ત્રણ ભાઈ બહેનોએ ખોયો જીવ, કુદરતની આ કરુણતા વિશે વાંચીને તમે પણ રડી પડશો

રક્ષા બંધન પહેલાં જ ત્રણ ભાઈ બહેનોએ ખોયો જીવ – એક બહેનના તો લગ્નની વાતો ચાલી રહી હતી.

આપણે ગમે તેટલું વિચારીએ, ભવિષ્ય માટેના ભલે ઘણાબધા આયોજનો કરી રાખીએ પણ ધાર્યું હંમેશા ભગવાનનું જ થાય છે. કેટલાક લોકોના જીવનમાં કંઈ કેટલાએ અરમાન હોય છે અને જીવન જીવવાની એક તત્ત્પરતા સમાયેલી હોય છે તો વળી કેટલાક લોકો જીવનથી એટલા નિરાશ થઈ જાય છે કે આત્મહત્યા સિવાય તેમને કોઈ ઉપાય જ નથી દેખાતો.

image source

પણ જે લોકો ભરપુર જીવન જીવવા માગે છે તેમનું સુખ કદાચ કુદરતને નથી દેખાતું અને અકાળે જ તેમને આ દુનિયામાંથી ઉઠાવી લે છે. આવી જ એક ગોઝારી ઘટના એક ભવિષ્યના સોનેરી અરમાનોથી છલકાઈ રહેલી યુવતિ સાથે બની ગઈ છે.

image source

આ ઘટના ઉત્તરાખંડની છે. અહીં એક દુઃખદ અકસ્માતે લોકોના કાળજા કંપાવી મુક્યા છે. એક જ ઘરમાં ત્રણ ભાઈ-બહેનેના મૃત્યુ થઈ ગયા. અને તેમના મૃત્યુથી માત્ર તેમના પરિવાજનો જ નહીં પણ આખુંએ ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. મૃતકોમાં એક યુવતિ પોતાના માસિને ત્યાં થોડા દિવસ માટે રહેવા આવી હતી અને તેણીનું અને તેના પિતરાઈ ભાઈનું ઇન્ટરનું પરિણામ પણ આવ્યું હતું અને બન્ને સારા માર્ક્સથી ઉતિર્ણ થયા હતા. જેનાથી આખુંએ કુટુંબ ખુશખુશાલ હતું. રક્ષા બંધનના તહેવારના કારણે યુવતિ પોતાના માસા-માસીને ત્યાં રોકાવા આવી હતી. અને આ દરમાયન તેણીના લગ્નની વાતો પણ ચાલી રહી હતી, અને બે દિવસ પછી જ છોકરાવાળા તેણીને જોવા પણ આવવાના હતા.

image source

ગામના લોકોએ જણાવ્યું કે મકાન માલિકનો એક દીકરો દેહરાદૂન ખાતે અભ્યાસ કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે ઘરે જ હતો, પણ તે દેહરાદૂન પાછો જતો રહ્યો હતો. અને તે દિવસે મૃતક યુવતિની માસી પણ કોઈ કામ અંગે પોતાના પિયરે ગઈ હતી.

image source

અને અચાનક શુક્રવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે યુવતિના માસાના બે માળના મકાન ઉપર ઓલવેધર રોડના કામ દરમિયાન ઘણો બધો કાટમાળ આવી પડ્યો અને ઘર ડટાઈ ગયું. આ ઘટના ઘટતા જ ઘરમાં હાજર લોકોએ બૂમરાણ મચાવી દીધી. આ દરમિયાન એક 18 વર્ષિય કિશોર, 25 વર્ષિય યુવતિ અને એક 18 વર્ષિય કિશોરી આ કાટમાળ નીચે દબાઈ ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. આ અકસ્માતમાં યુવતિના માસા પણ હડફેટમાં આવી ગયા હતા. અને રક્ષા બંધનની ઉજવણી થાય તે પહેલાં જ આ ત્રણે ભાઈ બહેનના મૃત્યુથી આખાએ ગામમાં માતમ છવાઈ ગયું છે.

image source

આ ઘટના ઘટી ત્યારે મકાનના માલીકે તરત જ બૂમો પાડવા લાગી હતી અને લોકોને મદદ માટે બોલાવ્યા હતા. ત્યાં દોડી આવેલા ગામના લોકોએ કંટ્રોલ રૂમમાં સૂચના આપી દીધી. છેવટે ઘટના સ્થળ પર આવીને એસડીઆરએફની ટીમે કાટમાળ હટાવીને તે ત્રણે ભાઈ બહેનોના શવ બહાર કાઢ્યા હતા.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત