Site icon News Gujarat

ટોઈલેટની શીટમાં ફસાયેલા બાળકના પગ પકડીને મદદની ભીખ માગતો રહ્યો પિતા, પરંતુ….

કાનપુરની હેલટ હોસ્પિટલમાંથી બેદરકારીની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક સગર્ભા સ્ત્રીની ડિલિવરી શૌચાલયમાં જ થઈ ગઈ અને તેના નવજાત બાળકનું શૌચાલયની શીટમાં ફસાઈ જવાથી મૃત્યુ નિપજ્યું. પતિનો આરોપ છે કે પત્નીને રાત્રે પ્રસૂતિનો દુખાવો થતો હતો, પરંતુ ડોક્ટર કે નર્સે ધ્યાન આપ્યું નહીં, જ્યારે તે શૌચાલયમાં ગઈ, ત્યારે ત્યાં ડિલિવરી થઈ ગઈ.

ડિલિવરી વોર્ડમાં દાખલ કરવાનો ઇનકાર

image soucre

હકીકતમાં, મોબિનની પત્ની હસીના બાનોને બુધવારે રાત્રે તાવના કારણે હેલટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હસીના આઠ મહિનાની ગર્ભવતી હતી. તેણીને રાત્રે પ્રસૂતિ પીડા હતી પરંતુ વોર્ડની નર્સોએ તેને ડિલિવરી વોર્ડમાં દાખલ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે આ અમારો કેસ નથી, જ્યારે પરિવાર તેમને વિનંતી કરતો રહ્યો.

આ દરમિયાન, હસીના શૌચાલયમાં ગઈ, જ્યાં તેણીને શૌચાલયની શીટ પર જ ડિલિવરી થઈ ગઈઅને તેનું નવજાત બાળક શૌચાલયની ગટર લાઈનમાં ફસાઈ ગયું. મોબીનનો આરોપ છે કે મારું બાળક જન્મ સમયે જીવતું હતું, જ્યાં સુધીમાં ડોકટરો અને સ્ટાફ ઇમરજન્સીમાંથી આવ્યા અને શીટ તોડીને બાળકને કાઢ્યું ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું.

તેને બચાવવા માટે રડતો રહ્યો

image soucre

આ ઘટનાનું સૌથી દુખદાયક પાસું એ હતું કે આ દરમિયાન મોબીન બાળકના પગ પકડીને ટોઇલેટની શીટ પર ઉભો રહ્યો અને તેને બચાવવા માટે રડતો રહ્યો, પરંતુ બાળકને બચાવી શકાયો નહીં. મોબીનનો આરોપ છે કે બાળક શૌચાલયની શીટમાં ઉંધામાંથે પડ્યું હતું જ્યારે નીચે ગટરનું પાણી ભરેલુ હતું, બાળકને કાઢવામાં એટલો સમય લાગ્યો કે તે મરી ગયુ.

નવજાતે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું

image soucre

મોબીન ઉપરથી બાળકના પગ પકડીને મદદ માટે વિનંતી કરતો રહ્યો. મદદના અભાવે પરિવાર હેલટની ઇમરજન્સી વિભાગમાં પહોંચી ગયો. ઈમરજન્સીમાં ઇએમઓ અને અન્ય સ્ટાફ વોર્ડ નંબર 7 માં પહોંચ્યા. ત્યાર બાદ નવજાતને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળતાં શૌચાલયની શીટ તોડવામાં આવી. નવજાતને શૌચાલયમાંથી બહાર કાઢ્યો ત્યાં સુધીમાં નવજાતે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું.

મહિલાને લેબર પેઇન નહોતું

image soucre

આ બાબતે મેડિકલ કોલેજના આચાર્ય ડો.સંજય કાલા અને હેલટના અધિક્ષક ડો.રિચા ગિરી મૌન રહ્યા હતા, પરંતુ રાત્રે કોલેજ પ્રશાસન વતી પ્રેસ નોટ બહાર પાડીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલનું કહેવું છે કે મહિલાને લેબર પેઇન નહોતું, ડિલિવરી સમયે તેના બે બાળકો પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા.

Exit mobile version