તમે પણ ચેકથી કરી રહ્યા છો પેમેન્ટ તો જાણી લો આ નવો નિયમ, નહીં થાય નુકસાન

બેંક ચેક આપતા પહેલા, હવે ચોક્કસપણે RBI ના નવા નિયમ વિશે જાણો. NACH સેવાઓ હવે અઠવાડિયામાં સાત દિવસ ઉપલબ્ધ રહેશે. હાલમાં, તેની સુવિધાઓ ત્યારે જ ઉપલબ્ધ છે જ્યારે બેન્કો ખુલ્લી હોય.

image source

જો તમે ચેકથી ચૂકવણી કરો છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા RBI ના નવા નિયમો ચોક્કસપણે જાણી લો. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ 1 ઓગસ્ટથી બેન્કિંગ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. RBI એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ને 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ લાગુ પડશે.

ચેક આપતા પહેલા આ નિયમો જાણી લો

image source

આ નવા નિયમ હેઠળ, હવે તમારો ચેક રજાના દિવસે પણ ક્લિયર થઈ જશે. પરંતુ આવી સ્થિતિમાં હવે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. આનું કારણ એ છે કે હવે શનિવારે જારી કરાયેલ ચેક રવિવારે પણ ક્લિયર કરી શકાય છે. એટલે કે ચેકના ક્લિયરન્સ માટે તમારે તમારા ખાતામાં હંમેશા બેલેન્સ રાખવું પડશે, નહીંતર જો તમારો ચેક બાઉન્સ થશે તો તમને દંડનો સામનો કરવો પડી શકે છે. અગાઉ, ચેક આપતી વખતે, ગ્રાહકને લાગ્યું કે તે રજા પછી જ ક્લિયર થઈ જશે. પરંતુ હવે તેને રજાના દિવસે પણ ચેક ક્લિયર કરી શકાય છે.

સપ્તાહના અંતે પણ પગાર, પેન્શન, EMI ચુકવણીની સુવિધા

image source

તમને જણાવી દઈએ કે NACH બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત છે. જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવા વિવિધ પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ સિવાય વીજળી બિલ, ગેસ, ટેલિફોન, પાણી, લોન EMI, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને વીમા પ્રીમિયમ ચુકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. મતલબ કે હવે આ બધી સુવિધાઓ મેળવવા માટે તમારે સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયાના દિવસોની રાહ જોવી નહીં પડે, આ કામ વીકએન્ડમાં એટલે કે શનિવાર અથવા રવિવારે પણ કરી શકો છો.

image source

આ સમાચાર દરેક નોકરિયાત લોકો માટે ખુબ સારા સમાચાર છે, કારણ કે હવે જો તમને શુક્રવારે અથવા શનિવાર ચેક મળે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈપણ સમયે તમારો ચેક ક્લિયર કરાવીને પૈસા મેળવી શકો છો અને જો તમારો ચેક બાઉન્સ થશે, તો સામેવાળી વ્યક્તિ દંડ પાત્ર બનશે.