Site icon News Gujarat

10 જેટલી ટનલ અને 258 બ્રિજ પરથી પસાર થાય છે ભારતની આ ટ્રેન, તમે પણ એક વખત ચોક્કસ કરો અનુભવ

જુના સમયમાં જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે યાત્રા કરવાની થતી ત્યારે ઘોડા કે બળદ દ્વારા ચાલતી બળદગાડી અને ઘોડાગાડી દ્વારા જવું પડતું. એ સિવાય નાના અંતર સુધી જવા માટે લોકો સાયકલ કે પગપાળા જ જતા. પરંતુ હવે સમય બદલાયો છે અને હવે ક્યાંક જવા માટે એ નથી વિચારવું પડતું કે ત્યાં આપણે કેવી રીતે જઈશું. કારણ કે હવે મુસાફરી કરવાના સ્ત્રોત વધી ગયા છે. કાર, ટેક્સી, બસ, ટ્રેન અને વિમાન જેવા આધુનિક વાહનો દ્વારા લોકો લાંબા અને ટૂંકા અંતરની મુસાફરી પોતાના સમયે કરી શકે છે. જો તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે ઉપર જણાવ્યા તે મુજબના વાહન વિકલ્પો પૈકી એક એવા ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ભારતની અનેક ટ્રેનો અનેક કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થાનોની વચ્ચેથી પસાર થતી હોય છે જેના કારણે ટ્રેનમાં પ્રવાસ કરવાનો આનંદ પણ બેવડાય જાય છે. એ સિવાય પણ ટ્રેન યાત્રાની અનેક ખાસિયતો છે. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી આર્ટિકલમાં આપણે ભારતની લાજવાબ ટ્રેન વિશે જાણીશું.

image source

અસલમાં ભારતીય રેલવેએ એક પછી એક અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે અને હવે ઊંચા ઊંચા પહાડો પરથી પણ ભારતીય રેલવેની ટ્રેનો પુરપાટ દોડી રહી છે. આવા જ પહાડો ધરાવતી પ્રાકૃતિક જગ્યા છે જમ્મુ કાશ્મીર. અહીંની નીલગીરી માઉન્ટન રેલવે તેના શાનદાર ટ્રેકને કારણે પર્યટકોમાં ફેવરિટ છે અને વિશ્વભરમાં પણ તે સારી એવી લોકપ્રિય બની છે. આ ટ્રેનનો ટ્રેક કુદરતી સૌંદર્યથી ભરપૂર વાદીઓમાંથી પસાર થાય છે અને આ યાત્રામાં ભાગ લેનાર યાત્રીઓને અદભુત લ્હાવો આપે છે અને તેમાં પર્યટકોને એવા નજારા જોવા મળે છે જે તેણે ભાગ્યે જ જોયા હોય.

image source

નીલગીરી માઉન્ટન રેલવેને મેટ્ટુપાલયમ અને ઉટી વચ્ચે ટ્રેન સેવાઓ માટે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. નીલગીરી માઉન્ટન રેલવેમાં મુસાફરી કરવા દરમિયાન તમિલનાડુના કુન્નુરથી ઉટી સુધી આ યાત્રા ચાલે છે. જ્યારે દક્ષિણ ભારતના બે સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન ઉટી અને કુન્નુરને પણ આ ટ્રેન જોડે છે. આ ટ્રેન વરાળથી ચાલે છે એટલુ જ નહીં પણ આ રૂટને યુનેસ્કો દ્વારા હેરીટેઝ સાઇટ પણ જાહેર કરાઈ હતી. દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આ યાત્રાનો આનંદ ઉઠાવે છે અને વાદીઓ વચ્ચે એક અલગ જ અનુભવ માણે છે.

image source

આ રૂટ પર ચાલનારી ટ્રેનમાં સ્વિસ એક્સ કલાસ કોલસા વાળું એન્જીન વપરાય છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ એન્જીન વિશ્વના સૌથી જુના એન્જીન પૈકી એક છે. વળી, આ રૂટ પર 13 રેલવે સ્ટેશન આવે છે જે કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ બનેલા છે. આ ટ્રેનમાં યાત્રા કરતા સમયે એવો અનુભવ થાય છે જાણે તમે આકાશમાં મુસાફરી કરી રહ્યા હોય કારણ કે આ ટ્રેન લાજવાબ અને સુંદર વાદીઓમાંથી પસાર થાય છે.

image source

ઊંચા પહાડો અને ખુબસુરત વાદીઓ વચ્ચેથી પસાર થતા આ રેલવે ટ્રેક વર્ષ 1908 માં બનાવવામાં આવ્યો હતો. અને તેને બનાવવા માટે 18 વર્ષનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં આ ટ્રેનના ચાર ડબ્બામાં 180 સીટ હોય છે. એવું કહેવાય છે કે આ ટ્રેન એશિયાની સૌથી ઊંચી અને લાંબી મીટર ગેજ પર ચાલતી ટ્રેન છે. મીડિયા અહેવાલો અનુસાર આ ટ્રેનના રૂટ પર 10 થી વધુ ટનલ અને 258 બ્રિજ પરથી પસાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version