આ છે ટીવીના 5 રિયલ લાઈફ રોમેન્ટિક કપલ, જેમાં નંબર 2 તો બધાના દિલોમાં કરે છે રાઝ, જોઇ લો સુપર-ડુપર તસવીરો

આ છે ટીવીના 5 રિયલ લાઈફ રોમેન્ટિક કપલ.

ટીવીના 5 રિયલ લાઈફ રોમેન્ટિક કપલને જોઈને તમને પણ પોતાના પાર્ટનર સાથે રોમેંટિક ક્ષણો વિતાવવાના ઘણા બધા આઈડિયા મળી જશે. પોતાની લવ લાઈફને રોમેન્ટિક બનાવવા માટે તમે પણ જોઈ લો ટીવીના આ 5 રિયલ લાઈફ રોમેન્ટિક કપલનો રોમેન્ટિક અંદાજ.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા.

image source

ટીવીના ગોલ્ડન કપલ ગણાતા દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયાનું માનવું છે કે સારી ફેમીલી અને સારા મિત્રો કિસ્મતથી મળે છે. અને એમની સાથે જિંદગી ખુશી ખુશી વીતી જાય છે. એક જ પ્રોફેશનમાં હોવાના કારણે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા એકબીજાના કામને સારી રીતે સમજી શકે છે. એટલે પાર્ટનરને ટાઈમ ન આપી શકવાનાને લઈને ક્યારેય એકબીજાને ફરિયાદ નથી કરતા.દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયાની લવ કેમસ્ટ્રી જોવી હોય તો તમે એમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા પોતાની બીઝી લાઈફમાંથી સમય કાઢીને પોતાની લવ લાઈફને રિચાર્જ કરતા રહે છે

રવિ દુબે અને સરગુન મહેતા.

image source

એકબીજાના સ્પોર્ટ સિસ્ટમ બનીને એકબીજાની સફળતાનો ભાગ કઈ રીતે બની શકાય એ કોઈ રવિ દુબે અને સરગુન મહેતા પાસેથી શીખો. રવિ અને સરગુન બંને ખૂબ જ બીઝી રહે છે તપ પણ ખૂબ જ ખુશ અને એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. ટીવીના મેડ ફોર ઈચ અધર કહેવાતા કપલ રવિ દુબે અને સરગુન મહેતાની જોડી જેટલી સુંદર છે એટલી જ રોમેન્ટિક પણ છે. આ ક્યૂટ કપલ પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ સમજદારીથી મેનેજ કરે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ સફળતાનાં પગથિયાં ચડતા ચડતા જિંદગીને પણ ખુલીને જીવે છે.

અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી.

image source

પોપ્યુલર ટીવી શો યે હે મોહબ્બતેની શગુન એટલે કે અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીની લવ કેમેસ્ટ્રીને તો તમે નચ બલિયે 9માં જોઈ જ હશે. નચ બલિયે 9ના લગભગ દરેક એપિસોડમાં અનિતા અને રોહિતના ડાન્સની સાથે સાથે એમની લવ કેમેસ્ટ્રીને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. અનિતા અને રોહિત પણ પોતાની પ્રોફેશનલ અને લવ લાઈફને ખૂબ જ સુંદર રીતે મેનેજ કરે સીબે. આ જોડી તમને સોશિયલ મીડિયા પર પણ પોતાના રોમેન્ટિક અંદાજમાં મળી જશે.

દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી.

image source

નામ, પૈસા, પ્રેમ, ખુશીઓ…બહુ ઓછા લોકોને આ બધી વસ્તુ એકસાથે મળી શકે છે પણ દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી એ ખુશનસીબ લોકોમાંથી છે જેમને જિંદગીએ દિલ ખોલીને ખુશીઓ અને પ્રેમ આપ્યો છે. એમની સફળતાની વાત કરતી વખતે એ જણાવવું જરૂરી છે કે એ બધું જ ત્યારે શક્ય થઈ શક્યું જ્યારે દેબીના અને ગુરમીતે ન ફક્ત એકબીજાનો હાથ પકડ્યો પણ એકબીજા માટે સ્પોર્ટ સિસ્ટમ પણ બન્યા.

રુબીના દિલેક અને અભિનવ શુકલા.

image source

નાના પડદા પર એક સંસ્કારી વહુથી લઈને કિન્નર વહુ જેવા ચેલેન્જિંગ પાત્ર ભજવનારી અભિનેત્રી રુબીના દિલેક અને અભિનવ શુકલાની જોડી પણ ખૂબ જ રોમેન્ટિક છે લાંબા સમયના અફેર પછી આ ક્યૂટ કપલે લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *