ટ્રક ચાલકે મિત્રો સાથે રમ્યા પત્તા, 24 લોકો થયા કોરોના પોઝીટીવ

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં લોકો પોતાના ઘરમાં સમય પસાર કરવા પત્તા રમે ત્યાં સુધી તો વાંધો નહીં પણ મિત્રોને ભેગા કરી જો પત્તા રમવાનો પ્લાન કર્યો હોય તો આ વાત ખાસ જાણવા જેવી છે.

image source

આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરમાં લોકડાઉનના કારણે સમય પસાર કરવા મિત્રો અને પાડોશી સાથે પત્તા રમવાથી 24 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઘટના કૃષ્ણા જિલ્લાની છે. જિલ્લાધિકારીએ જણાવ્યું હતું કે એક આ પ્રકારની બે ઘટના બની છે.

જેમાં એક વિસ્તારના ટ્રક ચાલકએ સમય પસાર કરવા મિત્રોને એકત્ર કર્યા અને પત્તા રમ્યા. તેના કારણે 15 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આવી બીજી ઘટના પણ આવી જ છે અને આ બંને ઘટનામાં કુલ મળીને 40 લોકો વાયરસથી સંક્રમિત થયા છે.

image source

અધિકારીના જણાવ્યાનુસાર શહેરના કૃષ્ણ લંકા વિસ્તારમાં લોકડાઉન વચ્ચે કંટાળો આવતાં ટાઈમ પાસ કરવા ટ્રક ચાલક તરીકે કામ કરતાં એક વ્યક્તિએ આસપાસ રહેતા મિત્રો અને પાડોસીઓને એકત્ર કર્યા અને બધા સાથે મળીને કલાકો સુધી પત્તા રમ્યા. આ જ વિસ્તારમાં મહિલાઓએ પોતાનું ગૃપ બનાવ્યું અને તંબોલા રમવા લાગી.

image source

આ રીતે કલાકો સુધી લોકો એકબીજા સાથે સામાજિક અંતર જાળવ્યા વિના પત્તા અને તંબોલા રમ્યા. ત્યારબાદ જાણવા મળ્યું કે આ સમુહમાં સાથે બેઠલા 24 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આવી જ બીજી ઘટના કર્મિકા નગરની છે. અહીં ટ્રક ચાલકે સામાજિક દૂરીનું ઉલ્લંઘન કરી સાથે બેસી રમતો રમી ટાઈમ પાસ કર્યો હતો. આ ઘટનામાં 15 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

image source

આ બંને ઘટના બાદ સ્થાનિક જિલ્લાધિકારીએ એક વીડિયો શેર કરી માહિતી આપી હતી કે સામાજિક અંતરનું પાલન ન કરવું તે સંક્રમણ વધવાનું સૌથી મોટું કારણ છે. તેમણે લોકોને આ બંને ઘટનાનું ઉદાહરણ આપી અને સામાજિક દૂરનું પાલન કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વિજયવાડામાં અત્યાર સુધીમાં કોવિડ – 19ના અંદાજે 100 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.