3 મે સુધી રેલ્વેની તમામ પેસેન્જર ટ્રેન રદ્દ, એડવાન્સ બુકિંગ પણ બંધ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ દરમિયાન ટ્રેન અને વિમાન સેવા પહેલાની જેમ જ રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત રેલ્વેએ ટ્રેનમાં એડવાંસ ટિકિટ બુકિંગ પણ બંધ કર્યું છે. તેનો અર્થ છે કે લોકો 3 મે પછીની તારીખનું બુકિંગ પણ કરી શકશે નહીં.
આ નિયમ ઈંટરનેટથી ટિકિટ બુક કરાવવા પર પણ લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે 21 દિવસના લોકડાઉની ઘોષણા થઈ હતી તો લોકોએ 15 એપ્રિલ પછીની ટિકિટો બુક કરાવી હતી કારણ કે ત્યારે તેના પર રોક ન હતી. પરંતુ લોકડાઉન લંબાતા આવા લોકોને મોટો ઝટકો લાગ્યો છે જેણે 15 એપ્રિલ પછી ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો.
આ સ્થિતિમાં હવે લોકો માટે એક જ રસ્તો છે કે હાલ તેઓ કોઈ ટ્રાવેલ પ્લાન ન બનાવે કારણ કે રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન ટિકિટ કેન્સલેશનની સુવિધા મળશે. કોરોના વાયરસના કારણે લોકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે અને લોકો ટ્રાવેલ પ્લાન ન કરે. જો કે લોકોને રેલ્વે વિભાગ ટિકિટ કેન્સલ કરવાની સુવિધા આપશે જ.
રિફંડનું શું ?

જો તમે 3 મે સુધીના સમય માટે રેલ્વે ટિકિટ કરાવી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આઈઆરસીટીસી અનુસાર યાત્રીઓને તેમનું રિફંટ મળશે ખરું શક્ય છે કે તેમને પૈસા ઓછા મળે.
તેથી યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તે ઈ-ટિકિટ રદ્દ ન કરે. રેલ્વે જેને રદ્દ કરી ચુકી છે. રેલ્વે તરફથી રદ્દ કરાયેલી ટિકિટના યાત્રીઓને પૂરા પૈસા પરત મળી જશે. જો કોઈએ કાઉંટર પરથી ટિકિટ બુક કરાવી છે તો 21 જૂન સુધી રિફંડ મળશે.