કોઈએ કર્યું છે MBA તો કોઈ છે એન્જીનીયર, જાણી લો કેટલુ ભણેલાં છે તમારા મનગમતા ટીવી સ્ટાર્સ

નાના પડદાના કલાકારો દર અઠવાડિયે દર્શકોનું મનોરંજન કરે છે અને ફેન્સ પણ એમને ખૂબ જ પ્રેમ આપે છે. ટીવીના ઘણા કલાકારો એવા છે જે અભિનય સિવાય ડાન્સ અને બીજી સ્કીલસથી પણ ફેન્સને પ્રભાવિત કરે છે. સાથે જ ખૂબ જ જાણીતા કલાકાર અભિનયની સાથે સાથે અભ્યાસમાં પણ ખૂબ જ સારા છે. તો ચાલો તમને જણાવી દઈએ તમારા મનગમતા કલાકારોના અભ્યાસ વિશે..

દિવ્યાંકા ત્રિપાઠી.

image soucre

નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ નહેરુ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે. એમને માઉન્ટનીયરિંગનો કોર્સ કર્યો છે. એટલું જ નહીં એ રાઇફલ શૂટિંગ પણ જાણે છે. દિવ્યાંકાને બનું મેં તેરી દુલહનથી ઘર ઘરમાં ઓળખ મળી હતી. એ પછી સ્ટાર પ્લસના શો કિતની મોહબ્બત હેમા ઇશિતા ભલ્લાના પાત્રથી એમને લોકોને પોતાના ફેન બનાવી લીધા હતા.

કરણ સિંહ ગ્રોવર.

image soucre

ટીવી સિવાય બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા અભિનેતા કરણ સિંહ ગ્રોવરે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. એમને એકતા કપૂરની સિરિયલ કસોટી જિંદગી કીમાં એક ખલનાયકનું પાત્ર ભજવ્યું હતું. એ પછી એ ટીવી શો દિલ મિલ ગયેમાં દેખાયા હતા. આ શોમાં એમને ખૂબ જ સફળતા મળી હતી. કરણે બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ લગ્ન કર્યા છે.

રામ કપૂર

image soucre

રામ નાના પડદાના જાણીતા અભિનેતા તો છે જ સાથે જ બૉલીવુડ ફિલ્મોમાં પણ એમને જબરજસ્ત અભિનય કરીને લોકોનું દિલ જીતી લીધું છે. રામ કપૂરે લોસ એન્જેલ્સમાંથી એક્ટિંગમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી છે. એમને કસમ સે અને બડે અચ્છે લગતે હે સીરિયલમાં સફળતા મેળવી છે. એ સિવાય એ સ્ટુડન્ટ ઓફ ધ યર, મેરે ડેડ કી મારુતિ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રૂપાલી ગાંગુલી.

image soucre

અનુપમ શોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી રૂપાલી ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. હાલ એમનું અનુપમાંનું પાત્ર લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. એ સિવાય શો પરવરીશ અને સારાભાઈ વર્ષેસ સરભાઈમાં પણ એમના અભિનયને લોકોએ ઘણો જ પસંદ કર્યો હતો.

મોહસીન ખાન.

image soucre

ટીવીના હેન્ડસમ હન્ક મોહસીન ખાને એન્જીનયરિંગ કર્યું છે. સાથે જ એમને મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. મોહસીને ટીવીના ઘણા શોમાં કામ કર્યું છે. જો કે એમને શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેથી ઘણી સફળતા મળી છે. આ શોમાં કાર્તિકના પાત્રમાં તેઓ દેખાય છે.

દીપિકા સિંહ

image soucre

દિયા ઓર બાતી હમથી ઘર ઘરમાં ઓળખ બનાવનારી દીપિકા સિંહે પંજાબમાં અભ્યાસ કર્યો છે. એમને પંજાબની ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. દીપિકાને એમના અભિનય માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સાથે જ સોશિયલ મીડિયા પર એમના ફોટા પણ ખૂબ જ વાયરલ થાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *