શું તમે જાણો ટ્રાફિક સિગ્નલમાં લાલ, લીલો અને પીળો આ ત્રણ રંગોનો જ કેમ કરવામાં આવે છે ઉપયોગ? અન્ય કોઈ રંગોનો કેમ નહિ?

રોડ રસ્તા પર સુરક્ષિત રીતે વાહન વ્યવહાર ચાલે એ માટે વિવિધ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આ ટ્રાફિક નિયમોમાં સૌથી પ્રચલિત નિયમ ટ્રાફિક સિગ્નલનો પણ છે. ટ્રાફિક સિગ્નલ વિશેની મૂળભૂત માહિતી તો સૌ કોઈ જાણતા જ હોય છે છતાં જણાવી દઈએ કે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગો હોય છે લાલ, પીળો અને લીલો. પણ શું તમે એ જાણો ચો કે ટ્રાફિક સિગ્નલમાં આ ત્રણ રંગોનો ઉપયોગ જ કેમ કરવામાં આવે છે ? અન્ય કોઈ રંગોનો કેમ નહિ ?

image source

સૌ પહેલા તો આપણે આ ત્રણ રંગોની ટ્રાફિક લાઇટનો અર્થ જાણી લઈએ. સિગ્નલમાં લાલ રંગની ટ્રાફિક લાઈટ ચાલુ થવાનો અર્થ એ છે કે તમે તમારી ગાડીને રોકી દો. ટ્રાફિક સિગ્નલમાં પીળા રંગની લાઈટ થાય તો તેનો અર્થ એ છે કે તમે આગળ વધવા માટે તૈયાર રહો અને જયારે સિગ્નલમાં લીલા રંગની લાઈટ થાય તો તેનો મતલબ એ કે તમે આગળ વધી શકો છો.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સૌથી પહેલા ટ્રાફિક લાઈટ 10 ડિસૅમ્બર 1868 માં લંડનના હાઉસ ઓફ પાર્લામેન્ટ સામે લગાવવામાં આવી હતી. આ લાઇટને જેકે નાઈટ નામના એક રેલવે એન્જીનીયરે લગાવી હતી. એ સમયે રાત્રીના અંધકારમાં પણ સિગ્નલની લાઈટ દેખાઈ શકે એ માટે તેમાં ગેસ ભરવામાં આવતો. જો કે તે લાંબા સમય સુધી ન ચાલતું કારણ કે ગેસના કારણે સિગ્નલ ફૂટી જતા હતા. ખાસ વાત એ હતી કે ત્યારના એ ટ્રાફિક સિગ્નલમાં ફક્ત બે રંગોની લાઇટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

એ ઉપરાંત વિશ્વનું પ્રથમ ઓટોમેટિક ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઈટ સિગ્નલ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં વર્ષ 1890 માં લગાવવામાં આવી હતી. અને હાલ એ જ પ્રણાલી મુજબના ટ્રાફિક સિગ્નલો દુનિયાભરમાં ઠેકઠેકાણે છે.

image source

હવે અપને મૂળ વાત પાર આવીએ કે ટ્રાફિક સિગ્નલોમાં આખરે લાલ, પીળો અને લીલો એ ત્રણ રંગનો ઉપયોગ જ કેમ થાય છે ? અન્ય રંગો કેમ નહિ ? તો તેના પાછળનું કારણ એ છે કે લાલ રંગ અન્ય રંગોની સરખામણીએ ઘટ્ટ હોય છે અને તેને દૂરથી જ જોઈ શકાય છે. એ સિવાય લાલ રંગ એ વાતનો પણ સંકેત આપે છે કે આગળ જોખમ છે જેથી તમે અહીં ઉભા રહી જાઓ.

image source

ટ્રાફિક સિગ્નલમાં પીળા રંગનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે આ રંગ ઉર્જા અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ એવો સંદેશ આપે છે કે તમારી ઉર્જાને એકઠી કરી રસ્તા પર ફરીથી ચાલવા માટે તૈયાર થઇ જાઓ.

image source

લીલો રંગ પ્રકૃતિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલમાં આ રંગનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે આ રંગ જોખમથી બિલકુલ વિપરીત છે. આ રંગ આંખોને પણ આરામ આપે છે. તેનો અર્થ એ થાય છે કે હવે તમે કોઈપણ જોખમ વિના આગળ વધી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત