સરકારની જોરદાર સુવિધા, હવે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક નહીં થાય, કંઈક આવો છે મામલો

તાજેતરમા સમચાર મળી રહ્યા છે કે, હવેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના તમામ ટોલ પ્લાઝા પર મંત્રાલયના અધિકારીઓ ચોવીસ કલાકની દેખરેખ રાખશે. હવે કોઈ ટોલ કંપની પ્લાઝા પર કોઇ મનમાની કરી શકશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલય (માર્ગ પરિવહન મંત્રાલય) આજકાલથી તમામ ટોલ પ્લાઝાને લાઇવ મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડાવા જઈ રહ્યું છે, જે પછી મંત્રાલયના અધિકારીઓ કચેરીમાં બેસીને જ દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે.

image source

સરકારનો હેતું ટ્રાફિક જામ ખતમ કરવાનો છે. જેમાં ધીમે ધીમે સરકારને સફળતા પણ મળી રહી છે. હવે પછી ક્યારેક નેશનલ હાઈવે પરથી પસાર થવાનું થાય તો ટોલ પ્લાઝા પર કેટલો ટ્રાફિક જામ છે એ જાણી શકાશે. એ હિસાબથી રૂટ પણ બદલી શકાશે. આ માટે સડક પરિવહન મંત્રાલયે એક રીયલ ટાઈમ ઓનલાઈન ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેમાંથી ટોલ નાકા પર દર મિનિટની અપડેટ મળી રહેશે. આ સિવાય મંત્રાલય એ વાત ઉપર પણ વિચાર કરી રહ્યું છે કે, કોઈ ટોલ પ્લાઝાની ફાસ્ટેગની લેન પર જો ટ્રાફિક નક્કી કરેલા સમય કરતા વધારે સમય સુધી રહેશે તો એને ફ્રી કરી દેવામાં આવશે.

image source

આ માટે શરૂઆતની કામગીરી માટે દેશભરમાં 752 ટોલ પ્લાઝા પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી 757 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત છે અને બાકીના રાજ્યોના રસ્તાઓ પર આવેલા છે. માર્ગ પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના તમામ ટોલ પ્લાઝાનુ લાઇવ દેખરેખ કરવા જઈ રહ્યું છે. માર્ગ પરિવહન મંત્રાલયના અધ્યક્ષ નીતિન ગડકરી સાહેબ સોમવારે આ નવી સિસ્ટમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. મંત્રાલયના અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, તમામ ટોલ પ્લાઝા એક નેટવર્ક સાથે જોડાશે અને તેમની દેખરેખ માટે અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે, નવી સિસ્ટમ દ્વારા ટોલ પ્લાઝાથી મળેલી અનેક પ્રકારની ફરિયાદો ઘટાડી શકશે અને મળેલી ફરિયાદોને નિરાકરણ માટે નવા પગલાં લઈ શકાશે.

image source

હાલમાં જ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાઇવ મોનિટરિંગથી સામાન્ય લોકોને અનેક રીતે ફાયદો થશે. જેમ કે, ટોલ પ્લાઝા ઉપર વાહનોની પહેલા ઘણી લાંબી કતારો થઈ જતી હતી. વાહનોની લાંબી લાઈન હોવા છતાં પણ અનેક વખત ટોલ કામદારો વધારાના ગેટ ખોલતા ન હતાં. આને કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ સિસ્ટમ લાગુ કર્યાં પછી વાહનોની ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો થવાની સંભાવના ઓછી છે અને જો વધારે લાંબી કતાર હોય તો તેવી પરસ્થિતિમાં મંત્રાલયમાં મોનિટરિંગ અધિકારીઓ તમામ ગેટ તાત્કાલિક ખોલવાની સૂચના આપી શકશે.

image source

સરકારે બે અઠવાડિયા પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે, ફાસ્ટેગ હવે ફરજિયાત છે. લાંબા સમય સુધી ટોલ પ્લાઝા પર ઊભા ન રહેવું પડે અને કેશની કોઈ માથાકુટ ન થાય એ માટે આ ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જોકે, જુદા જુદા વાહનોની લાંબી લાઈનને મોનિટર કરવા માટે સરકાર એક મોનિટરિંગ સિસ્ટમ પણ તૈયાર કરી રહી છે. આ મોનિટરિંગ સિસ્ટમ પરથી એક ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ એના પીક અવર્સ જાહેર કરવામાં આવશે. સરકાર આ માટે એક ચોક્કસ યાદી તૈયાર કરશે. આ સિવાય ટોલ કર્મચારી કે કંપની કોઈ પણ પ્રકારની મનસ્વી કામગીરી કરી શકશે નહીં. જો કોઈ ટોલ પ્લાઝાથી ફરિયાદ મળે છે તો અધિકારીઓ ત્યાંથી જરૂરી સૂચના આપી શકશે અને ફરિયાદનું નિરાકરણ તાત્કાલિક લાવી શકશે. જાણવા મળી રહ્યું છે કે, ટોલ પ્લાઝાથી થતો સંગ્રહ 90 ટકા પર પહોંચી ગયો છે, જે અગાઉ 60 થી 70 ટકા થતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!