આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

મેઘરાજાએ જાણે આ વખતે ખેલૈયાઓને નિરાશ કરવાનુ મન બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે.. મેઘરાજાની મહેર ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી રહી છે.. અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે તે જોતા લાગી રહ્યું છે કે હજી નવરાત્રિના આગામી 3 દિવસ ભારે રહેશે..

image soucre

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. અને આગામી બે દિવસ અમદાવાદ માટે ભારે છે.. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે હોવાનુ હવામાન વિભાગ કહી રહ્યું છે.. અમદાવાદમાં શનિવારે મણિનગર, CTM, જશોદાનગર સહિતના વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.. તો અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકામાં મેઘ મહેર થઇ.. અને રાજ્યભરના ખેલૈયાઓનો રસ ઓસરી ગયો..

ક્યાં ક્યારે પડશે વરસાદ..?

રવિવાર

image soucre

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, તથા દીવમાં વરસાદની સંભાવના છે..

સોમવાર

image soucre

સોમવારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ તથા અમદાવાદમાં પણ વરસાદની શક્યતા સેવાઇ રહી છે.

મંગળવાર

મંગળવારે વડોદરા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

image soucre

અમદાવાદમાં શનિવારે મણીનગર, CTM, જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો..તો પાલડીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો, રખિયાલના ચકુડિયા મહાદેવ વિસ્તારમાં તથા ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા. ઉપરાંત મેમ્કો, નરોડા, સરસપુર, બાપુનગર, કોતરપુર સહિતનાવિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અ બિહાર થઇને વિદાય થઇ રહ્યું છે..

ગોંડલમાં ધમાકેદાર બેટીંગ

image soucre

વિદાય પહેલા મેઘરાજા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે.. ગોંડલમાં દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી દીધો.. પરિણામે માર્ગો જળમગ્ન બની ગયા.. અ ખેતરો તળાવમાં ફેરવાઇ ગયા.. ધોરાજીમાં પણ 1.5 ઇંચ, અને જસદણમાં અડધો ઇંચ વરસાદથી લોકોને બફારાથી મુક્તિ અપાવી.. કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઇંચ અને મોટી મારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો.. આટકોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો તો મધઅયગીરમાં ચાર ઇંચ સુધઈ વરસાદ થયો.. જ્યારે સાસણ ગીરમાં 3 ઇંચ વરસાદ થયો.. જુનાગઢ અને કેશોદમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસ્યો હતો..

વલસાડમાં અડધો કલાકમાં 2.5 ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ ત્રીજા નોરતાએ ધમાકેદાર એન્ટ્રી કરી.. અને અડધો જ કલાકમાં 2.5 ઇંચ વરસાદથી શહેરને જળબંબાકાર કરી નાંખ્યું.. વલસાડ ઉપરાંત કપરાડા તાલુકામાં શનિવારે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો.. જ્યારે અન્ય તાલુકાઓમાં ભારે થી હળવા ઝાપટાં યથાવત રહ્યાં.. ભરૂચમાં પણ સવા ઇંચ અને અંક્લેશ્વરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો.

વરસાદના કારણે ગરબા બંધ

image soucre

રાજ્યના 60 તાલુકામાં મેઘ મહેર થઇ.. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા.. પરિણામે ગરબાના કેટલાય આયોજનો બંધ રાખવા પડ્યા.. કારણ કે જ્યાં ગરબા ગાવાનુ મેદાન, કોમન પ્લોટ કે જગ્યા હતી.. ત્યાં વરસાદના કારણે અથવા તો પાણી પાણી થઇ ગયા.. અથવા કાદવ કિચડે સામ્રાજ્ય જમાવી લીધું.. માટે ખેલૈયાઓનો ઉત્સાહ ઓસરી ગયો..