અહિં એક દર્દીમાં બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસના લક્ષણો જોવા મળતા હાહાકાર, કોરોના બાદ રંગ બદલતી ફંગસને લઈ વધી ચિંતા

કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં નવી નવી સમસ્યાઓ માથું ઉચકી રહી છે. અત્યાર સુધી બ્લેક ફંગસનું જોખમ લોકો પર તોળાતું હતું પરંતુ ત્યારબાદ વાઈટ ફંગસ આવી. આ ફંગસ એટલી જોખમી છે કે તેનાથી આખું શરીર ડેમેજ થઈ જાય છે. જ્યારે હવે યેલો ફંગસ સામે આવી છે. આ ત્રણેય ફંગસના ભય વચ્ચે હવે ગાઝિયાબાદમાંથી વિચિત્ર કેસ નોંધાયો છે. અહીં એક દર્દીમાં બ્લેક ફંગસની સાથે સાથે વાઈટ ફંગસ અને યેલો ફંગસના લક્ષણો જોવા મળ્યા છે.

image source

ગાઝિયાબાદની જે હોસ્પિટલમાં આ કેસ નોંધાયો છે ત્યાં વાઈટ ફંગસના અત્યાર સુધીમાં 7 કેસ સામે આવી ચુક્યા છે. ડોક્ટરનું કહેવું હોય છે કે સમયસર ફંગસની ઓળખ અને તેની સારવાર કરવામાં ન આવે તો દર્દીને સમસ્યા વધી શકે છે. વાઈટ ફંગસના લક્ષણોની વાત કરીએ તો ફેફસાના ચેપનું મુખ્ય કારણ વાઈટ ફંગસ છે. ફેફસા સિવાય ત્વચા, નખ, આંતરડા, કિડની, જનનાંગ અને મગજને પણ ચેપ લગાડી શકે છે.

image source

આ જોખમ વચ્ચે ગાઝિયાબાદના સંજયનગર નિવાસી એક વ્યક્તિમાં ત્રણેય પ્રકારની ફંગસના લક્ષણો સામે આવ્યા છે. તેની તપાસ કરવા હવે ઈએનટી નિષ્ણાંતોની આખી ટીમ કામે લાગી છે. ગાઝિયાબાદમાં અત્યાર સુધીમાં બ્લેક, વાઈટ ફંગસના 26 કેસ સામે આવ્યા છે. આ વોર્ડના નિષ્ણાંતનું કહેવું છે કે જે દર્દી દાખલ છે તેના નાકમાં સફેદ સ્કેબ જામી ગયો છે. જો સમયસર તેની સારવાર થઈ નહીં તો ઓપરેશન કરવું પડશે. ડોક્ટરના જણાવ્યાનુસાર સફેદ ફંગસના લક્ષણોમાં માથામાં દુખાવો થવો, નાક બંધ થવું, નાકમાં પોપટી જામવી, ઉલટ થવી, આંખ લાલ થવી અને સોજો આવવો છે.

image source

જો આ ફંગસ સાંધા પર હુમલો કરે છે તો અસહ્ય પીડા થાય છે જ્યારે ફંગસ મગજ સુધી પહોંચે તો વ્યક્તિની વિચારવાની ક્ષમતાને અસર થાય છે. બોલવામાં તકલીફ થાય છે અને આ સિવાય શરીરમાં નાની નાની ફોડકી થાય છે. જો કે તે પીડારહિત હોય છે. જો આવા લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

image source

ડોક્ટરોનું કહેવું છે કે યલો ફંગસમાં સુસ્તી, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું જેવા લક્ષણો જોવા મળે છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ અધિક ગંભીર લક્ષણ જોવા મળે છે. યલો ફંગસ શરીર પર વધુ ગંભીર અસરો કરે છે. આ બીમારીને રોકવા માટે સાફસફાઈનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!