3000 ડાયનામાઈટ લગાવી ઉડાવી દેવાયું ટ્રમ્પનું 34 માળનું ટાવર, જોઇ લો વિડીયોમાં

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લાઝા હજારો ડાયનામાઈટની મદદથી ધરાશાયી કરવામાં આવ્યું છે. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં આવેલું આ પ્લાઝા પોતાના કસીનોને માટે જાણીતુ હતું. 3000 ડાયનામાઈટની મદદથી 34 માળની ઈમારત એટલે કે પ્લાઝાને ઉડાવી દેવાયું છે. આ માટેના દ્રશ્યોને જોવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

2014માં તેને બંધ કરી દેવાયું હતું

આ પ્લાઝાને 1984માં ખોલવામાં આવ્યું હતું અને વર્ષ 2014માં તેને બંધ કરી દેવાયું હતુ. અનેક તૂફાનના કારણે આ ઈમારતનો બહારનો ભાગ જર્જરિત થયો હતો તેને જોઈને છેલ્લા વર્ષે જૂનમાં મેયર માર્ટી સ્મોલે આ બિલ્ડિંગને પાડી દેવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યું હતું ત્યારે અહીં ન તો સેંકડો લોકો હતા. પરંતુ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરાયું હતું.

image source

આ પ્લાઝાને પાડવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. 34 માળની આ વિશાળ ઈમારતને પાડવામાં 20 સેકંડનો પણ સમય લાગ્યો નથી. બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં એક પછી એક સતત વિસ્ફોટ કરાયા અને આખું પ્લાઝા હલી ગયું. એટલાન્ટિક શહેરના મેયરનું કહેવું છે કે આ ઈમારત પડ્યા બાદ તેનો કાટમાળ 8 માળ ઉંચો છે. તેને હટાવવામાં જૂન સુધીનો સમય લાગી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. તેમનો આ પ્લાઝા પણ એક જાણીતી ફિલ્મનો ભાગ રહી ચૂક્યો છે. ટ્રમ્પ પ્લાઝા ફિલ્મ ઓશન 11માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બ્રેડ પિટ, જોર્જ ક્લૂની, રોબર્ટ્સ, મૈટ ડેમન અને કેસી એફ્લેક જેવા સ્ટાર્સ પણ હતા.

1984થી 1991 સુધી આ કસીનોના ઈવેન્ટ મેનેજરના રૂપમાં કામ કરનારી બર્ન ડિલ્લન કહે છે કે જે રીતે ટ્રમ્પનું પ્લાઝા અને એટલાન્ટિક સીટીને આખી દુનિયાની સામે રાખ્યું એ અવિશ્વસનીય હતું. આ પ્લાઝામાં પોપ સુપર સ્ટાર મેડોનાથી લઈને રસલર હલ્ક હોગન, મ્યુઝિક લેજેન્ડ કીથ રિચર્ડસ અને સુપર સ્ટાર એક્ટર જૈક નિકલસન જેવા લોકો પણ લાભ લઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!