મળો ટેલિવિઝન જગતના 6 જાણીતા રામને, જેમાં અમુક થયા છે ફેમસ તો અમુક તો..
રામ મંદિર બનતા પહેલા ટીવી પર સ્થાપિત થયા ભગવાન રામ, આ છે ટેલિવિઝન જગતના 6 જાણીતા રામ. અયોધ્યા મંદિર બનતા પહેલા ટીવી પર જાણીતા થઈ ચૂક્યા છે આ 6 રામ. આ છે ટેલિવિઝન જગતના 6 રામ નંબર 1 એ તો કર્યું છે લોકોના દિલો પર રાજ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. એ દરમિયાન એ એક 40 કિલોની ચાંદીની ઈંટ મંદિરના પાયામાં મુકશે. અને આને લઈને આખા દેશના ઉત્સાહ છવાયેલો છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો રામ મંદિર નિર્માણના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બદલ પહેલા જ આભાર વ્યક્ત કરી ચુક્યા છે. રામ મંદિરના નિર્માણથી ભગવાન રામને ફરી એકવાર સ્થાપિત કરવામાં આવશે.આ અવસર પર અમે તમને સ્ક્રીન પર સ્થાપિત થઈ ચૂકેલા ભગવાન રામ વિશે જણાવીશું.
અરુણ ગોવિલ.

સૌથી પહેલા આપણે વાત કરીશું રામાનંદ સાગરની રામાયણની.આ રામાયણમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું. આ રામાયણ 1987થી 1998 સુધી ચાલી હતી. લોકોએ એ સમય દરમિયાન અરુણ ગોવિલને ખરેખરમાં રામ માની લીધા હતા. કોરોના વાયરસ મહામારીના કારણે ચાલેલા લોકડાઉન દરમિયાન દૂરદર્શને રામાયણનું ફરીથી પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો. અને એ પછી આ શોને ખૂબ જ લોકપ્રિયતા મળી. અરુણ ગોવિલ ફરી એકવાર ભગવાન રામ બનીને લોકોની સામે આવ્યા અને લોકોના દિલ પર છવાઈ ગયા.
સીરાજ મુસ્તફા ખાન.

એ પછી રસ 1997માં ટીવી પર બીજો લોકપ્રિય શો “જય હનુમાન” શરૂ થયો. એમ ભગવાન રામનું પાત્ર સીરાજ મુસ્તફા ખાને ભજવ્યું હતું. આ શોને ઓન ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોને સંજય ખાને ડાયરેકટ કર્યો હતો. અને આ શોની વાર્તા ઉમેશ ચંદ્ર ઉપાધ્યાયે લખી હતી.
ગુરમીત ચૌધરી.

વર્ષ 2008માં એનડી ટીવી ઈમેજીન પર પ્રસારિત થયેલી રામાયણમાં ગુરમીત ચૌધરીએ રામનું પાત્ર ભજવ્યું હતું. અને લોકોને આ પાત્ર ઘણું પસંદ પણ આવ્યું હતું.
આશિષ શર્મા.

વર્ષ 2015માં રામાયણ પર આધારિત સિયા કે રામ સીરિયલમાં ભગવાન રામનું પાત્ર યશ મિસ્ત્રીએ ભજવ્યું હતું. આ શોમાં પહેલી વાર ભગવાન રામને શારીરિક રૂપમાં બિલકુલ અલગ રીતે બતાવવામાં આવ્યા હતા. જો કે આ સીરિયલમાં સીતાના ચરિત્ર પર ફોકસ કરવામાં આવ્યું હતું. અને ભગવાન રામનો અલગ દ્રષ્ટિકોણ દર્શાવવામાં આવ્યો હતો.
ગગન મલિક.

વર્ષ 2015માં જ ટીવી પર સંકટમોચન મહાબલી હનુમાન પણ રામાયણ આધારિત સિરિયલ હતી. આ સિરિયલ મુખ્ય રીતે હનુમાન અને હનુમાનની રેમ ભક્તિ પર આધારિત હતી. આ સીરિયલમાં ભગવાન રામનું પાત્ર ગગન મિલકે ભજવ્યું હતું. આ સિરિયલ સોની ટીવીનો ટીઆરપી વાળો શો રહ્યો હતો.
હિમાંશુ સોની.

વર્ષ 2019માં સિરિયલ રામ સિયા કે લવ કુશ આવી. આ સિરિયલ ઉત્તર રામાયણ પર આધારિત હતી. એનો છેલ્લો એપિસોડ ફેબ્રુઆરી 2020માં આવ્યો હતો. આ સીરિયલમાં કેન્દ્રસ્થાને ભગવાન રામ અને સીતા તેમજ તેમના દીકરાઓ લવ કુશ હતા. આ સીરિયલમાં ભગવાન રામનું પાત્ર હિમાંશુ સોનીએ ભજવ્યું હતું. આ સીરિયલમાં ભગવાન રામના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત