ટ્રમ્પે આખરે વ્હાઇટ હાઉસ છોડવાના આપી દીધા સંકેત, અધિકારીઓને કહી દીધું કંઇક એવું કે….

અમેરિકન રાષ્ટ્રપતિ ડેનાલ્ડ ટ્રંપે છેવટે વ્હાઇટ હાઉસ છોડવાનો સંકેત આપી દીધો છે. સોમવારે હવે પછીના રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રશાસન માટે રસ્તો બનાવનારી સરકારી એજન્સીએ જણાવ્યુ કે સત્તા હસ્તાંતરણમાં લગાવવામાં આવેલા અવરોધોને છેવટે હટાવી દેવામા આવ્યા છે. ત્યાર બાદ ટ્રંપે પણ ઇશારો આપ્યો છે કે હવે જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશનને ‘તે કરવું જોઈ જે કરવાની જરૂર છે.’ તેમ
જણાવ્યું છે આ રીતે ટ્રંપ, જો બાઇડેનની જીત સ્વીકાર કરવાની નજીક આવી ગયા છે.

image source

જો કે, રિપલ્બિકન પ્રશાસન જીએસએ એ આગળની કામગીરી કરવા અને બાઇડેન પ્રશાસન સાથે કામ કરવાની અનુમતિ આપવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્રંપને તેમની સત્તાનો અંત દેખાઈ ગયો છે. જો કે ગયા ત્રણ અઠવાડિયાથી તેઓ કોઈ પણ જાતના પુરાવા વગર વારંવાર કહી રહ્યા હતા કે આ ચુંટણી તેમની પાસેથી ચોરી લેવામા આવી છે.

image source

હવે તેનો અર્થ એ થાય છે કે બાઇડેનની ટીમને ફંડ, ઓફિસ સ્પેસ અને ફેડરલ અધિકારીઓથી મળવાનો અધિકાર મળી જશે. બાઇડેનની ઓફિસ, જેણે કલાકો પહેલાં ઘોષણા કરી હતી કે અમેરિકન વિદેશ નિતિઓ અને સુરક્ષા પદ માટે ખૂબ અનુભવી લોકોના એક સમૂહની નિમણૂક થશે, તેમણે કહ્યું કે જીએસએ હવે સત્તાના આસન અને શાતિંપૂર્ણ હસ્તાંતરણમાં જરૂરી મદદ કરવાની પરવાનગી આપી દેશે.

image source

બાઇડેનના ટ્રાંજિશન ડીરેક્ટર યોહાનેસ અબ્રાહમે એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે ‘આવનારા દિવસોમાં ટ્રાંજિશન અધિકારી ફેડરલ અધિકારીઓને મળવાનુ શરૂ કરશે જેથી કરીને મહામારીને લઈને થઈ રહેલા કામ, રાષ્ટ્રીય સુરક્ષા હિતો પર પૂરી ડિટેલ અને સરકારી એજન્સીઓને ખોખલા કરવાની ટ્રંપના પ્રશાસસના પ્રયાસોને સંપૂર્ણ રીતે સમજી શકાય.’

image source

ટ્રંપ તરફથી એ સંકેત મિશીગન તરફથી પોતાના ચુટંણી પરિણામોની ફરિવાર પુષ્ટિ કર્યા બાદ આવ્યા છે. તો બીજી બાજુ વધારે શક્તિશાળી ટ્રંપ સમર્થકોએ માંગ કરી છે કે ટ્રંપ આ ગતિરોધનો અંત લાવે. તમે જો અમેરિકન ઇલેક્શનને લગતા સમાચાર જોતા હશો તો તમને ખ્યાલ હશે કે જે રીતે ચુંટણીના પરિણામો જો બાઇડનનાં પક્ષમાં આવ્યા છે તેને જોતાં હાલના પ્રેસિડેન્ટ ટ્રંપ નારાજ હતા અને તેમને
પોતાની સાથે ચિટિંગ થયું હોય તેવું લાગતું હતું.

image source

અને તેના માટે તેમની ફરિયાદના આધારે અમેરિકાના એક-બે રાજ્યના વોટની ફરી ગણતરી પણ કરવામાં આવી હતી અને તેમ છતાં પરિણામો જો બાઇડનના પક્ષે જ હતા. અને તેમ છતાં ટ્રંપ વ્હાઇટ હાઉસ છોડવા તૈયાર નહોતા. છેવટે કાયદા આગળ કોઈનું નથી ચાલતું અને ટ્રંપે બાઇડન સામે નમવું જ પડ્યું અને હવે તેઓ નવા રાષ્ટ્રપતિ માટે વ્હાઇટ હાઉસ છોડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત