ત્રણ થી ૨૦ વર્ષની ઉંમર સુધીના કોઈ પણને થઈ શકે છે આ બીમારી જાણો શું છે તેના લક્ષણો

ગુજરાતનું સુરત શહેર હાલ કોરોના સંક્રમણના કારણે બિહાર રહ્યું છે ત્યારે બાળકોમાં એક ગંભીર બીમારી અહીં સામે આવી છે આ બીમારીના કેસ અત્યાર સુધીમાં અમેરિકા અને યુરોપમાં જ બાળકોમાં જોવા મળ્યા હતા. પરંતુ પહેલી વાર સુરતમાં મલ્ટી સિસ્ટમ ઈન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રનનો કેસ સુરતમાં જોવા મળ્યો છે.

image source

આ બીમારીમાં બાળકના હૃદયનું પમ્પિંગ ઘટી જાય છે સામાન્ય રીતે આ બીમારી દસ વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. સુરતમાં જે બાળકને આ બીમારી થઈ હતી તેને તબીબોએ સાત દિવસની સારવાર આપી સ્વસ્થ કર્યું છે વિશ્વમાં આ બીમારીના અત્યાર સુધીમાં ૨૪૦થી વધુ કેસ નોંધાયા છે જેમાં આ કેસ ગુજરાતનું પ્રથમ કેસ છે.

image source

આ બીમારી અંગે ડોક્ટરના જણાવ્યા અનુસાર સુરતમાં રહેતા દસ વર્ષના બાળકની તબિયત અચાનક લથડતા તેમને સારવાર માટે બાળકોની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને પાંચ દિવસ તાવ આવ્યા બાદ તેને નબળાઈ, ઉધરસ ઊલટી, ઝાળા થયા અને આંખ તેમજ હોઠ લાલ થઇ ગયા હતા. બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ચેક અપ કરવા બાદ જાણવા મળ્યું કે આ બાળક ને એમ આઈ એસ સી ની બીમારી છે.

આ બીમારીના કેટલાક કેસ અત્યાર સુધીમાં અમેરિકા, યુરોપ જેવા દેશમાં નોંધાયા છે પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં પહેલો કેસ હતો.

image source

બીમારી ના લક્ષણો

ડોક્ટરના જણાવ્યા અનુસાર આ બીમારી પ્રત્યે વાલીઓએ વધારે જાગૃત થવાની જરૂર છે. આ બીમારીમાં કોઈ ખાસ લક્ષણો તુરંત જણાતા નથી. પરંતુ સામાન્ય લક્ષણો પણ જણાય તો બાળકને સારવાર આપવામાં મોડું કરવું ન જોઈએ. આ બીમારીની સારવાર ઝડપથી બાળકને મળી જાય તો તેનો જીવ બચી જાય છે.

image source

આ બીમારી નું મુખ્ય લક્ષણ હૃદયનું પમ્પિંગ ઘટી જવું છે. આ સિવાય બાળક ને તાવ આવે છે, પેટમાં દુખે છે, શરીર પર લાલ ચાઠા થઈ જાય છે, હાથ અને પગની ચામડી ઉખડવા લાગે છે, આંખો અને હોઠ લાલ થઈ જાય તે પણ તેના લક્ષણો છે..

ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ બીમારીનું કોઈ ખાસ ટેસ્ટ નથી હોતો જેથી તેને કરી અને બીમારી વિશે જાણી શકાય પરંતુ આ બીમારીના લક્ષણો ના આધારે બાળકને સારવાર આપવામાં આવે છે અને એકાદ સપ્તાહમાં બાળક સ્વસ્થ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત