ટોયોટાએ લોન્ચ કરી નાની ઇલેક્ટ્રિક કાર, અકસ્માત ટાળવા માટે છે જોરદાર સુવિધા, જાણો કિંમત અને ફિચર્સ
ટોયોટા મોટર કોર્પોરેશન (Toyota Motor Corporation) એ તાજેતરમાં જ આકારમાં સૌથી નાની એવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ પોતાની પોતાની આ અલ્ટ્રા કોમ્પેક્ટ BEV એટલે કે બેટરી ઇલેક્ટ્રીક વહીકલનું નામ C+pod રાખ્યું છે. કંપની તેના લિમિટેડ મોડલોનું વેંચાણ કરશે. આ કારને ખાસ કરીને એવા સ્થાનો માટે તૈયાર કરાઈ છે જ્યાં મોટી કારોને વાળવી અને ચલાવવી મુશ્કેલ હોય છે.

એ સિવાય તેમાં પેડિસ્ટ્રીયનની ટક્કર સામે રક્ષણ માટે વિશેષ પ્રકારના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સરળ ભાષામાં વાત કરીએ તો ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં રાહદારીઓ સાથે કાર ટકરાઈ ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
C+pod કારની બેટરી

કારમાં પાવર માટે 9.06 kWh ની લીથીયમ ઓયન બેટરી આપવામાં આવી છે જે તેના ફ્લોરના નીચે ગોઠવાયેલી છે. તેની મોટર 12 hp નો મેક્સિમમ પાવર અને 56 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. Toyota કંપનીના દાવા મુજબ C+pod કાર રોડ પર 150 કિલોમીટરની રેન્જ આપશે. એટલે કે એક વખત કારની બેટરી ફૂલ ચાર્જ કર્યા બાદ તે રોકાયા વિના 150 કિલોમીટરનું અંતર કાપી શકશે. 200V/16A પાવર સપ્લાયની મદદથી આ કાર ફક્ત 5 કલાકમાં જ ફૂલ ચાર્જ થઈ શકે છે. જ્યારે 100V/6A સ્ટાન્ડર્ડ પાવર સપ્લાયની મદદથી કારની બેટરી ફૂલ ચાર્જ કરવામાં 16 કલાકનો સમય લાગશે.

Toyota C+pod ની લંબાઈ 2490 મિલીમીટર, પહોળાઈ 1290 મિલીમીટર અને ઊંચાઈ 1550 મિલીમીટર છે. કારની વિશેષતા અને ધ્યાન ખેંચનારી બાબત કારનું શ્રેષ્ઠ ડાયમેંનશન છે. કારનું ટર્નિંગ રેડિયસ 3.9 મીટર છે જેથી ભીડભાડ વાળા અને સાંકડા વિસ્તારોમાંથી તેનો વળાંક લેવો સરળ છે.
કાર ઇલેક્ટ્રિક ખરી પણ કિંમત ભારતીયો માટે મોંઘી સાબિત થાય તેવી

Toyota એ પોતાની આ C+pod કાર બે વેરીએન્ટમાં લોન્ચ કરી છે. તેના X ટ્રીમનો વજન 670 કિલોગ્રામ છે. જ્યારે તેના G ટ્રીમનો વજન 690 કિલોગ્રામ છે. આ કારની કિંમતની વાત કરીએ તો C+pod ના X વેરીએન્ટની કિંમત 1.65 મિલિયન યેન એટલે કે અંદાજે 11.5 લાખ ભારતીય રૂપિયા છે જ્યારે તેના G વેરીએન્ટની કિંમત 1.71 મિલિયન યેન એટલે કે અંદાજે 12.15 લાખ ભારતીય રૂપિયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત