Site icon News Gujarat

ત્રણ સગી બહેનોએ ટ્રેનથી કપાઈને આપી દીધો જીવ, માતા લડી એટલે ઉઠાવ્યું પગલું, ગરીબીથી લડી રહ્યો હતો પરિવાર

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં વારાણસી-સુલતાનપુર રેલ સેક્શન પર ફટ્ટુપુર રેલ્વે ક્રોસિંગ પાસે તેમની માતાએ તેમને ઠપકો આપ્યા બાદ ત્રણ સગી બહેનોએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. માહિતી મળતાં પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહિરોલી ગામમાં રહેતા રાજેન્દ્ર ગૌતમને પાંચ પુત્રીઓ રેણુ, જ્યોતિ, પ્રીતિ કે જેની ઉંમર 16 વર્ષ, આરતી કે જેની ઉંમર 14 વર્ષ, કાજલ કે જેની ઉંમર 11 વર્ષ અને એક પુત્ર ગણેશ કે જેની ઉંમર 18 વર્ષ છે. રાજેન્દ્ર ગૌતમનું 9 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમની પત્ની આશા દેવી બંને આંખોથી અંધ છે. પરિવાર ગરીબી સામે સંપૂર્ણ રીતે લડી રહ્યો છે

image source

વિધવા પેન્શનના નામે માતાને દર મહિને 500 મળે છે, જ્યારે પુત્ર ગણેશ ગામમાં જ રોજના મજૂર તરીકે કામ કરતો હતો. જ્યારે દીકરીઓ લણણી, થ્રેસીંગ કરતી હતી. પરિવારનો ખર્ચ જેમ તેમ કરીને ચાલી રહ્યો હતો. રેણુના લગ્ન આ વર્ષે મે મહિનામાં થયા હતા

ગણેશના જણાવ્યા મુજબ, પ્રીતિ, આરતી અને કાજલ ગુરુવારે સાંજે લાકડા લેવા ગયા હતા, જ્યારે તેઓ સાંજે 5 વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ તેમને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. માતા સાથે ઝઘડો કર્યા બાદ ત્રણેય ઘરેથી તેની માસીના ઘરે સિંગરામળ જવા રવાના થયા હતા.

image source

અહી રાત્રીના 8 વાગ્યાના અરસામાં ભાઈ મજુરી કામ કરી ઘરે આવ્યો ત્યારે તેને ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. અહીં ત્રણેય યુવતીઓ ગામથી દૂર વારાણસી-સુલ્તાનપુર રેલ બ્લોક પર પહોંચી હતી. જ્યાં ત્રણેય વારાણસી-લખનૌ એક્સપ્રેસ વેની સામે ફત્તુપુર ગેટની પશ્ચિમ બાજુએ રાત્રે 11 વાગ્યે કૂદીને આત્મહત્યા કરી હતી.

image soucre

પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે હરપાલગંજ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. જ્યાંથી ઘટનાની જાણ બદલાપુર પોલીસને કરવામાં આવી હતી. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને એક મોબાઈલ મળ્યો જેના પર પાડોશીનો કોલ આવી રહ્યો હતો. જેની સાથે વાત કરતાં ત્રણેયની ઓળખ થઈ હતી અને પીડિતાના પરિવારને જાણ કરવામાં આવી હતી. બદલાપુર પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

Exit mobile version