Site icon News Gujarat

બે વર્ષની બાળકી પડી ગઈ ટ્રેનના પાટા પર – ટ્રેન તેના પરથી પસાર જ થવાની હતી અને ત્યાં જ…

માતાપિતાની ભૂલથી બે વર્ષની બાળકી પડી ગઈ ટ્રેનના પાટા પર – ટ્રેન તેના પરથી પસાર જ થવાની હતી અને ત્યાં જ…

લોકડાઉન દરમિયાન આપણે એક અત્યંત ખરાબ સમાચાર સાંભળ્યા હતા. જેમાં ઔરાંગાબાદ ખાતે એક ટ્રેન ટ્રેજેડી ઘટી હતી. જેમાં 16 મજૂરો કે જેઓ પાટાના સહારે સહારે પોતાના વતને પગપાળા પાછા જઈ રહ્યા હતા. તેઓ થાકીને પાટા આગળ સુઈ જતાં તેમના પરથી ટ્રેઇન પસાર થઈ ગઈ હતી અને તેમના કરુણ મૃત્યુ થયા હતા. પણ આજની આ સ્ટોરી પોઝિટિવ છે. અહીં એક બાળકીનો આબાદ બચાવ થયો છે.

image source

ગુજરાતના સૂરત રેલ્વે સ્ટેશન પર પાટા પર પડી ગયેલી બે વર્ષની બાળકીને ટ્રેન ચાલે તે પહેલાં જ અલાર્મ ચેન ખેંચીને બચાવી લેવામાં આવી હતી. મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે 19મી ઓગસ્ટના રોજ એક દંપત્તિ પોતાની બે વર્ષની બાળકી સાથે મુંબઈ સેન્ટ્રલથી જયપુર જતી ખાસ ટ્રેનમાં સેકન્ડ ક્લાસના કોચમાં સફર કરી રહ્યા હતા તેઓ વાપીથી સૂરત જઈ રહ્યા હતા.

image source

સૂરત સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. એક પર બાળકી સાથે જ્યારે તેના માતાપિતા ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે તેઓ પ્લેટફોર્મ પર આગળ જતા રહ્યા અને તેઓ એ વાતથી અજાણ હતા કે તેમની નાનકડી બાળકી એસ-5 કોચની પાસે પાટા પર પડી ગઈ છે.

image source

સંજોગઅવશાત આ ટ્રેનમાં એસ-3, એસ – 4 અને એસ 5 કોચના ટિકિટ ચેકર. કે.એસ. સોલંકીની નજર બાળકી પર પડી અને તેમણે જોયું કે ટ્રેન શરૂ થવાની હતી કારણ કે ટ્રેનને લીલો ઝંડો બતાવી દેવામા આવ્યો હતો. ત્યારે તેમણે પોતાની આંતર સુજ અને ત્વરિત નરિર્ણયથી એસ-4ની પહેલી કેબિનમાં પહોંચીને ટ્રેનને આગળ વધતી રોકવા માટે તરત જ અલાર્મ ચેન ખેંચી લીધી

અને પાછા તે જ જગ્યાએ પાછા ફર્યા જ્યાં બાળકી પડી ગઈ હતી. તેમણે યાત્રીઓની મદદથી ટ્રેનનની નીચેથી બાળકીને બહાર કાઢી ત્યાર બાદ આરપીએફને સોંપી દીધી. બાળકીને બચાવવામાં મદદ કરનારા સોલંકી તેમજ કેટલાક યાત્રીઓનો બાળકીના માતાપિતાએ ખૂબ આભાર માન્યો હતો.

image source

આ મામલા બાબતે વધારે વિગત તો જાણવા મળી શકી નથી. પણ સામાન્ય લોકોને મનાતાપિતાની બેદરકારી પર ચોક્કસ પ્રશ્ન થતો હશે અને ગુસ્સો પણ આવતો હશે કે આવી રીતે માતાપિતા પોતાના હૃદયના ટુકડાને કેવી રીતે ભૂલી શકે.

પણ કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે તેમ આ બાળકીના જીવનમાં આયુષ્ય લખ્યું હતું માટે જ તે ટ્રેનના પાટા પરથી બચાવી લેવામા આવી હતી અને સુરક્ષિત રીતે માતાપિતાને પહોંચાડી દેવામા આવી હતી. લોકોને એવી પણ ચિંતા થતી હશે કે જો ટીકીટ ચેકરની નજર તે બાળકી પર ન પડી હોત તો ! પણ ભગવાનની કૃપાથી એવું ન થયું અને બાળકીનો જીવ બચી ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version