જો તમે પણ આ રીતે કરો છો તુલસીનું સેવન તો તમને થઈ શકે છે નુકસાન, જાણો ઉપયોગની સાચી રીત

તુલસીમાં ઔષધિય ગુણો હોવાના કારણે તેના પાનનું સેવન ચાવીને કરવાનું માનવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે કે તુલસીના પાનને ચાવીને ખાવાનું તમારા માટે નુકસાન દાયક બની શકે છે.

આ છે તુલસીની ખાસિયત, જાણો કઈ બીમારીઓને કરે છે દૂર

image source

તુલસીના છોડની ખાસ વાત એ છે કે તે 24 કલાક ઓક્સીજન આપે છે. ભારતીય સંસ્કૃતિ, હિંદુ ધર્મ અને આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રમાં તેનું મહત્વ ઘણું વધારે હોય છે. તમે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તે શુભ માનવામાં આવે છે. તુલસીમાં અનેક ઔષધિય ગુણો હોય છે. જેના કારણે શરદી, ખાંસી, પેટ દર્દ, મેલેરિયા, અનિયમિત માસિક ચક્ર અને સાથે યૌન રોગમાં પણ રાહત મળે છે.

image source

આ સિવાય લોહીને શુદ્ધ કરવું હોય કે પાચન શક્તિ અને ઈમ્યુનિટી વધારવાની સાથે અનેક બીમારીમાં તુલસીનું સેવન કરાય છે. તુલસીના પાનને ચાવીને ખાવાથી તમારા દાંતને મોટું નુકસાન થાય છે. તમે તેને વિશે ભાગ્યે જ જાણતા હશો. તો જાણો તુલસીના પાનને ચાવીને ખાવાથી શું નુકસાન થઈ શકે છે. તેનાથી તમારી હેલ્થ અને દાંત બંનેને ફાયદો થાય છે.

તુલસીના પાન ચાવવા આ કારણે કરે છે નુકસાન

image source

તુલસીના પાનનું સેવન અનેક બીમારીમાંથી રાહત આપે છે. કેટલાક લોકો તેને ઈમ્યુનિટી વધારવા માટે રોજ સવારે ચાવીને ખાય છે. પરંતુ આ પાનને દાંતથી ચાવવા નહીં. તુલસીના પાનમાં મર્ક્યુરી એટલે કે પારો અને આયર્ન વધારે પ્રમાણમાં મળે છે. સાથે તેમાં આર્સેનિક પણ મળે છે. તમે તુલસીના પાનને ચાવીને ખાઓ છો તો તે દાંતના સીધા સંપર્કમાં આવે છે અને દાંતને નુકસાન થાય છે. તેનાથી દાંત ખરાબ થાય છે અને અનેક પ્રકારની તકલીફો મળે છે. તુલસીના પાનને લઈને ચાવીને ન ખાઓ. તેના પાનને પાણીની મદદથી ગળી જાવ અથવા અહીં આપેલા ઉપાયોને અપનાવી શકાય છે.

image source

ચાવીને નહીં પણ આ રીતે કરો તુલસીના પાનનું સેવન

  • તુલસીનું સેવન કરવા ઈચ્છો છો તો તમે તેને કૂટીના ચામાં નાંખીને પીઓ.
  • તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીનું સેવન કરો.
  • તુલસીના પાનને પીસીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકાય છે.
  • તુલસીનું સેવન કરવા માટે તમે બજારમાં મળતી ટેબ્લેટ તુલસી ઘનવટીનો ઉપયોગ કરી શકો છો.
  • તુલસીના સેવન માટે તમે બજારમાં મળતા તુલસી પંચાંગ જ્યુસની મદદ લઈ શકો છો.
  • તુલસીના પાનને છાંયડામાં સૂકવીને તેને પીસીને પાવડર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.
  • તુલસીના તાજા પાનને પીસીને તેની ગોળી બનાવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ