તમને પણ લાગે છે કોરોનાનો ડર, તો જાણી લો તાવ માપવાની સાચી રીત

કોરોના મહામારીના વધતા પ્રકોરના કારણે લોકોમાં ડરની સ્થિતિ હજુ પણ કાયમ છે. થોડો પણ તાવ આવે તો તેઓ ડરી જાય છે અથવા ચિંતા કરવા લાગે છે કે તેમને કોરોના તો નથી થયો ને…કોરોના સંક્રમણના કારણે આવતા તાવ અને સામાન્ય તાવમાં ફરક કરવાનું મુશ્કેલ છે. એવામાં જરૂરી છે કે તમે તમારા શરીરનું તાપમાન સમયાંતરે ચેક કરતા રહો. તો જાણો શરીરનું તાપમાન ચેક કરવાની સાચી રીત કઈ છે.

શરીરનું સામાન્ય તાપમાન

image source

શરીરનું સામાન્ય તાપમાન માપવા માટે થર્મોમીટરને બગલમાં કે મોઢામાં રાખવાની જરૂર હોય છે. શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે. જો શરીરનું તાપમાન તેનાથી થોડું ઉપર નીચે હોય તો તે સામાન્ય વાત છે. તાવ ત્યારે હોય જ્યારે શરીરનું તાપમાન સામાન્યથી વધારે હોય. આ છે તાવ માપવાની સાચી રીત.

image source

બાળકો અને મોટાંઓમાં મોઢાથી તાપમાન માપીને તાવ ચેક કરવાની રીત પણ યોગ્ય છે. જો વ્યક્તિએ કંઈ ઠંડુ કે ગરમ ખાધું હોય તો તેના અડધા કલાક બાદ શરીરનું ટેમ્પ્રેચર ચેક કરવું જેથી યોગ્ય પરિણામ જાણવા મળે. તાપમાન ચેક કરતી સમયે થર્મોમીટરની ટીપને આખી જીભ નીચે રાખો તે જરૂરી છે. ત્યારબાદ થર્મોમીટરને ફક્ત હોઠ અને આંગળીઓથી પકડી રાખવું. આ સમયે દાંતનો ઉપયોગ ન કરો. થર્મોમીટર સાફ કર્યા બાદ ઉપયોગમાં લો તે પણ જરૂરી છે.

ડિજિટલ થર્મોમીટરમાં રાખો આ વાતનું ધ્યાન

image source

ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ અંડર આર્મ કે બગલના તાપમાનને માપવા કરાય છે. બગલથી ટેમ્પ્રેચર લેતી સમયે થર્મોમીટર ચાલુ કરો અને હાથ ઉઠાવીને બગલની વચ્ચે થર્મોમીટરની ટીપને રાખો. બીપ અવાજ આવે ત્યારે તેને હટાવીને ટેમ્પ્રેચર ચેક કરો. ત્યારબાદ તેને સારી રીતે સાફ કરી લો.

image source

થર્મોમીટરનો પ્રયોગ માથાના તાપમાનને મમાપવા માટે પણ કરી શકાય છે. આ માટે થર્મોમીટરને ચાલુ કરો અને સેંસકને માથાની વચ્ચેના સ્થાને યોગ્ય રીતે પકડીને રાખો. આ પછી તેનું રીડિંગ ચેક કરો. એક વાતનું ધ્યાન રાખો કે તેના ઉપયોગ બાદ તેની ટીપ સારી રીતે સાફ કરો. નહીં તો તેની પરના બેક્ટેરિયાથી અન્ય વ્યક્તિને ચેપ લાગી શકે છે. તેને તમે સેનેટાઈઝ પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત