જાણો એવી તો કેવી ઘટના બની કે, જેના કારણે અમેરિકા અને કેનેડામાં એક સાથે જોવા મળ્યા બે સૂરજ

અમેરિકા અને કેનેડામાં એક સાથે બે સુરજ જોવા મળ્યા હતા, આ પાછળનું સત્ય શું છે ક્લિક કરીને જાણો

image source

શું તમે ક્યારેય એક સાથે બે સૂર્યને ઉદિત થતા જોયા છે? કેનેડા અને અમેરિકાના લોકોએ આ અશક્ય ઘટના પોતાની સગી આખે જોઈ છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં એક ફોટો બહુ ઝડપથી ફરી રહ્યો છે. જો કે આ તસ્વીરમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકા અને કેનેડામાં એક સાથે બે સૂર્ય જોવા મળ્યા હતા. જો કે ઘણા લોકોએ તો એવી વાતો પણ કરી નાખી હતી કે આ તસ્વીર સાથે બે સૂર્યના ઉદયની આવી ઘટના વિનાશની નિશાની છે.

દુનિયા માટે આ વિનાશકારી છે

સોશીયલ મીડિયામાં ૧.૦૪ મીનીટની આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહી છે. જો કે આ વિડીયો અમેરિકાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વિડીયો સાથે વાયરલ થઇ રહેલા મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે અમેરિકામાં આજે બે સૂર્ય એક સાથે ઉદિત થતા જોવા મળ્યા હતા. જો કે આ બાબતે નાસાનું કહેવું છે કે દુનિયા માટે આ વિનાશકારી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ ફોટોની ચર્ચાઓ ચારે બાજુ થઇ રહી છે, એવા સમયે અનેક સવાલ પણ ઉભા થઇ રહ્યા છે. જો આપણા સૂર્ય મંડળમાં એક જ સૂર્ય છે તો આ બીજો સૂર્ય ક્યાંથી આવી ગયો.

આ ઘટનાને મુન હંટર્સ કહેવાય

image source

કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને કેનેડામાં બે સૂર્ય ઉદિત થયા હતા. એક વાસ્તવિક સૂર્ય અને બીજો ચંદ્ર આ તસ્વીરમાં જોવા મળે છે. જો કે આ ઘટનાને મુન હંટર્સ કહેવાય છે. આ ત્યારે ઘટે છે, જ્યારે પૃથ્વી પોતાના અક્ષ બદલે છે. આ સમયે એવું બને છે કે ચંદ્ર અને સૂર્ય બંને એક સાથે ઉદ્ભવ થતા હોય એવો નજારો સર્જાય છે. આ સમયે સૂર્યની સાથે ઉદ્ભવેલ ચંદ્ર પણ એટલો જ વધુ ચમકતો જોવા મળે છે કે, પૃથ્વી પરથી જોનારને એ બીજો સૂર્ય ઉગતો હોય એવું જ લાગે છે.

બે સુરજનું ઊગવું જ અસંભવ છે

image source

મીડિયા રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ દિલ્લીના તારામંડળ બાબતે અંતરીક્ષમાં સંશોધન કરતા ખગોળવિદે જણાવ્યું હતું કે આ સંભવ નથી. એક સાથે બે સુરજનું ઊગવું જ અસંભવ છે. દુરના બ્રહ્માંડમાં બાયનરી તારાઓ છે, બે તારાઓ હોઈ શકે છે, જે એક જ પ્રકારના સેન્ટર પર હોઈ શકે છે. પણ એ સંભાવના અલગ હોય છે. આપણી સાથે એવું થવાનું જ નથી અને થવાની કોઈ સંભાવનાઓ પણ દેખાતી નથી.

ટેકનીકલ ભાષામાં એને પૈરાહિલીયન કહેવાય

image source

જો કે અંતરીક્ષ વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે આ ઘટના માત્ર કોરી કલ્પના નથી, આ સત્ય પણ છે. જે ઘટના અમેરિકા અને કેનેડામાં ઘટી છે એને સન ડોગ કહેવામાં આવે છે. જો કે ટેકનીકલ ભાષામાં એને પૈરાહિલીયન કહેવાય છે. આ એક દુર્લભ ઘટના ગણાય છે, પણ એની સંભાવના જરૂર હોય છે. જ્યારે સૂર્ય ૨૨ ડીગ્રી પર હોય છે અને મોસમ એવું થાય કે જેના કારણે બરફના કણ હોય એ એવા એંગલ પર હોય કે જ્યાથી બરફનો દરેક કણ પ્રીજમની જેમ વર્તન કરવા લાગે છે. ત્યારે એવા સમયે સુરજની જે કિરણ આવે છે એ સીધી બરફના કણો પર પડે છે અને એક પ્રતિબિંબ બને છે. આ ઘટનાને મીરાજની ઘટના કહેવાય છે, જેને સન ડોગ પણ કહેવાય છે. એમાં એવું લાગે છે કે બે સૂર્ય હોય છે, જેમાં એક સૂર્ય વધારે ચમકીલો હોય અને બીજો એનાથી ઓછો ચમકદાર.

Source: Sakshisamachar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત