જો ઘરમાં સુકાઇ જાય તુલસીનો છોડ, તો ચેતી જજો, જાણી લો નહિં તો ભગવાન આપે છે કેવા સંકતો

ઘરમાં છે તુલસીનો છોડ તો આ વાતોનું રાખો ધ્યાન, ભગવાન આપે છે કોઇ સંકેત! જાણો શું છે

image source

હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં તુલસી ના છોડને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હિન્દુ શાસ્ત્રોમાં પણ તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દેવતાઓનો વિશેષ આશીર્વાદ જળવાય છે. તેમજ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે અને આ સાથે આર્થિક લાભ પણ થાય છે.

image source

મિત્રો આપણા શાસ્ત્રોમાં જણાવવામા આવ્યુ છે કે તુલસી પૂજા રોજ કરવી જોઈએ તેમજ તુલસીના છોડને દરરોજ પાણી આપવાથી ફાયદો થાય છે. સાંજે તુલસીના છોડની નજીક દીવો મૂકવામાં આવે છે. તુલસીની ઉપાસનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં તુલસીના છોડની દૈનિક પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામી અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરિવારની આર્થિક સ્થિતિમાં પણ ઘણા સમય સુધી સુધારો થાય છે. ઘરમા આવતી નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થાય છે.

image source

તુલસીનું વૃક્ષ રોપવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. જો તુલસીનો છોડ તમારા ઘરમાં સુકાઈ જાય છે તો તમારે અને તમારા પરિવારને જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સમસ્યાઓથી બચવા માટે, તુલસીના છોડની વિશેષ કાળજી લેવી જોઈએ. તમારી પ્રગતિ પર ક્યારેય અસર નહીં થાય જો તુલસી તમારા ઘરે સ્વસ્થ રહેશે તો તમારું કુટુંબ પણ સ્વસ્થ અને સુખી રહેશે.

image source

તુલસીનો છોડ ઘરે ઉછેરવાથી સકારાત્મકતા થાય છે. પરંતુ તુલસીના છોડને લગતા કેટલાક નિયમો છે જે જાણવું અને તેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ તમારા ઘરમાં કદી સુકાવો ન જોઈએ. જો તમે ઘરની બહાર જતા હોવ તો તે વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીના છોડને સમય સમય પર પાણી મળે છે. તેમજ ઘરમાં હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડની સારવાર માટે દરરોજ પાણી આપવાથી દૈવી કૃપા રહે છે અને વ્યક્તિને સ્વર્ગ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને માત્ર ઘરમાં જ રોપવા માટે પૂરતું નથી, પરંતુ તેની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. જો કાળજી યોગ્ય રીતે લેવામાં નહીં આવે તો તુલસીનો છોડ ખૂબ જ ઝડપથી સુકાવવાનું શરૂ કરે છે અને તેનાથી પરિવારને તકલીફ પડી શકે છે. તુલસીનો છોડ પણ અનેક ઔષધીય ગુણધર્મોથી સજ્જ હોય છે.

image source

પૌરાણિક માન્યતા મુજબ તુલસી પૂજા માત્ર મનુષ્યને બચાવવા માટે પૃથ્વી પર મોકલવામાં આવી છે. કહેવાય છે કે જો ભુલથી પણ તુલસીના છોડને રવિવાર,ઍકાદશી,અને સુર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે અડવુ નહી અને તે સિવાય સંધ્યાકાળ પછી પણ તુલસીના પાનને તોડવા નહીં. તુલસીની નીચે દરરોજ સાંજે ઘીનો દિવો કરવો જોઈએ અને તુલસી માતાની આરતી ઉતારવી જોઈએ. અને જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાય જાય તો તેને ફેક્વાને બદલે નદીમાં વિસર્જિત કરી દો અને તેની જગ્યાએ બીજો છોડ રોપી દો અને તેની સાથે તુલસીમાતા પાસે માફી માંગી લો.

image source

ઘરમાં સુકાયેલા તુલસીનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાય જાય તો કોઈ ખરાબ સંકેત છે. ધર્મશાસ્ત્રો મુજબ તુલસીના પાનને ભગવાન ગણેશ અને ભગવાન શિવને અર્પિત નથી કરવામા આવતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત