ટ્રેકિંગના શોખીનો એક વાર અચુક જજો આ જગ્યાઓએ, પૈસા વસુલ થઇ જશે

ભારત હરવા ફરવાના શોખીન લોકો માટે પસંદગીની જગ્યા છે. દર વર્ષે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ભારતની સૈર કરે છે. જો કે બધા લોકોની ફરવા ક્વાની જગ્યા અલગ અલગ હોય છે. જેમ કે કોઈને હિલ સ્ટેશનમાં ફરવાનું પસંદ હોય છે તો જોઈને ઐતિહાસિક જગ્યાઓએ ફરવાનું પસંદ હોય છે. તો વળી, અમુક લોકોને એડવેન્ચર માણવાનો શોખ હોય છે અને તેઓ ટ્રેકિંગ કરી શકે તેવી જગ્યાઓની શોધમાં હોય છે.

પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે છેલ્લા લાંબા સમયથી લોકડાઉન લાગુ થયેલ હતું જેના કારણે પર્યટન સ્થળો પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા હતા. જો કે હાલના સમયમાં શરતોને આધિન લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે અને આગામી સમયમાં કદાચ લોકડાઉન સાવ સમાપ્ત પણ કરી દેવામાં આવી શકે. ત્યારે જો તમે પણ ટ્રેકિંગ કરવાનો શોખ ધરાવતા હોય અને આવા સ્થળે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો અહીં અમે તમને આવી જ અમુક જગ્યાઓ વિશે જણાવીશું.

ગોઇચા લા

image source

સિક્કિમમાં સ્થિત ગોઇચા લા પોતાની ખૂબસૂરતી માટે પર્યટકોમાં પ્રસિદ્ધ છે. અહીંથી તમે હિમાલયની ચોટી અને કંચનજંઘા પરથી જોવા મળતા સૂર્યોદયનો અદભુત નજારો જોઈ શકો છો. ગોઇચા લા દર વર્ષે ટ્રેકિંગના શોખીનો આવે છે અને મન ભરીને ટ્રેકિંગ અને એડવેન્ચરનો લાભ ઉઠાવે છે. તમારે પણ ટ્રેકિંગનો અનુભવ લેવો હોય તો તમે પણ ગોઇચા લા ફરવા જઈ શકો છો.

રૂપકુંડ

image source

ઉત્તરાખંડમાં આવેલ રૂપકુંડની સુંદરતાની વાતો તો તમે સાંભળી જ હશે. આ જગ્યા રૂપકુંડ નામના તળાવ માટે પણ પ્રસિદ્ધ છે જે પાંચ હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો પહોંચે છે અને ટ્રેકિંગનો લાભ ઉઠાવે છે. તમે પણ અહીં આવીને ટ્રેકિંગ કરી શકો છો અને આ માટે તમારી સાથે એક ગાઈડ પણ લઈ શકો છો. ગાઈડ એટલા માટે કારણ કે અહીંના રસ્તાઓ લીલા મેદાનો અને સાંકળા જંગલમાંથી થઈને પસાર થાય છે.

હામ્ટા પાસ

image source

હિમાચલ પ્રદેશમાં સ્થિત હામ્ટા એક ખુબસુરત જગ્યા છે અને સાથે ટ્રેકિંગ કરવાના શોખીન લોકો માટે આ પસંદગીની જગ્યા પણ છે. આ ટ્રેક કુલ્લુ ઘાટીના હામ્ટા પાસથી શરૂ થઈને સ્પીતી ઘાટી સુધી પહોંચે છે જો તમે નવું નવું ટ્રેકિંગ કરવાનું શીખ્યા હોય તો તમારા માટે આ જગ્યા એકદમ બરાબર છે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.

ચેંબ્રા પિક

image source

ચેંબ્રા પિક કેરળમાં આવેલું છે. કેરળ આમ પણ કુદરતી સૌંદર્યને કારણે પર્યટકોની ફેવરિટ જગ્યા છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો કેરળ ફરવા માટે આવે છે. ખાસ કરીને ટ્રેકિંગ કરવાના શોખીન લોકોને આ જગ્યા બહુ પસંદ આવે છે અને તેઓ મન ભરીને ટ્રેકિંગ કરે છે. જો તમને પણ ટ્રેકિંગનો શોખ હોય તો કેરળના ચેંબ્રા પિક ખાતે ફરવા આવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!