હે ભગવાન આ બધું ક્યારે થમશે, હજુ તો આવતીકાલે PSIની પરીક્ષા છે અને એ પહેલાં જ વધુ એક કાંડ ખુલ્યો

સરકારી ભરતીમાં વધુ એક ગેરરીતિની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. શખ્સે PSIની પરીક્ષા માટે નાણાં ઉઘરાવ્યા હતા. ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવવા નાણાં લીધા. નાણાં ઉઘરાવ્યાની પોલીસ ફરિયાદ થઈ હતી.

ગુજરાત પોલસીની પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની પરીક્ષા આવતીકાલે 6 માર્ચના રોજ યોજાશે. આ પરીક્ષાના કોલ લેટર્સ ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા પણ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના 24 કલાક પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં યોજાનારી પરીક્ષાના જુદા જુદા કેન્દ્રોમાં પરીક્ષા સુચારું રીતે લઈ શકાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે

image source

પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રોની આસપાસના સ્થળ પર લાઉડ સ્પીકરો વગાડવા પર પ્રતિબંધ
પરીક્ષા સ્થળ પર સમક્ષ અધિકારી સિવાયના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ
પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમયે બિનઅધિકૃક વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવું કોઈપણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ

અમદાવાદ પોલીસ કમિશરનનું આ જાહેરાનામું અમદાવાદ પોલીસ શહેરની હદમા આવતા પરીક્ષા કેન્દ્રો પર સવારે 7.00 વાગ્યાથી બપોરે 13.00 કલાક સુધી અમલમાં રહેશે. એટલે કે સાતથી એક વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.