તુલસી વિવાહના દિવસે ભૂલ્યા વગર કરો રાશિ પ્રમાણે આ ઉપાય, ક્યારે નહિં ખૂટે ઘરમાં ધન અને ચમકી ઉઠશે કિસ્મત

આજે છે તુલસી વિવાહ – રાશિ પ્રમાણે કરો આ ઉપાય બદલાઈ જશે કિસ્મત

આમ તો તુલસીના ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે. પણ જો તુલસી વિવાહના દિવસે રાશિ પ્રમાણે કેટલાક ખાસ ઉપાય કરવામા આવે તો જાતકોને માત્ર મુશ્કેલીઓથી જ છુટકારો નથી મળતો પણ તેમની કામનાઓ પણ પુરી થાય છે. આ વખતે તુલસી વિવાહ 25 નવેમ્બરે એટલે કે આજે છે. તો ચાલો તમને રાશિ પ્રમાણે જણાવીએ કે તમારે કેવા ઉપાય કરવા જોઈએ.

મેષ રાશિના જાતકોએ કરવું જોઈએ આ કામ

મેષ રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને શાળિગ્રામ ભગવાનના વિવાહના સમયે પોતે જ પોતાના હાથેથી તુલસીને લાલ ચુંદડી પહેરાવવી જોઈએ. ત્યાર બાદ ધૂપ-દીપ કરીને તમારી કામના પુરી કરવાની અરજ કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી લાઇફના બધા જ ટેન્શન દૂર થાય છે.

વૃષભ રાશિના જાતકોએ કરવો જોઈએ આ ઉપાય

વૃષભ રાશિના જાતકોએ તુલસી વિવાહ પર માતા તુલસીને અત્તર અર્પિત કરવું જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. સાથે સાથે જીવનમાં ઐશ્વર્ય પણ બનેલું રહે છે. તેની સાથે જ જાતકના બધા જ પ્રકારના ગ્રહ દોષ સમાપ્ત થઈ જાય છે.

કર્ક રાશિના જાતકોએ કરવું જોઈએ આ કામ

કર્ક રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે સાંજના સમયે તુલસી નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી આ રાશિના લોકોનો માત્ર ચંદ્ર જ ઠીક નથી થતો પણ સાથે સાથે તેમને માનસિક શાંતિ પણ મળે છે. માટે તુલસી વિવાહના દિવસે આ રાશિના લોકોએ તુલસીના છોડ નીચે ઘીનો દીવો જરૂર કરવો.

સિંહ રાશીના જાતકોએ કરવો જોઈએ આ ઉપાય

સિંહ રાશીના જાતકોએ તુલસી વિવાહના દિવસે માતા તુલસીના છોડ પર લાલ પુષ્પ અર્પિત કરવા જોઈ. સાથે સાથે સાંજના સમયે કુંકુમનુ તીલક કરીને તુલસીના છોડ નીચે દીવો અવશ્ય કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં માન-સમ્માન પ્રાપ્ત થાય છે.

કન્યા રાશિના જાતકોએ કરવો આ ઉપાય

કન્યા રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે તુલસીનો છોડ મંદિરમાં દાન કરવો જોઈએ. આમ કરવાથી આ રાશિના જાતકોના સફળતાના યોગ બને છે. આટલું જ નહીં પણ આ ઉપાય કરવાથી નોકરી અને વેપારમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે.

તુલા રાશિના જાતકોએ કરવું આ કામ

તુલસી વિવાહના દિવસે તુલા રાશિના જાતકોએ માતા તુલસીને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ. આ ઉપાય કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં આ ઉપાયથી ઘર-પરિવારના લોકોનો આંતરીક પ્રેમ વધે છે.

વૃશ્ચિક રાશિના જાતકોએ કરવો જોઈએ આ ઉપાય

વૃશ્ચિક રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે માતા તુલસીના શ્રૃંગારની બધી જ વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. જેનાથી જાતકોને શત્રુબાધાથી મુક્તિ મળે છે અને જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં પણ સફળતા મળે છે.

ધન રાશિના જાતકોએ કરવું જોઈએ આ કામ

ધન રાશિના જાતકો તુલસી વિવાહના દિવસે તુલસી શાળિગ્રામના વિવાહ કરાવતી વખતે માતા તુલસીને હળદર અવશ્ય લગાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં માંગલિક કાર્યોમાં આવી રહેલા દરેક પ્રકારના અવરોધો દૂર થાય છે. સાથે સાથે પરિવારના સભ્યોના જીવનમાં ખુશિયોનું આગમન થાય છે.

મકર રાશિના જાતકોએ કરવું જોઈએ આ કામ

મકર રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે માતા તુલસીનું કન્યાદાન પેતાના હાથે કરવું જોઈએ. આમ કરવાથી જાતકો માત્ર કન્યાદાનનું ફળ પ્રાપ્ત નથી કરતાં પણ સાથે સાથે સંતાનના વિવાહમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

કુંભ રાશિના જાતકોએ કરવો જોઈએ આ ઉપાય

કુંભ રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે તુલસીનો છોડ કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરવો જોઈએ. અથવા તો પછી કોઈ મંદિરમાં લગાવવો જોઈએ. આમ કવરાથી શનિદેવનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે. સાથેસાથે દુર્ઘટના, અકાળ મૃત્યુ અને અન્ય મુશ્કેલીઓમાં પણ રાહત મળે છે.

મીન રાશિના જાતકોએ કરવો જોઈએ આ ઉપાય

મીન રાશિના જાતકોએ તુલસી વિવાહના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાંથી બધા જ પ્રકારની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. પણ ધ્યાન રાખવું કે તુલસીનો છોડ લગાવ્યા બાદ તેની નીચે શાળિગ્રામ ચોક્કસ મુકવો.

Source: Navbharattimes

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ