65 વર્ષના એક્ટર્સને કામ કરવાની મનાઈ પણ ચંપકલાલ આ રીતે કરી શકશે શૂટિંગ

છેલ્લા લાંબા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં ફિલ્મો અને સીરીયલોના શૂટિંગ પણ બંધ હતા. તેવામાં લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટીંગ પણ બંધ હતું. જો કે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૂટિંગ ફરીથી શરુ થવાની છે. આ સાથે જ અન્ય સીરીયલોનું શૂટિંગ પણ શરુ થશે.

image source

જો કે સરકારે શૂટિંગ શરુ કરતાં પહેલા તમામ નિર્માતાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિયમોમાં સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે કે કોઈપણ એક્ટર જે 65 વર્ષથી વધુની વયનો હોય તે સેટ પર આવી શકશે નહીં. જો કે આ નિયમ હોવા છતાં તારક મહેતામાં બાપુજીનું પાત્ર ભજવતા એક્ટરને શૂટિંગ માટે મંજૂરી મળી છે.

આ નવા નિયમ અનુસાર 10 વર્ષથી નાના અને 65 વર્ષથી વધુની વયના એક્ટર સેટ પર આવી શકશે નહીં. આ નિયમ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી કોરોનાનું જોખમ પૂર્ણ ન થાય. તેવામાં એવી સીરીયલોના નિર્માતા માટે મુશ્કેલી સર્જાઈ છે જેમાં બાળકો અને વડીલોના પાત્રો મહત્વના હોય. જો કે આ નિયમથી બાપુજીના પાત્રને કોઈ અસર થશે નહીં.

image source

તમને જણાવી દઈએ કે આ શોમાં ચંપક ચાચાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ શોમાં તો 65 વર્ષના દાદાનું પાત્ર ભજવી રહ્યા છે પરંતુ હકીકતમાં તેની ઉંમર 47 વર્ષના જ છે. નવાઈ લાગશે એ વાત જાણીને કે અમિત સીરીયલમાં તેના દીકરાનું પાત્ર ભજવતાં દિલીપ જોશી કરતાં પણ ઉંમરમાં નાના છે.

જો કે આ તમામ વાત વચ્ચે દર્શકો માટે ખાસ વાત એ છે કે તેમના પ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહિતના ટીવી શો ટુંક સમયમાં ફરીથી નવા એપિસોડ સાથે શરુ થશે. જો કે શૂટિંગ શરુ કરતાં પહેલા નિર્માતાઓએ ખાસ તૈયારીઓ કરવી પડશે અને સરકારે લાગૂ કરેલી શરતોનું પાલન કરવું પડશે.

image source

મહારાષ્ટ્ર્ર સરકારે જોખમ રહિત વિસ્તારોમાં જ શૂટિંગની પરવાનગી આપી છે. સાથે જ સામાજિક અંતર જાળવવું પડશે. શૂટિંગ શરુ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી તમામ તકેદારી રાખવી ફરજિયાત છે. જો સરકારના જણાવેલા નિયમોનું પાલન નહીં થાય તો શૂટિંગ તુરંત જ બંધ કરાવી દેવામાં આવશે. મુંબઈ બહાર જો શૂટિંગ કરવાનું હોય તો જે તે જગ્યાના વહીવટી તંત્રની મંજૂરી લેવી ફરજિયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત