વિદેશોમાં જે ટેકનોલોજી વિકસાવવા લાખો ડોલર ખર્ચાય છે તેવી ટેકનોલોજી બે ભારતીયોએ ખિસ્સાને પરવળે તેવા ખર્ચમાં વિકસાવી

ભારત દેશમાં હજારો લોકો એવા છે જેમની પ્રતિભાના વખાણ વિશ્વભરમાં થયા છે. આવી જ એક પ્રતિભાશાળી વ્યક્તિ હાલ ચર્ચામાં છે.

દુનિયાભરમાં જે ટેકનોલોજીને વિકસિત કરવા મોટી મોટી રિસર્ચ લેબમાં કરોડો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેને ભારતીય વૈજ્ઞાનિકો માત્ર થોડા હજારના ખર્ચે તૈયાર કરી ચુક્યા છે. આવી બુદ્ધિમત્તા દેખાડી છે ભારતના બે ઈંજીનિયરોએ. આ બંનેના કારણે ભારતને ફરીએકવાર ગર્વ કરવાની તક મળી છે. આ બંને ઈંજીનિયરમાં એક છે મહારાષ્ટ્રના મુંબઈના પ્રતીક તિરોડકર અને એક છે ગુજરાતના અમદાવાદના આકાશ જિયાણી.

image source

પ્રતીકે જ્યાં ઓછા ખર્ચ એવો રોબોટ તૈયાર કર્યો છે જે કોવિડ 19ની સારવારમાં સ્વાસ્થ્યકર્મીઓની મદદ કરી શકે છે. ત્યારે બીજી તરફ આકાશે એક ડિસઈંફેકશન બોક્સ બનાવ્યું છે જે યૂવી લાઈટની મદદથી મોબાઈલ, કરેંસી નોટ અને અન્ય વસ્તુઓની સપાટી પરથી વાયરસને સાફ કરે છે. કોરોના માટે જે રોબોટ તૈયાર કરાયો છે તેનું નામ કોરો-બોટ રાખવામાં આવ્યું છે.

image source

મુંબઈના ડોબિંવલીના રહેવાસી પ્રતીક તિરોડકરે હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય કર્મીઓની મદદ માટે એક મલ્ટીફંકશન રોબોટનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. પ્રતીક એક રોબોટિક ઈંજિનીયર છે. કલ્યાણના શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ લોકડાઉન દરમિયાન આ ડિવાઈસ વિકસિત કરવા માટે પ્રતીકની ટીમને મદદ કરી હતી. પ્રતીકએ પોતાના રોબોટનું નામ કોરો-બોટ રાખ્યું છે. રોબોટ હવે આઈસોલેશન વોર્ડોમાં દવા પહોંચાડવાનું કામ કરવા તૈયાર છે. આ ઉપરાંત તે ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓને પૂરી પાડવામાં પણ મદદ કરશે. કોરો બોટ પોતાના વિસ્તારની સ્વચ્છતા રાખવામાં પણ મદદરુપ થાય છે. કોરો બોટ રોબોટ કોરોનાના રોગીઓના મનોરંજન માટે પણ ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેની મદદથી આસોલેશનમાં રાખવામાં આવેલા લોકો સંગીત, વીડિયો પણ ચલાવી શકે છે. આ રોબોટ દોઢ મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં 1.5 લાખ રૂરિયાનો ખર્ચ થયો છે.

image source

ગુજરાતના ઈંજીનિયરે તૈયાર કરેલા યૂવી લાઈટ સામાન સેનિટાઈઝરની વાત કરીએ તો આ ડિસઈંફેકશન બોક્સ અમદાવાદના એક ઈંજીનિયર આકાશ જિયાણીએ તૈયાર કર્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ રોજ ઉપયોગમાં આવતી વસ્તુઓથી પણ ફેલાય છે જેને રોકવા માટે આ મશીન તૈયાર કરાયું છે. આ બોક્સમાં મોબાઈલ ફોન, કરંસી નોટ સહિતની વસ્તુઓની સપાટી પરથી વાયરસનો નાશ કરે છે. આ બોક્સને અલ્ટ્રાવાયલેટ સી પોર્ટેબલ મલ્ટીફંકશન સેનિટાઈઝર પણ કહે છે. તે યૂવી લાઈટ ટેકનોલોજીથી કામ કરે છે અને 30 સેકન્ડમાં જ કરંસી નોટ સહિતની વસ્તુઓને જંતુમુક્ત કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત