અંકિતા લોખંડેથી લઈને કપિલ શર્મા સુધી, આ ટીવી સ્ટાર પાસે છે કરોડોની ગાડીઓ, જોઇ લો તસવીરોમાં કોણ કઇ ચલાવે છે કાર

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, અભિનય જગત એ એક ગ્લેમર વર્લ્ડ છે. આ જગતના કલાકારો મોંઘા બંગલાથી લઈને મોંઘી ઘડિયાળ સુધીના અનેકવિધ શોખ ધરાવતા હોય છે. આજના સમયમા દરેક વ્યક્તિ એક ભવ્ય જીવન જીવવાનુ પસંદ કરે છે ત્યારે આજે આ લેખમા અમે તમને અમુક એવા ટેલીવિઝન કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમની પાસે છે કરોડોનુ મુલ્ય ધરાવતી ગાડીઓ. તો ચાલો જાણીએ ક્યા છે આ ટેલીવિઝન કલાકાર?

અંકિતા લોખંડે :

image socure

આ યાદીમા પહેલુ નામ આવે છે અંકિતા લોખંડે. આ અભિનેત્રી પાસે શાનદાર જેગુઆર કાર છે. હાલ, તાજેતરમા જ આ ગાડી સૌથી વધુ ચર્ચામાં હતી જ્યારે અંકિતાએ પોતાની આ કાર બિહાર પોલીસને મુંબઇ મુસાફરી માટે આપી હતી.

કપિલ શર્મા :

image socure

આ કલાકાર આજે આપણા દેશમા નાનાથી લઇને મોટા દરેક લોકોનો પ્રિય બની ચુક્યો છે. ત્યારે હાલ આ કોમેડિયન કલાકાર ટૂંક સમયમાં જ પિતા બનવાનો છે એવા ન્યુઝ સાંભળવા મળ્યા છે. તેમની પાસે રેંજ રોવર અને મર્સિડીઝ બેંજ જેવી અનેકવિધ મોંઘી અને લક્ઝરી કાર છે. તે ગાડીઓના ખુબ જ શોખીન છે.

અવિનાશ મુખર્જી :

image socure

ટીવી સીરિયલ બાલિકા વધુમા જગીયાનુ પાત્ર ભજવતા બાળ અભિનેતા અવિનાશ મુખર્જીએ પણ પોતાને એક મહાન કાર ગિફ્ટ કરી છે. આ ગાડી સામાન્ય કાર નથી પણ એક શાનદાર મર્સિડીઝ કાર છે, જેની ફોટોસ તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ભારતી સિંઘ :

image soucre

આ કોમેડિયન કવિન આજે ટીવી શો ની બેસ્ટ ફિમેલ કોમેડિયન છે, તેમની પાસે બ્લેક મર્સિડીઝ ઉપરાંત ઓડી ક્યૂ -૫ પણ છે.

મોનાલીસા :

image socure

ભોજપુરી સિનેમાની આ પ્રખ્યાત અભિનેત્રી હંમેશા પોતાની અદાઓને કારણે ચર્ચામા રહેતી હોય છે. આ ઉપરાંત એક સમય હતો જ્યારે તેમને બિગ બોસના કારણે ઘણી ચર્ચામા રહેતી ત્યારે આ ભોજપુરી અને ટીવી એક્ટ્રેસ પાસે વ્હાઇટ કલરની ઓડી છે.

રોનીત રોય :

image socure

“ક્યૂંકી સાસ ભી કભી બહુ થી” સીરીયલથી લાઇમલાઇટમા આવનાર આ અભિનેતા ટેલિવિઝન અને બોલિવુડના પોપ્યુલર અભિનેતાઓમાના એક છે. તેમને કારનો ખુબ જ શોખ છે. તેમની પાસે વ્હાઇટ ઓડી ક્યૂ ૭ તેમજ યેલો ઓડી આર ૮ પણ છે.

દીપિકા કક્કર :

image socure

ટીવીજગતમા “સસુરાલ સીમર કા” સિરીયલથી ખ્યાતી મેળવનાર આ ટીવી અભિનેત્રી પાસે વાદળી રંગની બીમ.એમ.ડબ્લ્યુ.-૬ સિરીઝની કાર છે.

ધીરજ ધુપર :

ટીવી સીરીયલ કુંડળી ભાગ્યમા સારો એવો અભિનય કરનાર આ કલાકાર પાસે સ્ટાઇલિશ જગુઆર કાર છે.

કવિતા કૌશિક :

image soucre

ટીવી સીરીયલ એફ.આઈ.આર. મા ચંદ્રમુખી ચૌટાલાનુ પાત્ર ભજવીને સૌ કોઈના હૃદયમા વસી જનાર આ અભિનેત્રી પાસે બ્રાઉન કલરની બી.એમ.ડબલ્યુ. એક્સ-૧ કાર છે.

સુનિલ ગ્રોવર :

image soucre

કપિલ શર્મા શો મા ડોકટર ગુલાટી અને ગુથ્થીનુ પાત્ર ભજવીને સૌ કોઈને હસાવનાર આ કોમેડિયન કલાકાર પાસે તેની એક રોયલ કાર બી.એમ.ડબલ્યુ.-૫ સીરીઝ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *