કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર હરકતમાંઃ સૌ પ્રથમ ગુજરાતના 7 જિલ્લામાં સીરો સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે

હાલના સમયમાં રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. તો બીજી તરફ નિષ્ણાતોના મતે ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા આગમચેતી રૂપે કાર્ય કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં લોકોમાં કોવિડ-19 વાઈરસની એન્ટીબોડી જાણવા અત્યાર સુધીનો સૌથી મોટો સીરો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતના આરોગ્ય વિભાગે પહેલા તબક્કે આણંદ, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ કુલ 7 જિલ્લાઓમાં મંગળવારથી સર્વે હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં વધુ 5 મળીને બે તબક્કામાં કુલ 12 જિલ્લાઓમાં સીરો પોઝિટિવિટી જાણવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, રાજ્યમાં સિરો પોઝિટિવિટી જાણવા એક જિલ્લાને 50 કલસ્ટરમાં વહેંચીને ઝડપથી સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ સહિતની ડેટા ફિંડિંગ પ્રોસેસને પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

image source

આ ઉપરાંત સીરો સર્વેમાં ક્લસ્ટરદિઠ 5થી 9 વર્ષના 4 એમ કુલ 2400 બાળકોનો સમાવેશ કરવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક કલસ્ટરમાં કુલ 36 નાગરીકોના રેન્ડમલી સેમ્પલ લેવામાં આવશે. એક રીતે એક જિલ્લામાં ઓછામાં ઓછા 1800 લોકોને સાંકળી લઈને સીરો સર્વે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ શહેરમાં જ સીરો સર્વે કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત અમદાવાદમાં છેલ્લા સીરો સર્વેમાં 81.63 ટકા નાગરીકોમાં સીરો પોઝિટીવિટી મળી હોવાની વાત સામે આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદની જેમ હવે ગુજરાતભરમાં સર્વે હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, પ્રથમ તબક્કામાં સુરત શહેર અને ગ્રામ્ય એમ આરોગ્ય તંત્રની દ્રષ્ટીએ બે જિલ્લા બાદ બીજા તબક્કામાં ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ એમ 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્ય એમ 7 જિલ્લામાં સર્વે હાથ ધરવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી ચેપગ્રસ્તોનો આંક 8,24,774 કેસ રજિસ્ટર્ડ થયા છે. નોંધનિય છે કે 18 વર્ષથી ઉપરના વયજુથમાં 4.90 કરોડમાંથી 3.21 કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ચુક્યું છે. આ અંગે આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું કે, જેટલા કેસ નોંધાયા છે તેનાથી ત્રણ ગણાં નાગરીકોને વાઈરસ ઈન્ફેક્શન થયુ હોઈ શકે છે. જેને લઈને સીરો સર્વેના રિપોર્ટમાં નાગરીકોમાં એન્ટીબોડી અર્થાત સીરો પોઝિટિવિટીનું પ્રમાણ જેટલુ ઊંચુ જોવા મળશે તેના આધારે કોરોના સામેના નિયંત્રણોમાંથી મુક્તિ વહેલા મળશે.