Site icon News Gujarat

જો તમેે આ રીતે કરશો ટ્રાવેલ પ્લાનિંગ, તો નહિં જરૂર પડે ઓફિસમાંથી રજા લેવાની અને સાથે ખર્ચો પણ થશે ખૂબ ઓછો

ફરવાનો શોખ કોને નથી હોતો પરંતુ કેટલીક વાર ઓફિસમાં રજાની મારામારી, વર્કલોડ, કામને લઈને સ્ટ્રેસના કારણ થી આપે આપનો પ્લાન કેન્સલ કરી દેવો પડે છે. રોજ રોજના કામ અને ઓફિસથી ટ્રાવેલ માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

image source

પરંતુ આજે અમે આપને કેટલીક એવી ખાસ ટિપ્સ જણાવીશું જેની મદદથી આપને ઓફિસમાંથી રજા લેવાની જરૂર પણ નહિ પડે અને આપ સરળતાથી માઈન્ડ ફ્રી થઈને ફરવા જઈ શકશો.

પબ્લિક રજાઓ અને વીકેન્ડ:

image source

મોટાભાગના લોકો આવું જ કરે છે, તેઓ વીકેન્ડ અને પબ્લિક હોલિ ડેની આસપાસ કામને રોકીને અલગથી રજાઓ લે છે. પરંતુ આમ કરવાના બદલે આપ રજાઓ શરૂ થતાં પહેલા થોડું કામ જલ્દી પતાવીને નીકળી જાવ અને ઓફિસ પાછા થોડા મોડા આવો. એનાથી આપને ફક્ત એક થી બે કલાક ઉપર-નીચે કરવાનું રહેશે, જો આપ વર્કિંગ ડેઝમાં આપ આપની પર્ફોમન્સ સારી રાખશો તો આપની આવી હેરા-ફેરી પર કોઈ આપને રોકશે નહિ. આ જ પ્રકારે આપ પબ્લિક હોલિ ડે દરમિયાન પણ કરી શકો છો.

વર્ક ટ્રીપ માટે હમેશા તૈયાર રહો.:

image source

આનાથી સારું બીજું શું હોય કે આપને કામની સાથે ટ્રાવેલ કરવા પણ મળે અને એનો બધો ખર્ચો કંપની ઉઠાવે. એટલા માટે ક્યારેય પણ આપે ઓફિસ ટ્રીપ માટે ના પાડવી નહિ અને પોતાના બોસ સાથે ટ્રાવેલના ઇંટ્રેસ્ટ પણ બતાવો.

કામનો સમય:

image source

કેટલીક કંપનીઓ એવી છે જે ટ્રાવેલ પસંદ કરવાવાળા કર્મચારીઓ માટે સમયને થોડો ઉપર-નીચે કરી આપે છે. જો આપની કંપની આમ નથી કરતી તો એના માટે ઓફિસમાં વધારે કામ કરો અને જે વિકેન્ડ આપ ટ્રાવેલ ના કરવાના હોવ એ દરમિયાન ઓફિસમાં કામ કર્યા પછી તે દિવસોની રજા લઈને ટ્રાવેલ માટે ઉપયોગ કરી શકો છો. ઉપરાંત આ વિષયમાં પહેલેથી જ મેનેજમેન્ટ સાથે વાત કરી લો જેથી પાછળ થી કોઈ કન્ફ્યુઝન ના થાય.

ઘરની પાસે ટ્રાવેલ કરો.:

image source

જો આપ કઈપણ કરીને પણ ટ્રાવેલ માટે લાંબો સમય નથી કાઢી શકતા તો આપના ઘર કે શહેરની પાસે ટ્રાવેલ કરો. કેમકે આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જે આપે જોઈલી હોતી નથી.

પહેલા વાત કરો.:

image source

જ્યારે પણ આપ નવી જોબની શરૂઆત કરો તો કંપની સાથે આપની ટ્રાવેલ ટ્રાવેલ હોબી વિષે જરૂરથી વાત કરો. આમ કરવાથી આપ અને કંપની બંનેના કામને આપના ટ્રાવેલમાં રૂકાવટ નહિ બનવા દે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version