ઘણુબધું કરવા છતાં વજનમાં નથી થઇ રહ્યો ઘટાડો તો આ પાંચ ફળોને અપનાવી જુઓ અને પછી જુઓ કમાલ…

આજે વિશ્વભરમાં લો કાર્બો ડાયટ પસંદ કરવામાં આવી રહી છે, વજન ઘટાડવા માંગતા દરેક લોકો પ્રયત્ન કરતા હોય છે અનેક પ્રકારના ભોજન અને કસરતથી પોતાનું વજન ઘટાડવા માટેની. અમુક ડાયટ એવી હોય છે જેમાં ફ્રુટ ખાવાની મનાઈ કરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ફ્રુટમાં શુગર વધારે માત્રામાં હોય છે એટલા માટે કાર્બોહાઈડ્રેટ કાઉન્ટ વધી જાય છે. પણ લોકો એ ભૂલી જાય છે કે ફળ ના ખાવાથી તેના ઘણા પોષકતત્વોનો ફાયદો એ લોકોને મળતો નથી. આજે અમે તમને જણાવીશું અમુક એવા ફ્રુટ વિષે જે તમને તમારું વજન ઘટાડવા માટે મદદ કરશે સાથે સાથે શરીરને જરૂરી પોષકતત્વો પણ મળશે.
સ્ટ્રોબેરી : આજે સ્ટ્રોબેરી એ લગભગ દરેક માર્કેટમાં મળી આવે છે એક સમય હતો જયારે સામાન્ય વ્યક્તિ એ સ્ટ્રોબેરી ખાઈ શકતો હતો નહિ પણ આજે આપણા લોકલ માર્કેટમાં પણ સારા ભાવે સ્ટ્રોબેરી મળી રહે છે. સ્ટ્રોબેરી એ વજન ઘટાડવા માટેનું સૌથી સારું ફ્રુટ છે. આમાં બહુ ઓછા પ્રમાણમાં કાર્બ હોય છે અને સાથે તે એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ સારું હોય છે. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ડેટા અનુસાર ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરીમાં ફક્ત ૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.
તરબૂચ : વજન ઘટાડવા માટે તરબૂચ એ બહુ ઉપયોગી ફ્રુટ છે. સીઝન ફળ તરબૂચ એ હવે તો દરેક સીઝનમાં મળતું થઇ ગયું છે તરબૂચમાં પાણીનું પ્રમાણ ખુબ જ હોય છે અને તેમાં કેલરી બહુ ઓછી હોય છે. ૧૦૦ ગ્રામ તરબૂચમાં ૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. તરબૂચ ખાવાથી પેટ જલદી ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે જેનાથી તમારા વજનમાં ઘટાડો થાય છે.
પીચ : વજન ઘટાડવા માટે પીચ એ ઘણો સારો ઓપ્શન છે. ૧૦૦ ગ્રામ પીચમાં ફક્ત ૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આના સિવાય પીચમાં કૈટેચિન્સ પણ હોય છે અને તેનું ગ્લાઈકેમિક ઇન્ડેક્સ પણ ઘણું ઓછું હોય છે. ટેટી : ટેટીમાં પણ બહુ ઓછું કાર્બ હોય છે એટલા માટે જો તમે પણ વજન ઘટાડવા માટે કોઈ ડાયટ ફોલો કરો છો તો ટેટીનો સમાવેશ તમારા ભોજનમાં જરૂરથી કરજો. ૧૦૦ ગ્રામ ટેટીમાં ૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.
બ્લેકબેરી : બ્લેકબેરી એ કોઈપણ વાનગીમાં ઉમેરીયા વગર ખાવાથી વધારે અસર થાય છે. ૧૦૦ ગ્રામ બ્લેક્બેરીમાં ૧૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે એટલે કે જો તમે લો કાર્બ ડાયટ કરો છો તો આ ફ્રુટને પણ તમે તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. તમારું વજન જાદુઈ રીતે ઉતારવા લાગશે.