો તે વ્યક્તિને કુલ
૯૧૬૨૦૦ રૂપિયાનું એક પ્રીમિયમની ચુકવણી કરવાની આવે છે. ત્યાર બાદ આ વ્યક્તિને પ્રતિમાસ પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હોય તો તે
વ્યક્તિને પ્રતિ માસ ૪૩૪૬ રૂપિયા જેટલું પેન્શન દર મહીને મળવાપાત્ર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત