બદ્રીનાથ ગયા છો અને તમે ગરમ પાણીના કુંડમા નાહ્યા છો? તો વાંચી લો કુંડમાં પહેલીવાર થયો એવો ચમત્કાર કે…

બદ્રીનાથ ધામમાં ‘ચમત્કારી’ કુંડ થયો ખાલી, ઈતિહાસમાં પહેલીવાર બની છે આ ઘટના

વિશ્વભરમાં કોરોનાના કારણે દેશમાં અનેક જગ્યાએ બંધ છે અને અનેક બદલાવ જોવા મળ્યા છે. પછી એ સંન્ય મંદિર હોય, અમરનાથ યાત્રા હોય કે કેદારનાથ બદ્રીનાથ જેવા ધામ હોય. કોરોનાના કારણે સાવચેતીને ધ્યાનમાં રાખીને અનેક બદલાવો દેશભરમાં જોવા મળ્યા છે. ઘણા વર્ષો પછી દેશભરમાં બે મહિનાથી વધુ આખો દેશ બંધ રહ્યો હતો.

બદ્રીનાથના તપ્તકુંડમાં પાણી નથી

image source

બદ્રીનાથ ધામમાં આ ઘટના કદાચ આજ પહેલા તમે નહિ સાંભળી હોય. પણ આ ઐતિહાસિક ઘટના હવે ઘટી છે, મળતી માહિતી મુજબ બદ્રીનાથના તપ્તકુંડમાં પાણી નથી. આ તપ્તકુંડ પાણી વગર ખાલી પડયો છે, જે પોતે જ ઐતિહાસિક ઘટના છે. કારણ કે બદ્રીનાથ આવનારા શ્રદ્ધાળુ પૂજા કરવા જતા પહેલાં આ તપ્તકુંડના ગરમ પાણીમાં જ સ્નાન કરતાં હતા. તપ્તકુંડમાં પ્રાકૃતિક રૂપે જ ગરમ પાણી આવે છે, તેને તો આપણે ચમત્કાર જ કહીશું.

પાણીનાં મૂળ સ્ત્રોતને જ બંધ કરાયો

image source

વાસ્તવમાં, આ બધા પાછળ કોરના જવાબદાર છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને આ કુંડમાં આવતા પાણીનાં મૂળ સ્ત્રોતને જ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે મંદિર સમિતિનું કહેવું છે કે, કોરોનાના સંક્રમણને જોતા સાવચેતીનાં પગલાં રૂપે તપ્તકુંડને ખાલી કરવામાં આવ્યો છે.

પાણીનો નિકાલ અલકનંદામાં થાય છે

જે પાણી આ કુંડમાં આવતું હતું એને હવે બંધ કરીને પાણીનો નિકાલ કુંડની બહારથી સીધો જ અલકનંદામાં કરાવવામાં આવી રહ્યો છે. આ એક પ્રથા બની ચુકી છે કે બદ્રીનાથ ધામનાં દર્શનથી પહેલાં શ્રદ્ધાળુઓ તપ્તકુંડમાં સ્નાન કરે છે. હવે તો ચારધામ યાત્રા પણ શરૂ થવાની છે. આ બાબત ધ્યાનમાં રાખતા બદ્રીનાથ ધામનાં સેવકોએ આ તપ્તકુંડને હાલ સુકાવી નાંખ્યો છે.

તપ્તકુંડમાં સ્નાનનું આગવું મહત્વ

image source

તપ્તકુંડમાં સ્નાન કરવાનું એક આગવું મહત્વ છે. આ કુંડમાં જાતે જ ગરમ પાણી નીકળે છે, જેનું ધાર્મિક મહત્વ તો છે જ પણ એની સાથે જ આ પાણીમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્યને લગતા લાભ પણ થાય છે. એવું કહેવાય છે કે, આ પાણીમાં ગંધકની માત્રા ઘણી વધારે છે. આ કારણે આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીનાં રોગમાંથી રાહત મળે છે. આ જ કારણે ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ એકવાર આ કુંડમાં સ્નાન જરૂર કરે છે.

કુંડ બહાર ત્રણ ધારમાં પાણી છોડવામાં આવશે

image source

બદ્રીનાથ ધામનાં ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયા જણાવે છે કે, આ ધામમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યુ છે કે, તપ્તકુંડ સુકાયેલો છે. કુંડમાં સેંકડો લોકો એક સાથે સ્નાન કરે છે. કોરોના સંક્રમણને જોતા હવે કુંડની બહાર ત્રણ ધારોમાં ગરમ પાણી છોડવામાં આવી રહ્યુ છે. અને શ્રદ્ધાળુઓ આ ધારમાં જ સ્નાન કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત