ટીવીના આ 10 કપલ્સ બૉલીવુડ કપલ્સને પણ આપી શકે છે ટક્કર, જોઈ લો તસવીરો

મોટાભાગની મહિલાઓ ટીવી પર તેમની મનપસંદ સાસ-બહુ વાળી સિરિયલો રોજ જોવાનું પસંદ કરે છે. લોકોને માત્ર ડેઈલી સોપ જ નહીં પરંતુ તેમાં કામ કરતા કલાકારો પણ ખૂબ જ પસંદ કરે છે. કદાચ તેથી જ તેમના અંગત જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ જાણવા માટે ઉત્સુક રહે છે, ચાલો આજે અમે તમને 10 પ્રખ્યાત ટીવી કપલ્સના રિયલ લાઈફ લગ્નની તસવીરો બતાવીએ, જે ચોક્કસથી તમારો મૂડ ફ્રેશ કરી દેશે.

કરણ મહેરા અને નિશા રાવલ

image soucre

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નૈતિક એટલે કે કરણ મહેરાએ 24 નવેમ્બર 2012 ના રોજ નિશા રાવલ સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આમના શરીફ અને અમિત કપૂર

image soucre

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી આમના શરીફે તેના બોયફ્રેન્ડ અમિત કપૂર સાથે 27 ડિસેમ્બર 2013ના રોજ લગ્ન કર્યા હતા. તમે પણ જુઓ આ બંનેની આ સુંદર તસવીર


દ્રષ્ટિ ધામી અને નીરજ ખેમકા

image soucre

નાના પડદાની કવીન દ્રષ્ટિ ધામીએ 21 ફેબ્રુઆરી 2015ના રોજ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે સાત ફેરા લીધા. લગ્નના દિવસે દ્રષ્ટિ લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રવીશ દેસાઈ અને મુગ્ધા ચાફેકર

image soucre

‘સતરંગી સસુરાલ’માં પતિ-પત્નીની ભૂમિકા ભજવનાર રવીશ દેસાઈ અને મુગ્ધા ચાફેકર વાસ્તવિક જીવનમાં પણ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ 14 ડિસેમ્બર 2016ના રોજ બંનેએ મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.

મોહિત શહેગલ અને સનાયા ઈરાની

image soucre

મોહિત સેહગલ અને સનાયા ઈરાની, નાના પડદાના ક્યૂટ કપલ્સમાંથી એક, 25 જાન્યુઆરી, 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાયા.બન્નેએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા

રવિ દુબે અને સરગુન મહેતા.

image soucre

અભિનેતા રવિ દુબે અને સરગુન મહેતાના લગ્ન 7 ડિસેમ્બર 2013ના રોજ થયા હતા. સરગુન લગ્નના દિવસે ડોળીમાં બેસીને મંડપમાં પહોંચી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા

image soucre

‘યે હૈ મોહબ્બતેં’ના ઈશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્ન નાના પડદાના સૌથી પ્રખ્યાત લગ્નોમાંથી એક માનવામાં આવે છે. બંનેએ 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં લગ્ન કર્યા હતા.

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ

image soucre

ફેમસ ટીવી એક્ટ્રેસ અને બધાની ફેવરિટ વહુ સિમર એટલે કે દીપિકા કક્કરે થોડા સમય પહેલા તેના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. બંનેએ 22 ફેબ્રુઆરી 2018ના રોજ મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

ગૌતમ રોડે અને પંખુરી અવસ્થિ

image soucre

ગૌતમ રોડેએ પંખુરી અવસ્થી સાથે લગ્ન કરીને અનેક મહિલા ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. બંનેએ 5 ફેબ્રુઆરી 2018ના રોજ અલવરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ લોકોને ઘણી પસંદ આવી હતી.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

image soucre

લગભગ 6 વર્ષના અફેર પછી, કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે તેમના સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું અને 16 ડિસેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યા.