તુલસીનો ઉકાળો પીવાથી મળશે તમને લાભ જ લાભ, એકવાર વાંચો આ લેખ અને જાણો…

આપણા દરેકના ઘરમાં તુલસી નો છોડ હોય જ છે. તુલસી નું આર્યુવેદિક મહત્વ પણ ઘણું છે. સાત્વિકની સાથે આરોગ્યને લગતા પણ અનેક ફાયદા તુલસી થી મળે છે. ખાસ કરીને વાયરલ તાવમાં કે ઇન્ફેક્શનમાં તુલસીની ચા, તુલસી નો ઉકાળો કે તુલસી ના પાનને ચાવવાનું મહત્વ વધારે રહે છે. શરદી અને ઉધરસમાં તુલસી અસરકારક સાબિત થાય છે. તો આવો આજે જાણીએ સરળ રીતે તુલસીનો ઉકાળો બનાવવાની રીત.

image source

આ સમાચારમાં અમે તમારા માટે તુલસી અને હળદર નો ઉકાળો લાવ્યા છીએ જે તમને રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં ચોમાસામાં શરદી- ઉધરસ સામાન્ય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ને વરસાદ ની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા સૌથી વધુ હોય છે. તેથી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માટે આહારમાં તંદુરસ્ત ખોરાક અને પીણાં નો સમાવેશ કરવો સલાહ ભર્યું છે. આવી સ્થિતિમાં આ તુલસી નો ઉકાળો તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તુલસી નો ઉકાળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

image source

આયુર્વેદ ના નોંધેલા ડોક્ટર અબરાર મુલતાની ના જણાવ્યા અનુસાર તુલસી એક ઔષધીય છોડ છે, જેના ગુણધર્મો તમને ઘણા મોટા રોગો થી મુક્ત કરી શકે છે. ચોમાસામાં હળદર અને તુલસી નો ઉકાળો માત્ર રોગપ્રતિકારક શક્તિ ને જ મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ શરદી અને ગળામાં દુખાવો દૂર કરવામાં પણ મદદ કરે છે.

તુલસીનો ઉકાળો બનાવવા માટેની સામગ્રી :

ત્રણ થી ચાર લવિંગ, બે થી ત્રણ ચમચી મધ, એક થી બે તજ સ્ટીક, આઠ થી દસ તુલસી ના પાન, અડધી ટીસ્પૂન હળદર પાવડર.

તુલસી નો ઉકાળો તૈયાર કરવાની રીત :

image soure

કઢાઈમાં તુલસીના પાન, હળદર પાવડર, લવિંગ અને તજ ઉમેરો. તેને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી ઉકાળવા માટે છોડી દો. ત્યારબાદ આ પાણી ને ગાળી ને હળવા હાથે ઠંડુ થાય ત્યારે પીવો. સ્વાદ માટે તેમાં તમે મધ ઉમેરી શકો છો. તમે આ ઉકાળો દરરોજ બે થી ત્રણ વખત પી શકો છો.

તુલસી ઉકાળો પીવાના જબરદસ્ત ફાયદા :

image source

તુલસીનો ઉકાળો પીવાથી શરદી અને ગળામાં થતો દુખાવો દુર થાય છે. તેના સેવન થી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. તુલસી ઉકાળો રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવન થી પાચન સ્વસ્થ રહે છે. ચહેરાની ચમક અને રંગત કાયમ રાખવા તુલસીના પાનનો રસ કાઢીને બરાબર માત્રામાં લીંબૂનો રસ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવી લો. કરચલીઓ દૂર થશે અને ખીલ પણ નહીં થાય.