વડોદરાનો કિન્નર સમાજે દાગીના ગીરવે મુકી 1000 પરીવારો સુધી પહોંચાડી જીવન જરૂરીયાતની વસ્તુઓ

વડોદરામાં રહેતા કિન્નર સમાજે એવું કામ કર્યું છે જેના કારણે આજે તેમની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ ઘટના વિશે જાણવા મળ્યાનુસાર કિન્નર નૂરીને એક દિવસ એક ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

image source

બાળકને તેની માતા મારી રહી હતી. માર મારવાનું કારણ હતું કે તે બાળક તેની પાસે ભોજન માંગી રહ્યું હતું. ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું તેથી માતા તેના બાળકને મારી રહી હતી. આ જોઈ નૂરીએ નક્કી કરી લીધું કે તેની જેટલી ક્ષમતા છે તે અનુસાર તે લોકોને મદદ કરશે.

ગુજરાતના બરોડા શહેરમાં રહેતી નૂરીને લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન તેના ઘરની આસપાસ રહેતા કિન્નર સભ્યોની સાથે મળી ઘરેઘરે દાળ, લોટ, ચોખા, ખાંડ, તેલ, મસાલા વગેરે પહોંચાડવાનું કામ કર્યું હતું. આ સિવાય નૂરીના શિષ્યોએ 700 ગરીબ પરિવારોના ઘરે પણ બે સમય ભોજન પહોંચાડ્યું હતું. આટલું જ નહીં નૂરીએ જરૂરીયાતમંદ સ્થાનિકો અને ઝૂંપડપટ્ટીના લોકોને પોતાના અને તેની બહેનોના ફોન નંબર આપ્યા અને કહ્યું કે જ્યારે પણ તેમના ઘરે જમવાનું ન હોય ત્યારે તેને જાણ કરે.

image source

તમામ માંગલિક પ્રસંગો અને ટ્રેન વગેરે બંધ હોવાથી કિન્નર સમાજની કમાણીનો કોઈ સ્ત્રોત રહ્યો નથી. પરંતુ તેમ છતાં પણ બરોડાનો આ સમુદાય જરૂરીયાતમંદોને મદદ કરવા તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છે. નૂરીનું કહેવું છે કે તેણે લોકોના ઘરમાં ખોરાક પુરો પાડવા માટે તેના સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા.

image source

ઘણા વર્ષો સુધી પૈસા બચાવ્યા પછી તેણે એક સોનાનો હાર પોતાના માટે બનાવડાવ્યો આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે આ ગળાનો હાર ખૂબ જ પ્રેમથી બનાવડાવ્યો હતો, પરંતુ હવે જ્યારે લોકો ભૂખે મરી રહ્યા છે ત્યારે તેમને બચાવવા માટે હાર ગીરવે મુકવા સિવાય કોઈ રસ્તો ન હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત