ઘણા મિત્રો હશે જેમને અવારનવાર પ્લેનમાં બેસવાનું થતું હશે વાંચો પ્લેનની કેટલીક જાણી અજાણી વાતો…

જોવા જઈએ, તો આજના જમાનામાં પ્લેનને કોણ નથી જાણતું. બધા લોકો તેના વિશે જાણે છે અને હવે તો તેની મુસાફરી પણ એટલી સસ્તી થઈ ગઈ છે કે લોકોની તેમાં મુસાફરી કરવી પણ આસાન બની ગઈ છે.

image source

જોવા જઈએ તો પ્લેનની શોધ વિશે બહુ જ વિવાદ પણ છે. અનેક લોકો કહે છે કે, 1895માં શિવકર બાપુજી તલપડેએ પ્લેનની શોધ કરી હતી. તો કોઈ કહે છે કે, 1903માં રાઈટ બ્રધર્સે તેની શોધ કરી હતી.

જોવા જઈએ તો તલપડેજીએ રાઈટ બ્રધર્સને 8 વર્ષ પહેલા એક હવાઈ જહાજનું નાનુ કારનામુ કરાવીને બતાવ્યું હતુ. પરંતુ ઈતિહાસમાં તેમની શોધ કોઈ ખૂણામાં ગુમ થઈ ગઈ અને હવાઈ જહાજના આવિષ્કારનું આખું શ્રેય રાઈટ બ્રધર્સને આપી દેવામાં આવ્યું. આજે આપણે હવાઈ જહાજના સફર વિશે જાણી લઈએ.

image source

એક્સપર્ટસનું કહેવું છે કે, રોજ સમગ્ર દુનિયામાં અંદાજે 2,00,000 પ્લેન ઉડાન ભરે છે, જેમાં દુનિયાની માત્ર 5 ટકા જનસંખ્યા તેમાં સફર કરે છે.

સાયન્સ અને ટેકનિક એટલી આગળ નીકળી ગઈ છે કે, સ્વંયસંચાલિત વિમાન પણ આવી ગયા છે. જેમાં પાયલટની જરૂર પણ હોતી નથી. પરંતુ તેમ છતાં પ્લેનમાં પાયલટને સુરક્ષાની દ્રષ્ટિએ સંચાલન માટે રાખવામાં આવે છે.

શું તમને ખબર છે, કે પ્લેનમાં અનેક લોકોને ખાવાનું પસંદ નથી આવતું. કેમ કે વધુ ઊંચાઈ પર હોવાને કારણે આપણા ખાવાપીવાનો ટેસ્ટ બદલાઈ જાય છે. તેથી આ કારણે તમામ ભોજનોમાં મીઠું વધારે નાખવામાં આવે છે.

image source

તમને ખબર હોવી જોઈએ કે પ્લેનમાં પારો (mercury) લઈ જવાની સખત મનાઈ હોય છે. કેમ કે હવાઈ જહાજનું સમગ્ર સ્ટ્રક્ચર એટલે કે બનાવટ એલ્યુમિનિયમ ધાતુની હોય છે, જ્યારે કે મરક્યુરી એલ્યુમિનિયમ ધાતુની વિરોધી હોય છે. સામાન્ય ભાષામાં કહીએ તો તે એલ્યુમિનિયમ ધાતુને નષ્ટ કરી શકે છે.

પ્લેનમાં 200 ગેલનની એક ટેન્ક હોય છે, અને તે ગેલનની અંદર જ તમામ ટોયલેટના વેસ્ટ એકઠા થાય છે. 30 વર્ષોથી હવાઈ જહાજમાં વેક્યુમ ટોયલેટનો ઉપયોગ થાય છે. જે આપણા મળ અને પાણીને અલગ કરી દે છે. પછી જ્યારે પ્લેન સફર બાદ એરપોર્ટ પર ઉતરે છે, ત્યારે તે 200 ગેલન ટેન્કને બીજા ટેન્ક દ્વારા ખાલી કરી દેવામાં આવે છે.

image source

તમને ખબર હશે કે પ્લેનમાં તમને મોબાઈલ ફોનને એરોપ્લન મોડ કે ફરી સ્વીચ ઓફ કરવા માટે કહેવાય છે. કેમ કે, હવાઈ જહાજની તમામ કમ્યુનિકેશન સિસ્ટમ નેટવર્ક પર કાર્યત હોય છે અને તમામ નિર્દેશ ટ્રાફિક કન્ટ્રોલ સ્ટેશન દ્વારા મોકલવામાં આવે છે તથા પ્રાપ્ત કરવામાં આવે છે. અહીંથી જ બહુ સંચાલન વ્યવસ્થાન રડાર સિસ્ટમ પર નિર્ભર કરે છે. તેથી તમે જો મોબાઈલનો ઉપયોગ કરો છો, તો બની શકે છે કે જરૂરી સૂચના કન્ટ્રોલ રૂમમાંથી ન આવે અથવા પાયલટને મોકલવામાં આવેલું સિગ્નલ ત્યાં સુધી ન પહોંચે. જેને કારણએ મોટી દુર્ઘટના બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત