તુલસી સામે દીવો કરવાનો છે અનેક મહત્વ, તમે પણ દીવો કરીને બોલો આ મંત્ર, પૈસાની તંગી થશે દૂર

દુનિયામાં એવી કોઇપણ વ્યક્તિ નથી જેના જીવનમાં કોઈ દુઃખ ના હોય, તે વ્યક્તિ અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિને પોતાનું દુઃખ હોય છે. સુખ અને દુઃખ જીવનના અભિન્ન અંગ જેવા હોય છે.

image source

વ્યક્તિના જીવન કાળ દરમિયાન પરિસ્થિતિઓના ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે. હિંદુ ધર્મમાં એવી ઘણી માન્યતાઓએ અસ્તિત્વ ધરાવે છે કે જે મુજબ કોઇપણ વ્યક્તિ પોતાનું જીવન પસાર કરે છે, તેમને પોતાના જીવનમાં કોઈને કોઈ રીતે મુસીબતોનો સામનો કરવો પડે છે.

દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ હોય જ છે બધી જ વ્યક્તિઓ પોતાની મુસીબતોથી છુટકારો મેળવવા ઈચ્છે છે. આ દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી જેને કોઈ તકલીફ હોય નહી. પણ જો મનુષ્ય ભક્તિ અને સત્કર્મ કરતા રહે છે તો આવી વ્યક્તિના જીવનમાં ઘણી ઓછી મુસીબતોનો સામનો કરવો પડે છે કે પછી આવી વ્યક્તિના જીવન માંથી મુશ્કેલીઓ દુર થવા લાગે છે.

image source

હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું અનુસરણ જો કોઈ વ્યક્તિ પોતાના જીવન જીવવામાં કરે છે તો આવી વ્યક્તિ પોતાનું જીવન ખુબ જ સુખ શાંતિથી જિંદગી પસાર કરે છે. ત્યાં જ જે લોકો હિંદુ ધર્મનું અનુસરણ તો કરે છે પણ હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જરૂરી નિયમોનું પાલન નથી કરતા તેવી વ્યક્તિઓનું આખું જીવન દુઃખ અને અશાંતિથી ભરેલ રહે છે. ઉપરાંત આવી વ્યક્તિઓના જીવનમાં દુઃખ કોઈને કોઈ રૂપમાં પ્રવેશ કરી જ લે છે.

image source

હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સૂર્યોદય અને સુર્યાસ્તના સમયને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને આ બંને સમયને દિવસના સૌથી શુભ સમય માનવામાં આવ્યા છે. મોટાભાગે હિંદુ પરિવારોમાં દિવસના આ બંને સમય પર પૂજા અર્ચના કરવામાં આવે છે. સવારે સૂર્યોદયના સમયે સ્નાનાદિ કાર્ય પતાવીને સૂર્યદેવ અને તુલસીના છોડને જળ અર્પણ કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. હિંદુ ધર્મને અનુસરતા દરેક ઘરમાં તુલસીના છોડને રોપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે, તુલસીનો છોડ ઘરમાં નકારાત્મક શક્તિઓને ઘરમાં આવતા અવરોધે છે જેના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે અને પરિવારના સભ્યો એકબીજાની સાથે સુખપૂર્વક જીવન પસાર કરે છે.

image source

હિંદુ ધર્મનું અનુસરણ કરતા પરિવારના લોકો પોતાના ઘર આંગણે તુલસીના છોડને વાવે છે અને રોજ નિયમિત રીતે તુલસીના છોડની પૂજા- અર્ચના કરવાની સાથે જ જળ અર્પણ કરે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જણાવાયું છે કે, ઘરના આંગણામાં વાવવામાં આવેલ તુલસીના છોડની નીચે સુર્યાસ્ત સમયે દીવો પેટાવવો જોઈએ અને સાથે જ કેટલાક મંત્રોચ્ચાર પણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ મંત્રજાપ નિયમિત રીતે કરવાથી વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન પ્રગતિ પ્રાપ્ત કરે છે.

હિંદુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા- અર્ચના પૂર્ણ માનવામાં આવતી નથી. તુલસીના છોડના સ્પર્શ માત્રથી કોઇપણ વ્યક્તિના જીવનના પાપ સમાપ્ત થઈ જાય છે. હિંદુ ધાર્મિક માન્યતા એવી પણ છે કે, તુલસીના છોડમાં દેવી અને દેવતાઓ નિવાસ કરે છે.

image source

સંધ્યા સમયે તુલસીના છોડ સમક્ષ આ મંત્ર બોલવો.:

ઘરના આંગણામાં વાવવામાં આવેલ તુલસીના છોડની સંધ્યા સમયે પૂજા કરતા સમયે તુલસીજીના મંત્રનો જાપ કરવાથી આપના પરિવારમાં હંમેશા સુખ અને શાંતિનું વાતાવરણ યથાવત રહે છે અને આપના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે. હિંદુ પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે, ઘરના આંગણામાં વાવવામાં આવેલ તુલસીના છોડને સવારના સમયે જળ અર્પણ કરવામાં આવે છે અને સંધ્યા સમયે તુલસીના છોડની નીચે દીવો પ્રજ્વલ્લિત કરવો જોઈએ. આમ કરવાથી આપના પરિવારમાં અને ઘરમાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે છે. ઉપરાંત તુલસીના છોડની નીચે સંધ્યા સમયે દીવો પેટાવ્યા પછી મંત્રનો જાપ કરો છો તો આપને ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

image source

મંત્ર.:

“મહાપ્રસાદ જનાણી, સર્વ સૌભાગ્યવર્ધીની,

આધિ વ્યાધિ હરા નિત્યમ, તુલસી ત્વં નમો સ્તુતે.”

આ મંત્રનો અર્થ થાય છે કે, તુલસી જીવનમાં તમામ પ્રકારના સૌભાગ્યને વધારનાર છે અને તે હંમેશા લોકોના શારીરિક રોગોને દુર કરે છે અને સ્વસ્થ રાખે છે, માટે અમે આપને નમસ્કાર કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત