તમારી ત્વચાને ઝડપથી વૃદ્ધ કરે છે ખાવાપીવાની આ 5 વસ્તુઓ, આજથી જ છોડી દો તેનું સેવન

કોઈ વ્યક્તિ એવું ક્યારેય ઈચ્છે નહીં કે તે સમય કરતાં વહેલા વૃદ્ધ દેખાવા લાગે. પરંતુ ખરાબ જીવનશૈલી અને અયોગ્ય ડાયટના કારણે ઉંમર પહેલા પણ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. નિષ્ણાંતો ખરાબ સ્કીન પાછળ જવાબદાર બે કારણને ગણે છે. પહેલું તડકામાં જરૂર કરતાં વધારે સમય સુધી રહેવું અને બીજું ગ્લાઈકેશન એન્ડ પ્રોડક્ટ્સ.

ગ્લાઈકેશન એન્ડ પ્રોડક્ટ્સ પ્રોટીન અથવા ફૈટ અને ખાંડના મિશ્રણથી બને છે. જો કે આ બંને વસ્તુઓને કંટ્રોલ કરવી તમારા હાથમાં છે. તડકામાં જતા પહેલા હંમેશા સનસ્ક્રીન લગાવવું અને સાથે જ પોતાના ખોરાક પર ધ્યાન આપવું.

image soucre

હેલ્થ એક્સપર્ટના જણાવ્યાનુસાર ખોરાકની કેટલીક વસ્તુઓ સ્કીનને સમય પહેલા વૃદ્ધ કરી દેતી હોય છે જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખવા લાગે છે. જો તમે પણ હેલ્ધી અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છો છો તો તમારે આ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.

image socure

ફ્રેંચ ફ્રાઈઝ – ફ્રેંચ ફ્રાઈઝ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેમાં નમક અને તેલ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તેને વધારે તાપમાન પર બનાવવામાં આવે છે અને તેના સેવનથી સ્કીન ખરાબ થાય છે. ફ્રી રેડિકલ્સ એજીંગની પ્રોસેસને ઝડપી કરી દે છે. વધારે નમક હોવઆથી ડિહાઈડ્રેશન થવા લાગે છે. તેના કારણે ત્વચા ઢીલી થવા લાગે છે અને કરચલીઓ દેખાય છે. જો તમને ફ્રેંચ ફ્રાઈઝ વધારે ખાવી ગમતી હોય તો તમે બટેટાને બદલે રતાળૂથી બનેલી અને બેક કરેલી ફ્રેંચ ફ્રાઈઝ ખાઈ શકો છો.

image soucre

શુગર – ખીલ જેવી ત્વચાની સમસ્યા સૌથી વધુ ખાંડના કારણે હોય છે. ખાંડમાં કોલેજનને નુકસાન કરનાર ગ્લાઈકેશન એન્ડ પ્રોડક્ટ બનાવે છે. કોલેજન સ્કીનને સાફ કરવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં ખાંડની માત્રા વધી જાય છે ત્યારે વૃદ્ધ દેખાવા લાગો છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો મીઠાઈને બદલે મીઠા ફળ ખાવાનો આગ્રહ રાખો.

સોડા અને કોફી

image soucre

સોડા અને કોફીમાં વધારે પ્રમાણમાં કેફીન હોય છે. જેના કારણે બરાબર ઊંઘ આવતી નથી. અને ખરાબ સ્લીપિંગ પેટર્નના કારણે ત્વચા પર અસર પડે છે. આંખની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. તેથી ખાણીપીણીમાં સોડા અને કોફીની માત્રા ઘટાડવી જોઈએ. કોફીને બદલે હળદરવાળું દૂધ પીવું જોઈએ. તે ગુણકારી છે અને એન્ટી એજીંગ ગુણ તેમાં વધારે હોય છે.

આલ્કોહોલ

image socure

દારુના કારણે ઘણી સમસ્યા થવા લાગે છે જેમકે સ્કીન લાલ થઈ જવી, સોજો આવવો, કરચલીઓ પડવી વગેરે. તેનાથી શરીરમાંથી વિટામિન એ પણ ઘટી જાય છે. જે સ્કીનને ટાઈટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેથી આલ્કોહોલનું સેવન ઘટાડવું અને વધારે પ્રમાણમાં પાણી પીવું.

ઊંચા તાપે પકાવેલું ભોજન

image soucre

કોર્ન કે સનફ્લાવર ઓઈલમાં કેટલાક પોલીઅનસેચુરેટેડ તેલ અને ઓમેગા 6 ફૈટી એસિડનું પ્રમાણ વધારે હોય છે જે ત્વચાને ઝડપથી ખરાબ કરે છે. જો તમે રોજ આ તેલમાં તેજ આંચ પર પકાવેલું ભોજન ખાવ છો તો તમારી સ્કીન ઝડપથી ખરાબ થઈ શકે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી વેજીટેબલ ઓઈલનો ઉપયોગ કરો.