મુસાફરી કરવું થશે સરળ, ભારતીય રેલ્વેમાં મળશે ખાસ અને નવી સુવિધાઓ

ભારતીય રેલ્વેએ એસી કોચમાં સફર કરનારા માટે એક સારા સમાચાર આપ્યા છે. હવે લોકો મોટી સંખ્યામાં એસી કોચમાં સફર કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે આ કામ જરૂરી બન્યું છે. ભારતીય રેલ્વે કોચ ફેક્ટ્રીએ નવા એસી કોચ તૈયાર કર્યા છે જેમાં સીટની સંખ્યાને વધારી દેવામાં આવી છે. આ કોચનું ટેસ્ટિંગ થવાનું હજુ બાકી છે. તો જાણો આ ખાસ પ્રકારના અને ખાસ સુવિધા વાળા કોચને વિશે.

એસી કોટમાં સીટની સંખ્યાને વધારાઈ

image source

રેલ્વે કોચ ફેક્ટ્રીએ એસી કોચમાં 83 સીટની સુવિધા રાખી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ 2006માં ગરીબ રથ એસી ટ્રેન કાઢી હતી. તેમાં એસી 3 કોટના ડબ્બામાં સૌથી વધારે સીટ રહેતી. આ ડબ્બામાં 74 સીટ હતી. તો રેલ્વે કોચ ફેક્ટ્રીના નવા કોટમાં 83 સીટ હોવાનું કહેવાયું છે. આ સાથે આ કોચમાં સીટના આકારને પણ થોડો ચેન્જ કરવામાં આવ્યો છે જેથી મુસાફરોને સુવિધા રહેશે. અત્યાર સુધી રેલ્વેના એસી કોચમાં ફક્ત ત્રણ વર્ગ હતા પરંતુ હવે ‘એસી થ્રી ટાયર ઇકોનોમી ક્લાસ’ નામનો નવો વર્ગ ટૂંક સમયમાં શરૂ થનાર છે. જેમાં અત્યારના કોચના એસી કોચને પ્રથમ એસી, સેકન્ડ એસી અને ત્રીજા એસીના ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યા હતા. પરંતુ હવે એક ચોથો વર્ગ પણ હશે જેને થ્રી ટાયર એસી ઇકોનોમી ક્લાસ કહેવાશે.

થર્ડ એસી અને થર્ડ એસી ઇકોનોમી ક્લાસમાં છે આ મોટો ફરક

image source

થર્ડ એસી અને થર્ડ એસી ઇકોનોમી ક્લાસ બંને કોચ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ત્રીજા એસીમાં હાલમાં 72 બર્થ છે જ્યારે ત્રીજા એસી ઇકોનોમી ક્લાસમાં 83 બર્થ હશે. એટલે કે તેમાં વધુ 11 બર્થ હશે.થ્રી ટાયર ઇકોનોમી ક્લાસ અથવા થર્ડ એસી ઇકોનોમી ક્લાસના નવા કોચમાં મુસાફરી કરતા લોકોનો મુસાફરી મોંઘી નહી પડે. તેનું ભાડું થર્ડ એસીના ભાડા જેટલું હશે. પરંતુ થર્ડ એસીનું ભાડુ વધારવામાં આવશે.

રેલ્વે કોચ ફેક્ટ્રીમાં કરાયા અનેક ફેરફારો

image source

ભારતીય રેલ્વેએ આ નવા કોચમાં દરેક યાત્રીઓનું ધ્યાન રાખ્યું છે. આ કોચમાં નવા ફોલ્ડિંગ ટેબલ પણ આપવામાં આવ્યા છે. યાત્રીઓને મોબાઈલ ચાર્જિંગ માટે ચાર્જિંગ પોઈન્ટની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે વાંચનારા લોકો માટે રીડિંગ લાઈટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે. તમને જણાવી દઈએ કે આ કોચમાં સીડીને પણ નવું રૂપ અપાયું છે, સીટની પહોળાઈને ઓછી કરવામાં આવી છે.

નવા કોચનું ટ્રાયલ લખનઉમાં આરડીએસઓ મોકલાશે

image source

રેલ્વે કોચ ફેક્ટ્રીના આ નવા કોચમાં દિવ્યાંગ માટે પણ અનેક સુવિધાઓ રાખવામાં આવી છે. તેમને માટે ટોયલેટ પણ ખાસ રીતે બનાવાયું છે. તેની સાથે એક કોચનો એક નમૂનો બનાવાયો છે. હવે આ નવા કોચનું ટ્રાયલ કરવાનું બાકી છે તેના માટે તેને લખનઉમાં આરડીએસઓ મોકલાશે. અહીં આ કોચની દરેક રીતે તપાસ કરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!