આજે જ જાણી લો આ માહિતી, કેમ રેલવે સ્ટેશનના બોર્ડ પર લખેલું હોય છે સમુદ્ર તળથી ઊંચાઈનું માપ

ભારતીય રેલવે વિષે અહીં જેન્તીલાલ ડોટ કોમ પર નિયમિત રીતે અલગ અલગ મીહીતીપ્રદ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યા છે જેના પગલે અમારા નિયમિત વાંચકો રેલવે વિષે તો એટલું જાણતા તો થઇ જ ગયા છે કે ભારતીય રેલ સેવા એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને સરકારી માલિકી ધરાવતું વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે તંત્ર છે. ભારિતય રેલવેની સૌથી રોચક વાત એ છે કે ભારતીય રેલવેના ટ્રેક એટલી બધી લંબાઈ ધરાવે છે કે જો તમામ ટ્રેકને એક સીધી લાઈનમાં ગોઠવી દેવામાં આવે તો તેની લંબાઈ પૃથ્વીના આકારથી પણ દોઢ ગણી વધારે થાય.

image source

એ સિવાય ભારતીય રેલવેની અનેક રોચક બાબતો છે જેના વિષે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આવી જ એક બાબત એ પણ છે કે મોટાભાગના રેલવે સ્ટેશન પર પીળા રંગના બોર્ડ પર જે તે સ્ટેશનની સમુદ્ર તળથી ઊંચાઈ અંકોમાં લખેલી હોય છે. તે શું સૂચવે છે આવો જાણીએ.

image source

તમે જોયું હશે કે રેલવે સ્ટેશન ભલે નાનું હોય કે મોટું પણ ત્યાં પીળા રંગનું એક બોર્ડ અચૂક હોય છે જેમાં તે સ્ટેશનનું નામ હિન્દી, અંગ્રેજી અને ક્યાંક ઉર્દુ ભાષામાં લખેલું હોય છે અને તે સ્ટેશન નામની બરાબર નીચે નાના અક્ષરોમાં જે તે સ્ટેશનની સમુદ્ર તળથી ઊંચાઈ લખેલી હોય છે.

image source

અસલમાં આપણી પૃથ્વી ગોળ છે અને તેને એક સમાન ઊંચાઈ પર માપવા માટે વૈજ્ઞાનિકોને એક એવા બિંદુની જરૂર હતી જે એકસમાન દેખાય. આ માટે સમુદ્ર આદર્શ વિકલ્પ જણાયો કારણ કે સમુદ્રનું પાણી એક સમાન જ રહે છે. અને આ માટે જ ઉપરોક્ત બોર્ડમાં લખેલું હોય છે સમુદ્ર તળથી ઊંચાઈ. હવે તમને કદાચ એ પ્રશ્ન પણ થાય કે આખરે રેલવે સ્ટેશનો પર આ અંક લખવાનો શું અર્થ ? તો ચાલો તેના વિષે જરા વિસ્તારથી જાણીએ.

image source

અહીં નોટ કરવા જેવી બાબત છે કે રેલવે સ્ટેશનના બોર્ડ પર સમુદ્ર તળથી ઊંચાઈના અંકથી યાત્રીઓને કોઈ પણ ફાયદો નથી થતો પણ ટ્રેનના ચાલકને ફાયદો થાય છે.

image source

માની લો કે એક ટ્રેન 100 મીટર સમુદ્ર તળની ઊંચાઈએથી 200 મીટર સમુદ્ર તળની ઊંચાઈ ધરાવતા સ્ટેશન તરફ જઈ રહી છે તો ટ્રેનનો ચાલક આ આંકડાઓને કારણે સરળતાથી નિર્ણય લઇ શકે છે કે તેને 100 મીટર વધુ ઊંચા સ્ટેશન પર પહોંચવા માટે એન્જીનને કેટલો પાવર આપવો પડશે.

image source

એ જ રીતે માની લો કે ટ્રેન નીચેની તરફ સ્થિત રેલવે સ્ટેશન પર જઈ રહી હોય તો ટ્રેનના ચાલકને કેટલા પ્રેશરથી બ્રેક લગાવવી પડશે અને ટ્રેન કઈ સ્પીડમાં ચલાવવી પડશે તેની જાણકારી સરળતાથી મળી રહે છે. આ માટે જ રેલવે સ્ટેશનોના બોર્ડ નીચે સમુદ્ર તળથી ઊંચાઈના આંકડાઓ લખેલા હોય છે.

image source

એ સિવાય સમુદ્ર તળથી ઊંચાઈના આધારે જ ટ્રેનના ઉપર લાગેલા વીજળીના તારોને એક સરખી ઊંચાઈ પર રાખવામાં મદદ મળે છે જેથી એ તાર ટ્રેન સાથે જોડાયેલા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત