Site icon News Gujarat

ત્રિરંગા ઈડલી – નાના મોટા દરેકને પસંદ આવતી આ ઈડલીને આપો નવું સ્વરૂપ.

કેમ છો ફ્રેંડસ …

ભારત માતા કી જય, વંદે માતરમ

જય શ્રીકૃષ્ણ, બધા મારા પ્રિય મિત્રોને સ્વાતંત્ર્ય દિવસનો અભિનંદન..

આજે 15 આગસ્ત એટલે સ્વતંત્ર દીવસ એટલે ખાસ આજ ના દિવસ માટે …હું લઈ ને આવી છું ત્રિરંગા ઈડલી… ઈડલી તો બધાં ના ત્યાં બનતી જ હોય છે. પણ હું આજે લઈને આવિ છું રવા ની ઈડલી અને કુલ્ફી ના મોલ્ડ માં બનાવાની છું અને હા સાથે પાલક અને ટામેટા ની પ્યુરી નો વપરાશ કરીને ઈડલી બનાવીશું..

આજનો દિવસ ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15મી ઓગસ્ટ, 1947 ના રોજ, આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણી કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે, આપણે ક્યારેય આ દેવુંથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ તે જરૂરી છે કે આપણે તેમના દ્વારા સંચાલિત આ સ્વતંત્રતા જાળવીશું.

તો ચાલો ફ્રેંડસ આજે આપણે બનાવી દઈએ ત્રિરંગા ઈડલી તો જાણી લો સામગ્રી :-

“ત્રિરંગા ઈડલી”

સામગ્રી :-

રીત :-

સૌથી પહેલા રવા માં દહીં અને મીઠું ઉમેરી અને જોઈતા પ્રમાણ માં મીઠું નાખી ઇડલી નું બેટર તૈયાર કરવું.

હવે બેટર ને 30 મિનિટ રેસ્ટ આપવો.

હવે બેટર ને સરખું મિક્સ કરી એના 3 પાર્ટ કરવા.

એક પાર્ટ માં પાલક પ્યુરી મિક્સ કરવી અને બીજું સફેદ જ રેવા દેવું અને ત્રીજા માં ટામેટા ની પ્યુરી મિક્સ કરી ત્રણે તૈયાર કરી લેવા.

હવે ઇડલી નું કૂકર ગરમ મૂકવું.ત્યાંસુધી કુલ્ફી ના મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લેવું.

હવે મોલ્ડ માં પેલા ટામેટા પ્યુરી વારુ બેટર મૂકી 2 મિનિટ માટે કુકર માં કુક કરવું. હવે એની ઉપર સફેદ વારુ બેટર મૂકી ફરી 2 મિનિટ કુક કરવું ફરી તેની ઉપર પાલક પ્યુરી વારુ બેટર નાખી ફરી 2 થી 3 મિનિટ ઢાંકણ બંદ કરી કુક થવા દેવું.

હવે ગેસ બંદ કરી 5 મિનિટ રેસ્ટ આપી મોલ્ડ ને અનમોલ્ડ કરવું.મસ્ત મજાની ત્રિરંગા ઈડલી તૈયાર થશે…..

હવે ઈડલી ને ડારિયા ,કોપરુ, દહીં ધાણા ,મરચા ,કોથમરી ,નાખી ચટણી બનાવી સર્વ કરવી…..

તો તૈયાર છે Independence day special Triranga Idli.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version