જાણીતા અને બહુપ્રચલિત એવા ટોપના અમીર લોકોના એકાઉન્ટ હેક, ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું, ‘મુશ્કેલ સમય છે..

જાણીતા અને બહુપ્રચલિત એવા ટોપના અમીર લોકોના એકાઉન્ટ હેક કરીને, હેકરે 1000 ડોલરના બદલે 2000 આપવાની લાલચ આપી

image source

હાલના સમયમાં લગભગ બધું જ ઓનલાઈન થતું જઈ રહ્યું છે, આવા સમયે ચોરીઓ પણ હવે ઓનલાઈન થઇ ગઈ છે. પહેલાના જમાનામાં ચોર ઘરના તાળાઓ તોડતા હતા જો કે હવેના લોકો બેંકના પાસવર્ડ અને સોશિયલ મીડિયાના ખાતાઓના પાસવર્ડ તોડતા હોય છે. ફેસબુક સહીત ટ્વીટર વગેરેના સિક્યોરીટી હાયર લેવલના ગણાય છે, તેમ છતાં પણ ગત રોજ અનેક પ્રચલીત અને કરોડપતિ લોકોના ટ્વીટર એકાઉન્ટ હેક થયા હતા.

આ હેક કરનાર વ્યક્તિએ બરાક ઓબામાં સહીત અનેક સેલેબ્રેટીનાં ખાતાઓને નિશાન બનાવ્યા હતા અને એમના ટ્વીટર હેન્ડલર પરથી ૧૦૦૦ ડોલરના બદલે ૨૦૦૦ ડોલર પાછા ચુકવવાની લાલચ પણ આપી હતી. જો કે આ અંગે ટ્વીટરના સીઈઓ જેક ડોર્સીએ જણાવ્યું હતું કે આ અમારા માટે મુશ્કેલ સમય છે, અમે આ સાયબર હુમલા અંગે તપાસ કરી રહ્યા છીએ.

૧૦૦૦ ના બદલામાં ૨૦૦૦ પાછા આપવાની લાલચ

image source

હાલમાં ગત રોજ કેટલાક બહુ પ્રચલિત લોકોના ટ્વીટર એકાઉન્ટ દ્વારા એક સરખી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખનારે ૧૦૦૦ ડોલરના બદલામાં ૨૦૦૦ ડોલર પાછા આપવાની લાલચ આપીને અનેક લોકોને ભ્રમમાં નાખી દીધા હતા. જો કે પાછળથી ખબર પડી હતી કે આ લોકોના એકાઉન્ટ હેક કરીને આ પોસ્ટ કોઈ હેકર દ્વારા કરવામાં આવી હતી.

આ હેક થયેલા ટ્વીટર એકાઉન્ટમાં આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ સામેલ છે.

છેતરપિંડી કરવા ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો

image source

આ ઘટના બુધવાર રાત્રીની છે, જયારે અચાનક જ ખ્યાતનામ લોકોના ટ્વીટર એકાઉન્ટ દ્વારા કોઈ હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે થઈને એક જેવી પોસ્ટ આ દરેકના એકાઉન્ટ દ્વારા શેર કરી હતી. જો કે આ પ્રકારના ફ્રોડ માટે એમણે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો ખાતાઓ હેક કરીનને લીધો હતો.

આ લોકોના ટ્વીટર એન્કાઉન્ટને હેક કર્યા પછી એમાંથી હેકર્સે પોસ્ટ કરી હતી કે અમે સમાજસેવા કરવા ઈચ્છી રહ્યા છીએ. તમે 30 મિનિટમાં અમને જેટલી પણ રકમના બિટકોઈન મોકલાવશો એનાથી ડબલ રકમના અમે તમને પાછા પણ મોકલીશું.

હેક કરાયેલા એકાઉન્ટ ડિસેબલ કરી તપાસ હાથ ધરાઈ

ઉલ્લેખનીય છે કે હેક કરવામાં આવેલા ખાતાઓમાં કેબ કંપની ઉબેર, અરબપતિ રોકાણકાર વોરન બફેટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને અમેરિકાની મીડિયા સેલિબ્રિટી કિમ કર્દાશિયા વેસ્ટ સહિત અનેક જાણીતા તેમજ બહુ પ્રચલિત લોકોના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. આ બાબતે જ્યારે ખુલાસો થયો ત્યારે ટ્વિટરના CEO જેક ડોર્સીએ જણાવ્યું હતું કે, આ અમારા માટે પણ મુશ્કેલ ઘડી છે.

આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે પણ અમે આ અંગે માહિતી મેળવીશું એટલે આ જાણકારી શેર કરીશું. જો કે વર્તમાન સમયે ટ્વિટરે હેક કરાયેલા બધા જ એકાઉન્ટ ડિસેબલ કરી દીધા છે તેમજ હેકર્સ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્વિટ પણ ટ્વીટર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત