તારક મહેતા..ના કયા કલાકારને કેટલી મળે છે ફી જાણો તમે પણ

વર્તમાન પરિસ્થિતિમાં જ્યાં આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે આખો દેશમાં આર્થિક મંદીની ચપેટમાં આવી ગયો છે.

image source

જો કોરોના વાયરસ સંક્રમણની મહામારી આવી ના હોત તો અત્યારે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓને પોતાના પગાર વધારાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હોત. પરંતુ આ વર્ષે હવે કોરોના વાયરસ સંક્રમણના કારણે હવે અપ્રાઈઝલ મળે તેવી સંભાવના ખુબ જ નહિવત છે.

જો કે, અપ્રાઈઝલ ફક્ત પ્રાઈવેટ કંપનીઓમાં જ નહી, પણ સીરીયલમાં કામ કરતા કલાકારોને પણ દર વર્ષે અપ્રાઈઝલ આપવામાં આવે છે. ગત વર્ષે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોને તેમના પગાર વધારા સિવાય એક સરપ્રાઈઝ પણ આપવામાં આવી હતી.

દર વર્ષે ઈન્ક્રીમેન્ટ આપવામાં આવે છે.:

image source

સુત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરતા કલાકારોને દર વર્ષે તેમને કરવામાં આવતા પેમેન્ટમાં વધારો કરી આપવામાં આવે છે. ગત વર્ષે આસિત મોદી દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, ‘હવેથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરી રહેલ બધા જ કલાકારોને મહીને ૧.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક એક્ટર ફી તેણે મહિનામાં કેટલા દિવસ શુટિંગ કરી છે તેના પરથી નિર્ધારિત કરવામાં આવે છે. કલાકારોને પ્રતિ એપિસોડ ફી આપવામાં આવે છે. એટલા માટે દરેક કલાકારને અલગ અલગ ફી આપવામાં આવે છે. કલાકાર મહિનામાં કેટલા દિવસ કામ કરે છે તેની પર તે કલાકારની ફીનો આધાર રાખે છે.

પ્રથમવાર કલાકારોને આવા પ્રકારની છૂટ આપવામાં આવી.:

image source

ગતવર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના કલાકારો કોઈ અન્ય શોમાં કામ કરી શકતા નહી. જો કે, ગતવર્ષે અપ્રાઈઝલની સાથેએ પણ નક્કી કરવામાં આવ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરી રહેલ કલાકારો હવે બીજા કોઈ શો કે અન્ય પ્રોજેક્ટ્સ પર કરી શકશે. પરંતુ તેના માટે પણ એક શરત રાખવામાં આવી કે, અન્ય કોઈ પ્રોજેક્ટ્સ કે શોમાં કામ કરતા પહેલા તેની પહેલાથી જાણકારી મેકર્સને આપવાની રહેશે.

હવે જાણીશું અપ્રાઈઝલ પછી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના કલાકારોની ફી કેટલી વધી હતી.?

દિલીપ જોષી.:

 

image source

‘તારક મહેતા..’ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહેલ દિલીપ જોષીને સૌથી વધારે ફી મેળવે છે. દિલીપ જોષી ‘તારક મહેતા..’ શોના સૌથી લોકપ્રિય કલાકાર હોવાથી ગતવર્ષથી દિલીપ જોષીને એપિસોડ દીઠ ૧.૫ લાખ રૂપિયા મળવાના શરુ થઈ ગયા.

શૈલેષ લોઢા.:

image source

‘તારક મહેતા..’ શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલ શૈલેષ લોઢાને અપ્રાઈઝલ પછી એક લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે.

મંદાર ચંદવાડકર.:

image source

‘તારક મહેતા…’ શોમાં આત્મારામ ભીડેનું પાત્ર નિભાવી રહેલ મંદાર ચંદવાડકરને ૮૦ હજાર રૂપિયા જેટલી ફી આપવામાં આવે છે.

અમિત ભટ્ટ.:

image source

‘તારક મહેતા…’ શોમાં જેઠાલાલ ગડાના પિતાજીનું પાત્ર નિભાવી રહેલ અમિત ભટ્ટને ૭૦ થી ૮૦ હજાર રૂપિયાની વચ્ચે પેમેન્ટ કરવામાં આવે છે.

ગુરુચરણ સિંહ.:

image source

‘તારક મહેતા…’ શોમાં રોશન સિંઘ સોઢીનું પાત્ર નિભાવી રહેલ ગુરુચરણ સિંહને ૬૫ થી ૭૫ હજાર રૂપિયાની ફી આપવામાં આવે છે.

તનુજ મહાશબ્દે.:

image source

‘તારક મહેતા…’ શોમાં વૈજ્ઞાનિક કૃષ્ણન ઐય્યરનું પાત્ર નિભાવી રહેલ તનુજ મહાશબ્દેને પણ ગુરુચરણ સિંહ જેટલી જ ૬૫ થી ૭૫ હજાર રૂપિયા જેટલી ફી તરીકે ચુકવવામાં આવે છે.

શરદ સાંકલા.:

image source

‘તારક મહેતા…’ શોમાં સોડા શોપ ચલાવી રહેલ અબ્દુલનું પાત્ર નિભાવી રહેલ શરદ સાંકલાને શોના બધા એપિસોડમાં નથી જોવા મળતા. ઉપરાંત એપિસોડમાં શરદ સાંકલાનો રોલનો રોલ પણ ઘણો નાનો હોય છે. એટલે જ શરદ સાંકલાને એક એપિસોડના ૩૫ થી ૪૦ હજાર રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવે છે.

નિર્મલ સોની.:

image source

જાણવા જેવી વાત છે કે ‘તારક મહેતા….’ શોમાં પહેલા ડૉ.હંસરાજ હાથીનું પાત્ર નિભાવતા હતા જેમનું થોડાક સમય પહેલા મૃત્યુ થઈ જવાથી હવે શોમાં ડૉ.હંસરાજ હાથીનું પાત્ર નિર્મલ સોની નિભાવી રહ્યા છે. નિર્મલ સોનીએ હજી હાલમાં જ જોડાયા હોવાથી નિર્મલ સોનીને ૨૦ થી ૨૫ હજાર રૂપિયા આપવામાં આવે છે.

‘તારક મહેતા….’ શોની અભિનેત્રીઓમાંથી ફક્ત દયાભાભીની જ ફી વધારે છે.:

image source

‘તારક મહેતા…’ શોમાં અભિનય કરી રહેલ અભિનેત્રીઓ માંથી ફક્ત દયાભાભી એટલે કે, દિશા વાકાણીની જ ફી વધુ હતી. ગતવર્ષે આપવામાં આવેલ અપ્રાઈઝલ પછી સૌથી વધારે લાભ દિશા વાકાણીને થયો હતો. તેમજ દિશા વાકાણીને દર અઠવાડિયે પેમેન્ટ આપવામાં આવતું હતું. દિશા વાકાણીને દર અઠવાડિયે ૧.૨ લાખ રૂપિયા ફી પેટે આપવામાં આવતા હતા. જો હવે દિશા વાકાણી ‘તારક મહેતા…’ શોમાં પાછા ફરે છે તો દિશા વાકાણીને હવે ૧.૭ લાખ રૂપિયા આપવામાં આવશે. ‘તારક મહેતા..’ શોની અન્ય અભિનેત્રીઓ એટલે કે બબિતા (મુનમુન દત્તા), કોમલભાભી (અંબિકા રંજનકર), મિસિસ રોશન સોઢી (જેનિફર મિસ્ત્રી), અંજલિ ભાભી (નેહા મહેતા) અને માધવીભાભી (સોનાલીકા જોષી) દરેકને એપિસોડ દીઠ ૪૦ થી ૫૦ હજાર રૂપિયાનું પેમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

‘તારક મહેતા…’ શોની ફેમસ ટપુસેના.:

image source

‘તારક મહેતા….’ શોની પ્રસિદ્ધ ટપુસેના (ટપુ, ગોગી, સોનુ, ગોલી અને પીંકુ) માં કામ કરી રહેલ ટપુનું પાત્ર નિભાવતા રાજ ઉનડકટ કરી રહ્યા છે, રાજ ઉનડકટ ‘તારક મહેતા…’ શોમાં હમણાં જ જોડાયા હોવાથી રાજને ૧૦ થી ૧૫ હજાર રૂપિયા ફી તરીકે આપવામાં આવે છે. જયારે સોનુ ભીડેનું પાત્ર નિભાવી રહેલ પલક પણ હાલમાં જ ‘તારક મહેતા…’ શોમાં જોડાય હોવાથી પલકને ૧૦ થી ૧૫ હજાર રૂપિયા ફી તરીકે આપવામાં આવે છે. તેમજ ‘તારક મહેતા…’ શોમાં ટપુસેનાના અન્ય પાત્ર નિભાવી રહેલ ગોગી, ગોલી અને પીંકુનું પાત્ર નિભાવી રહેલ સમય શાહ, કુશ શાહ અને અઝહરને ૨૦ હજાર રૂપિયા ફી તરીકે ચુકવવામાં આવે છે.

source : gujaratone

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત