ટ્રમ્પનું ‘ગોલ્ડન’ વિમાન હાલમાં ખાઇ રહ્યું છે ધૂળ, એન્જિનના અમુક પાર્ટ્સ પણ થઇ ગયા છે ગૂમ, જાણો આ વિમાનની શું છે ખાસિયત

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનના એન્જિનના અમુક પાર્ટ્સ થયા ગૂમ, જાણો શું છે તથ્ય!

એરફોર્સના જે વિમાનમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ પ્રવાસ કરે છે, તેને ટેકનિકલ રીતે એરફોર્સ વન કહી શકાય છે. 20મી સદીના મધ્યમાં એક નવી વ્યવસ્થા શરૂ થઈ, જે અનુસાર રાષ્ટ્રપ્રમુખના પ્રવાસ માટે બધી જરૂરી સુવિધાઓથી સુસજ્જ એરફોર્સના વિમાનને જ એરફોર્સ વન કહેવાય છે.આવા બોઈંગ 747-200બી સીરિઝના બે ખાસ વિમાનો છે. આ વિમાનોની પાછળની તરફ 28000 અને 29000 કોડ લખ્યો હોય છે.

image source

આ વિમાન 45 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. તેની ઉંચાઈ 6 માળની બિલ્ડીંગ જેટલી અને લંબાઈ એક ફૂટબોલ મેદાન જેટલી છે.એરફોર્સ વનની અંદર 4000 ચોરસ ફૂટની જગ્યા છે. વિમાન અંદરથી ત્રણ સ્તરમાં વહેંચાયેલું છે. તેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ માટે ખાસ સ્યૂટ છે, જેમાં એક મોટું કાર્યાલય, કોન્ફરન્સ રૂમ અને બાથરૂમ હોય છે. વિમાનમાં રસોઈ બનાવવા માટે બે અલગ-અલગ કિચન છે, જેમાં એક સાથે 100 લોકોનું ફૂડ તૈયાર કરવાની ક્ષમતા છે.

image source

તેમાં રાષ્ટ્રપ્રમુખની સાથે જનારા અધિકારીઓ તથા મહેમાનો માટે પણ રૂમો હોય છે.કોઈપણ રાષ્ટ્રપ્રમુખ દ્વારા ઉપયોગ કરાતું આ દુનિયાનું સૌથી આધુનિક અને મોટું વિમાન છે. આ વિમાન જરૂરિયાતના સમયે દુનિયાના કોઈપણ ખુણે પહોંચી શકે છે. તેમાં એકવારમાં 2.03 લાખ લીટર ઈંધણ ભરી શકાય છે. વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ એવા પ્રકારની છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તેને મોબાઈલ કમાન્ડ સેન્ટરની જેમ ઉપયોગ કરી શકે છે.

image source

કોઈ મુશ્કેલીની સ્થિતિમાં વિમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે હવામાં ઉડનારા બંકરનું કામ કરી શકે છે.એરફોર્સ વનના બે વિમાન બિલકુલ એક જેવા બનાવાયા છે. એક વિમાન મુખ્ય હોય છે અને બીજું બેકઅપ માટે હોય છે. બંને વિમાન હંમેશા સાથે જ ઉડાણ ભરે છે, જેમાંથી એકમાં રાષ્ટ્રપ્રમુખ હોય છે, જેની જાણકારી પહેલાથી કોઈને આપવામાં આવતી નથી.

image source

વિમાનમાં સાઈબર સ્પેસથી થનારા હુમલા અથવા મિસાઈલ હુમલાની જાણકારી માટે ખાસ સેન્સર્સ લગાવેલા છે.જ્યારે રાષ્ટ્રપ્રમુખ વિમાનમાં સવાર હોય ત્યારે રનવે પર તેમના કાફલામાં જઈ રહેલા લોકો ઉપરાંત અન્ય કોઈને પોતાની જગ્યા છોડવાની પરવાનગી નથી હોતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાનગી બોઈંગ-757 વિમાન હાલના દિવસોમાં ન્યૂયોર્કના એક નજીકના એરપોર્ટ પર ધૂળ ખાઈ રહ્યું છે. આ વિમાનની ખાસ વાત એ છે કે તેની અંદર સોનાનો ઢોળ ચઢાવેલો બાથરૂમ છે.

image source

સાથે જ 24 કેરેટ સોનાના બક્કલ્સવાળા સીટ બેલ્ટ પણ છે. આ વિમાન ટ્રમ્પ ફોટોશૂટ, ચૂંટણી પ્રચાર, વિશેષ પ્રવાસ માટે કરતા હતા. જોકે એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યાનુસાર ટ્રમ્પનું આ આલિશાન વિમાન નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના શપથ સમારોહ બાદથી એકવાર પણ ઉડ્યું નથી. એવું એટલા માટે કેમ કે ત્યારથી ટ્રમ્પ જાહેર જીવન અને યાત્રાઓથી દૂર રહ્યા છે. તેના પરિણામે ટ્રમ્પના આ વિમાનનું એક એન્જિન બગડી ગયું છે. તેના અમુક હિસ્સા ગૂમ થઈ ગયા છે. બીજું એન્જિન બગડવાની અણીએ છે. આ વિમાનને ફરીવાર ઉડવા લાયક બનાવવા માટે ભારે ખર્ચ કરવો પડશે.

image source

ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા

તાજેતરમાં વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પ્રથમ વખત લોકોની સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી એક વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે મારો રિપબ્લિકન પાર્ટીથી અલગ થવાનો કોઈ ઇરાદો નથી. હું કોઈ નવી પાર્ટી બનાવવા નથી માગતો.

image source

તેમણે જણાવ્યું હતું કે ‘આજે હું આપની સામે જાહેરાત કરવા આવ્યો છું કે 4 વર્ષ પહેલાં જે અતુલનીય યાત્રા સાથે મળીને શરૂ કરી હતી એનો અંત હજી દૂર છે. હજી ઘણુંબધું કરવાનું બાકી છે. આપણે અહીં અમારી મૂવમેન્ટ, પોતાની પાર્ટી અને આપણા દેશના ભવિષ્ય બાબતે વાત કરવા માટે ભેગા થયા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *