ઉત્તરાખંડમાં બની જોરદાર ઘટના: ઢોરને બચાવવા ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ક્રંટ્રોલ સિસ્ટમ થઇ ગઇ ફેલ, અને ટ્રેન દોડવા લાગી ઊંઘી, વીડિયો જોઇને ખરેખર ધ્રુજારી છૂટશે

ઉત્તરાખંડમાં ઢોરને બચાવવા માટે ડ્રાઈવરે અચાનક મારી ટ્રેનની બ્રેક, જેના લીધે કંટ્રોલ ફેલ જતા ટ્રેન લગભગ 35 કિલોમીટર ઊંઘી દોડવા લાગી. લો બોલો….ડ્રાઇવરે અચાનક બ્રેક મારી ને કંટ્રોલ સિસ્ટમ ફેલ ગયું તો ટ્રેન ઊંઘી દોડવા લાગી. વિચારો કે તમે કોઈ ટ્રેનમાં બેઠા હોવ અને તે પોતાની ગતિએ નક્કી કરેલા સ્ટેશન તરફ દોડી રહી હોય અને અચાનક જ જો આ ટ્રેન ઊંઘી ચાલવા લાગે તો તમારી શુ હાલત થાય. અને આવું જ કંઈક ઉત્તરાખંડમાં જોવા મળ્યું છે.

વાત જાણે એમ છે કે બુધવારે પૂર્ણગિરિ જનશતાબ્દી એક્સપ્રેસ દિલ્હીથી ઉત્તરાખંડના ટનકપુર માટે ઉપડી હતી. થોડાક દૂર પહોંચતા જ ખટિમા પાસે અચાનક આ ટ્રેન ઊંઘી દિશામાં દોડવા લાગી હતી.આ ટ્રેન પૂરઝડપે પોતાના ટ્રેક પર ચાલી રહી હતી. અને એવામાં આમ અચાનક ટ્રેન ઊંઘી દિશામાં ચાલવા લગાતા તેમાં બેઠેલા યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. .

image source

ટ્રેનમાં બેઠેલા મુસાફરોને પણ કઈ ખ્યાલ ન આવ્યો કે આ શું થઈ રહ્યું છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રીઓએ તેમના સંબંધીઓને ફોન કરીને આ ઘટના જાણ પણ કરી દીધી હતી, તો કેટલાક લોકોએ દરવાજા પાસે આવીને આ ઊંઘી ચાલતી ટ્રેનની બહાર જોવાનું શરૂ કરી દીધુ હતું. ટ્રેનમાં સવાર લોકો થોડીવાર માટે તો આમ અચાનક બનેલી આ ઘટનાના કારણે હેરાન થઈ ગયા હત. . પરંતુ 35 કિમી રિવર્સ દોડ્યા પછી ટ્રેન કોઈક રીતે ખટિમા યાર્ડ પાસે અટકી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટનામાં સદનસીબે કોઈ પણ યાત્રીને નુકસાન પહોંચ્યું ન હતું. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા થોડાક જ સમયમાં આ ન્યૂઝ વાયરલ થઈ ગયા હતા. લોકોએ રિવર્સ ચાલતી ટ્રેનનો વીડિયો પણ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. ટ્રેન થંભી ગયા પછી રેલવેએ તમામ મુસાફરોને બસ મારફતે ટનકપુર મોકલ્યા હતા.

મળેલી માહિતી અનુસાર ડ્રાઈવરે રેલવે ટ્રેક પર ફરતા ઢોરોને બચાવવા માટે ટ્રેનની અચાનક બ્રેક મારી હતી. અને આમ અચાનક બ્રેક મારી દેતા ટ્રેનમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાઇ ગઈ હતી અને ટ્રેન રિવર્સ દોડવા લાગી હતી. હાલ તો રેલવે વિભાગ આ ઊંઘી દોડતી ટ્રેનની પાછળ રહેલા કારણોને જાણવા માટે તપાસ હાથ ધરી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના બની એ પછી.રેલવેએ લૉકો-પાઇલટ અને ટ્રેનના ગાર્ડને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

image source

આ સમગ્ર ઘટનાંની જાણકારી નોર્થ ઈસ્ટર્ન રેલવેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. આ પોસ્ટમાં તેમને લખ્યું હતું કે, ” તારીખ 17મી માર્ચ 2021ના રોજ ખટિમા-ટનકપુર વિભાગ વચ્ચે ઢોરને કારણે આ બનાવ બન્યો હતો. જેમાં ટ્રેન ખટિમા યાર્ડથી કેટલાક અંતર દૂર સલામત રીતે રોકાઈ હતી. ટ્રેનનો એકપણ કોચ પાટા પરથી ખસ્યો ન હતો અને તમામ મુસાફરોને સલામત રીતે ટનકપુર લઈ જવાયા હતા” લૉકો-પાઈલટ અને ગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયા છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં આ બીજી એવી ઘટના છે, જે મોટી દુર્ઘટનામાં પરિણમી નથી. આ અગાઉ શનિવારે દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. એ આગની ઘટનામાં પણ સદનસીબે કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નહોતી. તે સમયે આગમાં ભડકે બળી રહેલા કોચને બ્લેઝિંગ ટ્રેનથી અલગ કરી દેવાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!