આ રીતે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ પર બદલી શકશો પેસેન્જરનું નામ, ખૂબ જ સરળ છે ડિટેલ્સ બદલવી, જાણો તમામ માહિતી

કોરોના વાયરસની માહામારીના કારણે આખાએ દેશની લાઇફ લાઇન એવી ઇન્ડિયન રેલ્વે પણ પોતાની સેવાઓ સુચારુ રીતે શરૂ નથી કરી શકી. પેસેન્જર ટ્રેન માર્ચ 2020થી જ રદ કરી દેવામાં આવી હતી. ફેસ્ટિવ સિઝનને જોતાં કેટલીક સ્પેશિયલ ટ્રેન ઉપરાંત માત્ર પાર્સલ ટ્રેનો જ ચાલી રહી છે. હાલ એ કહેવું મુશ્કેલ છે કે ટ્રેન પાછી પાટા પર ક્યારે આવશે. જો કે, રેલ્વે લાંબા સમય માટે ટ્રોનોની ટિકિટનું બુકિંગ કરી રહ્યું છે. તેવામાં જો તમે પણ ટીકીટ બૂક કરાવી ચૂક્યા છો અથવા બૂક કરાવવા જઈ રહ્યા છો તો તમને જણાવી દઈ કે તેમાં કેટલાક નિયમો છે જેની તમારે જાણકારી રાખવી જોઈએ.

image source

ઓનલાઈન ટિકિટ બુકિંગ દરમિયાન હંમેશા લોકો પેસેંજરનું નામ ભરવામાં ભૂલ કરી દેતા હોય છે. તેની અસર એ થાય છે કે કાં તો તમે પ્રવાસ નથી કરી શકતા અથવા તો તમારે ટિકિટ કેંસલ કરાવવી પડે છે. ઘણીવાર એવું થતું હોય છે કે તમારી ટીકીટને બૂક તો તમે કરાવી લો છો, પણ યાત્રા પહેલાં તમારો પ્લાન બદલાઈ જાય છે. અને તેવામાં હંમેશા લોકો વિચારે છે કે તેમની ટિકિટ પર કોઈ બીજું સફર કરી શકે. પણ, તમારી ટિકિટ પર કોઈ બીજું કેવી રીતે સફર કરી શકે ?

image source

પણ હવે તેવું શક્ય છે. તમે તમારી કન્ફર્મ ટિકિટ પર પોતાના જ કોઈ ફેમિલિ મેંબરને સફર કરાવી શકો છો, જો કે તેના માટે તમારે પેસેન્જરનું નામ બદલવાનું રહેશે. IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે છે કે પોતાની ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકાય. જો કે આ ફેરફાર એક ટિકિટ પર એક જ વાર કરી શકાય છે, પણ તમને કદાચ ખબર નહી હોય કે કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ કેવી રીતે બદલાય. આ ખુબ જ સરળ છે. તો ચાલો તમને જણાવીએ કે નામ કેવી રીતે બદલવું.

ટિકિટ પર પેસેન્જરનું નામ કેવી રીતે બદલવું

image source

– તેના માટે તમારે સૌ પ્રથમ તો તમારી ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે તેની પ્રિન્ટ આઉટ લેવી.

– ત્યાર બાદ તમારે તે પ્રિન્ટ આઉટ લઈને તમારા શહેરના રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જવું.

– ટિકિટ પર જે વ્યક્તિનું નામ નાખવામાં આવ્યું છે, તેનું ઓરિજનલ આઇડી પ્રૂફ અને તેની ફોટો કોપી તમારે સાથે લઈ જવી.

image source

– રેલ્વે રિઝર્વેશન કાઉન્ટરથી તમારે જે પેસેન્જરના નામ પર ટિકિટ લીધી છે તેની જગ્યાએ જે વ્યક્તિ સફર કરવાનું છે તેનું નામ નખાવી લેવું.

– ધ્યાન રાખો કે ટ્રેનના ડિપાર્ચરથી 24 કલાક પહેલાં જ રિઝર્વેસન કાઉન્ટર પર પ્રવાસીનું નામ બદલાવી શકાય છે. ત્યાર બાદ આ સુવિધા બંધ થઈ જાય છે.

– તમારી કન્ફર્મ ટિકિટ પર માતા-પિતા, ભાઈ, બહેન, દીકરો, દીકરી, પતિ, પત્ની નું જ નામ તમે ટ્રાન્સફર કરાવી શકો છે.

આઈડી પ્રૂફમાં શું રાખવું

image source

આઈડી પ્રૂફ તરીકે તમે તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, નેશનલાઇઝ્ડ બેંકની પાસબુક, વોટર આઇડી કાર્ડ, કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી જો કોઈ ફોટો આઈડીકાર્ડ આપવામાં આવ્યું હોય તો તે, વેલિડ સ્ટુડન્ટ આઇકાર્ડ, ફોટોવાલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત