23.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩ -૦૬-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ
  • તિથિ :- બીજ,૧૧:૧૮ સુધી
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ
  • યોગ :- ધ્રુવ
  • કરણ :- કૌલવ,તૈતુલ
  • સૂર્યોદય :- ૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- મિથુન ૦૭:૩૩ સુધી કર્ક ૦૭:૩૩ થી ‌ ચાલુ

વિશેષ :- અષાઢી બીજ રથયાત્રા.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ઉતાવળે આંબા ન પાકે. ધીરજથી આયોજન હાથ ધરવું

સ્ત્રીવર્ગ:-સવાર બાદ બપોરે ગૃહજીવનના કામોમાં સફળતા પ્રાપ્ત થાય.

લગ્ન ઈચ્છુક-લાભદાયી તક સર્જાય. અડચણ આવી શકે.

પ્રેમીજનો:-પ્રેમમાં વિરહ ની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સાહસ વિચારી ને કરવા.

વેપારીવર્ગ:-કાયદાકીય ગૂંચ પરેશાન કરે.

પારિવારિક વાતાવરણ:- કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :-૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- નવા આયોજનથી વ્યસ્તતા રહે.

સ્ત્રીવર્ગ:- દિવસ ધીરજથી પસાર કરવો.

લગ્ન ઈચ્છુક:- વૈવાહિક કાર્ય અંગે નાની મુસાફરીના સંજોગો બને.

પ્રેમીજનો:-પરિવારજનો મિલનમાં વિલન બની શકે છે સંભાળવું.

નોકરિયાત વર્ગ:-નોકરીના સ્થળે સારું કામ મળે.

વેપારીવર્ગ:-જુના નાણાકીય વ્યવહારો ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-પરિવારજનોના સહયોગથી નવા કાર્યનો આરંભ થઇ શકે.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આપનો આયોજન યુક્ત અભ્યાસ અમલમાં મૂકી શકો.

સ્ત્રીવર્ગ :-જેમ જેમ દિવસ આગળ વધે. આળસ રહે.

લગ્ન ઈચ્છુક :-ધીરજ રાખી આગળની વાતચીતનો દોર સાંધવો.

પ્રેમીજનો :-પ્રેમના મામલામાં નિખાલસ રહો. તો નિભાવી શકશો.

નોકરિયાત વર્ગ :-કામના બોજા વચ્ચે પણ પરિવારને સમય આપી શકશો.

વેપારીવર્ગ :-આર્થિક પ્રશ્નનો ઉકેલ મળે. પરંતુ ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- ઘર પરિવારમાં શાંતિ રહે પરંતુ ભાગીદારી નો પ્રશ્ન રહે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક:-૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના કાર્યો માં જેમ દિવસ પસાર થાય તેમ ભાર હળવો થતો જશે.

સ્ત્રીવર્ગ:- દિવસ ઘણો જ સારો વિતે. દાંપત્યજીવનમાં ખટપટ થવા ન દેવી. તબિયતની કાળજી લેવી.

લગ્ન ઈચ્છુક:- આપની ધારણા મુજબ સારા સમાચાર પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- હરવા-ફરવામાં મનગમતાં સાથીનો સાથ મળે.

નોકરિયાત વર્ગ:- આપને જુના કામ પતાવવામાં મુશ્કેલી પડે.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ મળે.સામાજિક કાર્યોમાં તેમજ ભાગીદારીમાં જાળવવું

પારિવારિક વાતાવરણ:- એકંદરે દિવસ સારો જાય. પરંતુ વિશ્વાસઘાત ન થાય તે જોવું.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:-૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અનિચ્છાએ આયોજન ન કરવું. ધીરજથી કામ લેવું.

સ્ત્રીવર્ગ:- પડોશીઓ માં વાતચીત અંગે ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:- વાતચીત બાબતે મનની શાંતિ રાખવી.

પ્રેમીજનો:- રંગીન વાતાવરણ મળે.

નોકરિયાત વર્ગ:- આપના રમૂજી સ્વભાવ થી કાર્યસ્થળે વાતાવરણ સારું રહે.

વેપારીવર્ગ:- વેપાર સારો મળે છે છતાં આર્થિક ભારણ રહે.

પારિવારિક વાતાવરણ:- ખુશનુમા રહે. પરંતુ પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:-૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે માનસિક સ્વસ્થતા જાળવવી.

સ્ત્રીવર્ગ:- પોતાની તબિયતની કાળજી લેવી. શાંતિ જાળવવી.

લગ્ન ઈચ્છુક:- ધાર્યુ કામ અટકતું લાગે. વિવાદની સંભાવના.

પ્રેમીજનો:- જેમ દિવસ પસાર થાય મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારીવર્ગ:- નિયમ ધારા-ધોરણો થી કામકાજમાં અડચણ રહી શકે.

પારિવારિક વાતાવરણ:- વાતાવરણ રંગીન રહે. સામાજિક વાતાવરણમાં સંભાળવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં અડચણ ગૂંચ સંભવ રહે.

સ્ત્રીવર્ગ:- મામા,મોસાળ માથી દુઃખદ સમાચાર મળી શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજથી સમય પસાર કરવો.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજ અંગેની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-કામકાજ સારું થાય. કાયદાકીય ગૂંચ નો આવે તે જોવું.

પારિવારિક વાતાવરણ:-વડીલોના તબિયતની કાળજી લેવી.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મહેનત વધારવી. મનની મુરાદ બર ન આવે.

સ્ત્રીવર્ગ:- ભાઈ બહેન સાથે પ્રતિકૂળ સમય વિતાવી શકો.

લગ્ન ઈચ્છુક:- બપોર બાદ શુભ સમાચાર મળે.

પ્રેમીજનો:- થોડી અશાંતિ રહે.

નોકરિયાત વર્ગ:- આજીવિકા અર્થે નાની મુસાફરી સંભવ બને.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ મળે. અગત્યનું કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- આંશિક અશાંતિ રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે આર્થિક મુશ્કેલી નો રસ્તો મળી શકે છે.

સ્ત્રીવર્ગ:- પરિવારની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- સારા સમયની થોડી રાહ જોવી.

પ્રેમીજનો:- મનની મુરાદ બર ન આવે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં વધારે મહેનત યુક્ત કાર્ય કરવા પડે.

વેપારીવર્ગ:-કામકાજને પહોંચી વળવામાં થોડી મુશ્કેલી લાગે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાઓ હલ થતી જણાય. ખર્ચ થી સંભાળવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક :-૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં અડચણ,વિઘ્ન આવે.

સ્ત્રીવર્ગ:- ઘરની જવાબદારી સાથે આવક માટે નોકરીની શોધ કરવી પડે.

લગ્ન ઈચ્છુક :-સાનુકૂળ તક. ગૂંચવણ દૂર થાય.

પ્રેમીજનો :-મુલાકાતો સંભવ રહે. વિઘ્ન આવી શકે.

નોકરિયાત વર્ગ :-નવા કાર્ય સ્થળે, ફેશન, પર્યટન, સ્થળે જવું હોય તેવી સંભાવના.

વેપારીવર્ગ:- અણધારી આવક મળી શકે.ખર્ચ વધે.

પારિવારિક વાતાવરણ:-રાચર લીલા અંગે ખર્ચ સંભવ બને.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૬

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ભણતરમાં ગણતર મળે નહિ. તેમ ચોક્કસ દિશા મળે નહીં.

સ્ત્રીવર્ગ:-અનુકૂળ વાતાવરણ. ધાર્યું કામ થાય.

લગ્ન ઈચ્છુક:-મનની મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ થાય.

નોકરિયાત વર્ગ:-આજીવિકાનો પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:-કોઈની અનામત વાપરવા મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:-ઘર-પરિવારમાં મહેમાનનું આગમન શક્ય છે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના આયોજન અંગે ઉતાવળિયો નિર્ણય ન કરવો.

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે નું કાર્ય થઈ શકે.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્ન વધારવા પડે. તાલ મળતો આવે.

પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થાય સંભાળવું.

નોકરિયાત વર્ગ:-નોકરી નું કામકાજ આજે વધુ પડતું સરળ જણાય.

વેપારીવર્ગ:-વેપાર અંગે સાનુકૂળ તક ઊભી કરી શકો.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક ચિંતા રહે. ખર્ચ થાય.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત