લખનઉમાં 2.5 વર્ષનું બાળક કોરોનાથી થયું મુક્ત, હોસ્પિટલમાંથી અપાઈ આ રીતે રજા

દેશ અને દુનિયામાં કોરોના વાયરસને લઈને સતત ભયજનક ખબરો જ સાંભળવા મળી રહી છે તેવામાં એક રાહત આપે તેવા સમાચાર પણ સામે આવ્યા છે.

image source

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક 2.5 વર્ષના બાળકને શનિવારએ રોગમુક્ત જાહેર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ બાળક સારવાર બાદ કોરોના સ્વસ્થ થયું છે.

તેની સારવા કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટીમાં થઈ હતી અને તેને હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. રજા આપતાં પહેલા તેના 2 ટેસ્ટ કરવામાં આવ્યા જે બંધ નેગેટિવ આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે બાળકને તેની કોરોના પોઝિટિવ માતાથી ચેપ લાગ્યો હતો. આ બાળકની માતા પણ કોરોનામુક્ત થઈ ચુકી છે. તે કેનેડામાં ડોક્ટર છે અને ત્યાંથી પરત ફર્યા બાદ તેનો રિપોર્ટ 11 માર્ચએ પોઝિટિવ આવ્યો હતો. માતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અઢી વર્ષના બાળકમાં પણ કોરોનાના લક્ષણો દેખાતા તેના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં તેની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. બાળકની સારવાર પણ સફળ રહી અને તે સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે મેરઠથી પણ રાહતના સમાચાર મળ્યા હતા કે આઈસોલેશન વોર્ડમાં દાખલ પહેલા કોરોનાના પોઝિટિવ વ્યક્તિ સહિત કુલ 9 દર્દીએ કોરોનાને માત આપી છે. આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તમામ કોરોના યોદ્ધાઓ સાથે સૌથી નાની ઉંમરના યોદ્ધા પણ સ્વસ્થ થઈ ઘરે પહોંચી ગયા છે.